Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભચાઉમાં મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

ભચાઉમાં હોલસેલ અંગ્રેજી શરાબનો ધંધો કરતા અશોકસિંહ ઉર્ફે મામા જાડેજાના દારૂ ઉપર રાજ્યની નશાખોરી વિરુદ્ધ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ વધુ એક વખત ત્રાટકીને રૂ. 50 લાખ 66 હજારની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંધીનગર SMCની ટીમના  દરોડા ભચાઉ નગરથી દૂર જીઆઇડીસી ગોડાઉનમાં ગાંધીનગર SMCની ટીમ બે ગાડી સાથે પહોંચી હતી, અને મોટા વાહનમાંથી નાના વાહનમાં થà
ભચાઉમાં મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
ભચાઉમાં હોલસેલ અંગ્રેજી શરાબનો ધંધો કરતા અશોકસિંહ ઉર્ફે મામા જાડેજાના દારૂ ઉપર રાજ્યની નશાખોરી વિરુદ્ધ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ વધુ એક વખત ત્રાટકીને રૂ. 50 લાખ 66 હજારની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 
ગાંધીનગર SMCની ટીમના  દરોડા 
ભચાઉ નગરથી દૂર જીઆઇડીસી ગોડાઉનમાં ગાંધીનગર SMCની ટીમ બે ગાડી સાથે પહોંચી હતી, અને મોટા વાહનમાંથી નાના વાહનમાં થઈ રહેલા દારૂના કટિંગ સમયે ત્રાટકી બે આરોપી સહિત 4 વાહનોને ઝડપી પાડ્યા હતા. SMCની ટીમ પહોંચતા પોલીસ આવી એવી બુમો સાંભળી મામાનો રાઈટ હેન્ડ ગણાતો ભગી નાસી ગયો હતો. ટીમ દ્વારા કુલ રૂ.73 લાખ 56 હજાર 600નો મુદામાલ કબ્જે કરી ભચાઉ પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કુલ 16 આરોપી સામે ગુનો નોંધાયો છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 14 આરોપીને ફરાર બતાવાયા છે
ભચાઉમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ ત્રાટકી
દારૂના કટિંગ વેળાએ ટીમને આવતી જોઈ ભગીરથસિંહ જાડેજા પોલીસ આવી એવી આરોપીએ બૂમ પાડતા અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. દરોડામાં દારૂની 23964 બોટલ સાથે બે આરોપી પકડાઈ ગયા હતા.દરોડામાં આરોપી 1) કિશોરસિંહ દાનુભા સરવૈયા. રહે.સાંગાણા તા.તળાજા, જિ.ભાવનગર. અને (2) પ્રહલાદભાઈ અરજણભાઈ ઠાકોર. રહે.ભવાનીપુર, ભચાઉ. પકડાઈ ગયા હતા. જ્યારે લિસ્ટેડ બુટલેગર અને મુખ્ય સૂત્રધાર (1) આશકસિંહ ખરફે મામા બાલુભા જાડેજા રહે. દરબારગઢ, ભચાઉ. (2) ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા. રહે. બાપુનગર, ભચાઉ (ભાગીદાર), (3) શિવમસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે.ભચાઉ (પારનેર), (4) મોહનસિંહ રાણા રહે.આદિપુર,તા. ગાંધીધન (ગોડન માલિક), (5)ભૂરો ઠાકોર રહે.ભચાઉ., (6)જયંતી પેથાજી ઠાકોર રહે.ભચાઉ.(7) રમેશ ઠાકોર રહે. ભચાઉ, (8)અરજન કચરા ઠાકોર રહે.ભચાઉ, (9)ચાલક અને માલિક ટેન્કર નંબર GJ-12-AU-5050.(10) મહેન્દ્ર બોલેરો વાહનનો ડ્રાઇવર અને માલિક.(11) ચાલક અને માલિક ટ્રેક્ટર નં. GJ-12-AN-3709 (12) મોટર સાયકલ નં. મલિકને ફરાર જાહેર કરી આગળની તપાસ ભચાઉ પોલીસને સોંપવામાં આવી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.