રાજકોટમાં સ્ટ્રોંગ રુમની બહાર ઉમેદવારે CCTV સજ્જ જીપ મુકી
રાજકોટમાં સ્ટ્રોંગરૂમની બહાર નેતાઓનો પહેરોકોંગ્રેસનો આધુનિક યુગમાં ડિજિટલ પહેરોઉમેદવાર ઇન્દ્રનીલ રાજયુગુરૂએ CCTVથી સજ્જ જીપ મૂકી CCTV કેમેરા ફિટ કરી સ્ટ્રોંગ રુમની બહાર જીપ મુકવામાં આવી..મોબાઈલમાં ઉમેદવાર સતત રાખી રહ્યા છે નજરગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ
- રાજકોટમાં સ્ટ્રોંગરૂમની બહાર નેતાઓનો પહેરો
- કોંગ્રેસનો આધુનિક યુગમાં ડિજિટલ પહેરો
- ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયુગુરૂએ CCTVથી સજ્જ જીપ મૂકી
- CCTV કેમેરા ફિટ કરી સ્ટ્રોંગ રુમની બહાર જીપ મુકવામાં આવી..
- મોબાઈલમાં ઉમેદવાર સતત રાખી રહ્યા છે નજર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા બાદ ઇવીએમને મતગણતરી કેન્દ્રો પર સ્ટ્રોંગ રુમ (Strong Room)માં મુકવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રુમમાં કોઇ ગરબડ ના થાય તે માટે ઉમેદવારો દ્વારા સ્ટ્રોંગ રુમની બહાર દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે રાજકોટ (Rajkot)માં કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી કેન્દ્રમાં સ્ટ્રોંગ રુમની બહાર ડિજિટલ પહેરો મુક્યો છે.
સ્ટ્રોંગ રુમની બહાર પહેરો
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કરો યા મરો ની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ સત્તા ટકાવવા પ્રયાસ કરે છે તો કોંગ્રેસ 27 વર્ષનો સત્તાનો વનવાસ પૂર્ણ કરવા માટે મહેનત કરી રહી છે. ચૂંટણીમાં ઓછુ મતદાન થતાં હાલ તો ઉમેદવારો મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે અને કોણ જીતશે તથા કોણ હારશે તેની અટકળો ચાલી રહી છે. તે વચ્ચે ઇવીએમ મશીન જ્યાં રાખવામાં આવ્યા છે તેવા સ્ટ્રોંગ રુમની બહાર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે દેખરેખ રાખી રહ્યા છે.
CCTV સજ્જ જીપ ગોઠવી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે EVM સાથે કોઇ ચેડાં કરે તેવો ભય નેતાઓને સતાવી રહ્યો છે. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયુગુરૂએ આધુનિક ટેકેનોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમણે સ્ટ્રોંગ રૂમની બહાર મુખ્ય ગેટ સામે CCTV સજ્જ જીપ ગોઠવી છે. સીસી ટીવી કેમેરા દ્વારા સતત બાજ નજર રખાઇ રહી છે.
નેતાઓના ઉજાગરા
રાજકોટથી 12 કિલોમીટર દૂર કણકોટ ઇજનેર કોલેજ ખાતે ચારે સીટની મતગણતરી કરવામાં આવશે ત્યારે 8 તારીખ સુધી EVM સિલ કર્યા છે પણ EVM સાથે ભાજપ ચેડાં ના કરે તેવા ડરે નેતા રાતોના ઉજાગરા કરી રહ્યા છે. 24 કલાક અલગ અલગ કાર્યકરોને નજર રાખવાની જવાબદારી આપવામાં આવી છે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
સ્ટ્રોંગ રૂમની બહાર નજર રાખવા કોંગ્રેસ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો જેમાં સોલાર અને બેટરી થી ઓપરેટ થતો CCTV કેમેરો ફિટ કરવામાં આવ્યો અને તેનુ એક્સેસ સીધું મોબાઈલ અને કોમ્પ્યુટરમાં જોઈન કરી તેના માધ્યમથી જોઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement