Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અઢી વર્ષના બાળકને સાથે રાખી ચૂંટણીની ફરજ બજાવતી કોન્સ્ટેબલ

ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે વિવિધ સ્થળો પર મતદાનમાં અવનવા રંગ જોવા મળી રહ્યા છે. રાજકોટ (Rajkot)માં ચૂંટણી દરમિયાન એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Woman Constable)પોતાના અઢી વર્ષના પુત્રને સાથે રાખીને ફરજ બજાવતી જોવા મળી હતી. ફરજ સાથે માતૃત્વની જવાબદારીએક મા પોતાના બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે. આ
અઢી વર્ષના બાળકને સાથે રાખી ચૂંટણીની ફરજ બજાવતી કોન્સ્ટેબલ
ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે વિવિધ સ્થળો પર મતદાનમાં અવનવા રંગ જોવા મળી રહ્યા છે. રાજકોટ (Rajkot)માં ચૂંટણી દરમિયાન એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Woman Constable)પોતાના અઢી વર્ષના પુત્રને સાથે રાખીને ફરજ બજાવતી જોવા મળી હતી. 

ફરજ સાથે માતૃત્વની જવાબદારી
એક મા પોતાના બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે. આ વાતને રાજકોટની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ અઢી વર્ષના બાળકને ચૂંટણી દરમિયાન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે. 
પોલીસની વિકટ કામગિરી
અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ દિવસ રાત એક કરીને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય  તેની ફરજ નિભાવે છે. ત્યારે રાજકોટના આ મહિલા કોન્સ્ટેબલ અરૂણાબેન તેની અઢી વર્ષની દીકરીને સાથે રાખીને ફરજ નિભાવી રહ્યાં છે. જે ખરેખર ખુબ જ ગર્વની વાત છે.
 
સ્કુલમાં ફરજ
પોલીસકર્મી અરૂણાબેને જણાવ્યું હતું કે હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવુ છું. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે મને કોટક સ્કૂલમાં મુકવામાં આવી છે. જ્યાં હું મારી ફરજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બજાવુ છું. અરૂણાબેને જણાવ્યું કે ઘરમાં હું અને મારો પતિ અને અમારૂ અઢી વર્ષનું બાળક અમે ત્રણેય સાથે રહીએ છીએ.
ઘેર કોઇ સાચવે તેમ નથી
અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘરે કોઈ મારા બાળકને સાચવે એવુ છે નહીં એટલા માટે હું મારી દીકરીને મારી સાથે રાખુ છે અને સાથે સાથે ફરજ પણ નિભાવુ છું. અમારૂ જ્યાં ક્વાર્ટર છે ત્યાં ઘોડિયા ઘર છે. ત્યાં અમે બાળકને સવારે રાખીએ છીએ પણ ચૂંટણીના કારણે અમને 2 દિવસ અહિંયા જ નાઈટ હોલ્ડ છે. જેથી હું મારા બાળકને ત્યાં રાખી શકતી નથી.
ફરજ પ્રત્યે નિષ્ઠા
જેથી હું મારા બાળકને સાથે જ રાખુ છું.કારણ કે આખો દિવસ કોઇ સાચવે તેવુ હોતુ નથી. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ અને મારી ફરજના ભાગરૂપે હું મારી ફરજ નિભાવુ છું. લોકશાહીનો પર્વ છે એટલે કોન્સ્ટેબલ તરીકે મારી ફરજ જે પણ આવે છે તે હું નિભાવુ છું. સાથે જ એક માતા તરીકેને પણ ફરજ નિભાવુ છું.
તેમણે કહ્યું કે મારા પતિ બિઝનેસમેન છે. એટલે ક્યારેક એવુ પણ બને કે તે વધારે મારે કામ હોય તો મારે અમારા બાળકને સાચવવુ પડે.પણ ઘણી વખત અમે પણ એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ.હું ઘણી વખત સાથે લઈને પણ મારી ફરજ નિભાવી લઉં છું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.