Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નડિયાદમાં માતાએ દીકરાને સુધારવા તેની સામે નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો

નડિયાદમાં ઓવર સ્પીડમાં બાઈક ચલાવનાર દીકરા સામે ખુદ તેની જ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.. દિકરાએ ઓવરસ્પીડમાં વાહન ચલાવવા દરમ્યાન અચાનક બ્રેક મારતા પાછળ બેઠેલી માતા તેમજ બાઇક ચાલક દીકરો બન્ને નીચે પટકાયા હતા..જેમાં માતાને ખભા પર ફ્રેકચર થયું હતું.. જે બાદ પુત્રને સુધારવા માટે નડિયાદ પાસે આવેલા દેગામમાં રહેતા માતાએ અગાઉ પણ પુત્રને ઘણીવાર બેદરકારીથી પુરપાટ વાહન ચલાવવા બદલ ઠપકો àª
નડિયાદમાં માતાએ દીકરાને સુધારવા તેની સામે નોંધાવી પોલીસ ફરિયાદ  જાણો શું છે મામલો
નડિયાદમાં ઓવર સ્પીડમાં બાઈક ચલાવનાર દીકરા સામે ખુદ તેની જ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.. દિકરાએ ઓવરસ્પીડમાં વાહન ચલાવવા દરમ્યાન અચાનક બ્રેક મારતા પાછળ બેઠેલી માતા તેમજ બાઇક ચાલક દીકરો બન્ને નીચે પટકાયા હતા..જેમાં માતાને ખભા પર ફ્રેકચર થયું હતું.. 
જે બાદ પુત્રને સુધારવા માટે નડિયાદ પાસે આવેલા દેગામમાં રહેતા માતાએ અગાઉ પણ પુત્રને ઘણીવાર બેદરકારીથી પુરપાટ વાહન ચલાવવા બદલ ઠપકો આપ્યો હતો. ત્યારે દીકરાએ માતાની વાત ના માની હતી માતાને બેસાડીને નડિયાદ તરફ જઈ રહ્યા હતા તે સમયે એકદમ બ્રેક મારતા પાછળ બેઠેલા માતા નીચે ભટકાયા હતા અને તેઓને શરીરે ઇજા પહોંચી હતી
વસો તાલુકાના દેગામ ફળિયામાં રહેતા 58 વર્ષના મીનાબેન પટેલના પતિનું આઠ મહિના પહેલા અવસાન થયું હતું જેથી તેઓ દીકરા આનંદ સાથે રહે છે. આનંદ કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રવિવારે મીનાબેન કોઈ કામથી નડિયાદ જઈ રહ્યા હતા ત્યારે તેઓએ તેમના દીકરા આનંદને સાથે આવવા કહ્યું હતું. 
આનંદની બાઈક ખરાબ હોવાથી તે મિત્રની બાઈક લાવ્યો અને મા દીકરો બંને જઈ રહ્યા હતા. આ દરમિયાન તે બેદરકારીથી પુરપાટ વાહન હંકારી રહ્યો હતો ગામથી થોડી દૂર નીકળતા કુવા પાસે અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું આ અકસ્માતમાં બંને ને ઇજાઓ પહોંચી હતી. મીનાબેનને ખભાના ભાગે ફેક્ચર થયું હતું ત્યારબાદ મીનાબેન એ તેમના દીકરાને સુધારવા અને પાઠ ભણાવવા માટે વસો પોલીસ મથકે બેદરકારીથી વાહન ચલાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.