Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ

મોરબી SOG દ્વારા દરોડા પાડીને મસાજ સેન્ટરની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. જેમાં બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા સગવડ પુરી પાડતી મહિલા અને એક ગ્રાહક સહિત બે વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર મોરબી વાંકાનેર  નેશનલ હાઇવે રોડ લખધીરપુરની ડાબી બાજુ આવેલ હેલો કીટી ફેમેલી સ્પા નામના મસાજ સેન્ટરની આડમાં કુટણખાનું
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર સ્પાની આડમાં ચાલતા  કુટણખાનાનો પર્દાફાશ
મોરબી SOG દ્વારા દરોડા પાડીને મસાજ સેન્ટરની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. જેમાં બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા સગવડ પુરી પાડતી મહિલા અને એક ગ્રાહક સહિત બે વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.
 
મળતી માહિતી અનુસાર મોરબી વાંકાનેર  નેશનલ હાઇવે રોડ લખધીરપુરની ડાબી બાજુ આવેલ હેલો કીટી ફેમેલી સ્પા નામના મસાજ સેન્ટરની આડમાં કુટણખાનું ચાલતું હોવાની મોરબી SOG ટીમ ને બાતમી મળતા જ તેઓએ સ્પા પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી જ્યાંથી વિરલભાઇ સુનિલભાઇ પીત્રોડા (રહે. મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ગુજરાત હાઉસી બોર્ડ રાજેશભાઇ પટેલના મકાનમાં ભાડે તા.જી.મોરબી. મુળ વતન ધ્રાંગધ્રા રાજવાડી રેસ્ટોરન્ટ પાસે સરઅજીતસિંહજી હાઇસ્કુલ સામે સોની તલાવડી)  તથા ગુડીયા રાજુ મિશ્રા (હાલ રહે. ફેમેલી સ્પા પ્રાઇવેટ લીમીટેડ લખધીરપુર રોડ પાસે મોરબી વાંકાનેર ને.હા.રોડ મોરબી મુળ રહે.૧૩૭ જય મલ્હાર ચાલ કમીટી અંબોજવાળી ગેટ નં-૮ શહિદ અબ્લુદાહમીદ રોડ, માલવણી મલાડ-૫, તા.બોલીવલી જી.મુંબઇ ઉપનગર (મહારાષ્ટ્ર)) નામના બે આરોપીઓ મળી આવ્યા હતા.
જેમાથી ગુડીયા નામની મહિલા  હેલો કીટી ફેમેલી સ્પા પ્રાઇવેટ લીમીટેડની સંચાલક છે અને તે બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતી હતી જ્યારે અન્ય ઝડપાયેલ વિરલ નામનો ઇસમ ગ્રાહક તરીકે ત્યાં આવેલ હતો જેની પણ ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ તપાસ દરમિયાન પોલીસે  રોકડ રૂ.૩૩૫૦/- તથા ૨ મોબાઇલ કિંમત રૂ.૧૧૦૦૦/- મળી કુલ રૂ.૧૪,૩૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને અને બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.