Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક મતદાન મથકમાં 96 પ્રકારની સ્ટેશનરીનો ઉપયોગ થાય છે, જાણો રસપ્રદ માહિતી

એક મતદાન મથક માટે વપરાય છે 96 પ્રકારની સ્ટેશનરીપોલિંગ પાર્ટીના સામાનમાં કુલ 270 વસ્તુઓ હોય છેપીનથી લઇ પતરી સુધી, દિવાસળીનું બોક્સ, મિણબત્તી, લાખ સહિતની વસ્તુઓ પોલિંગ પાર્ટીને આપવામાંઆવે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. ચૂંટણીની પ્રક્રિયાની રસપ્રદ માહિતી બહાર આવી છે કે એક મતદાન મથક માટે 96 પ્રકારની સ્ટેશનરી (Stationery) વપરાય છે. à
એક મતદાન મથકમાં 96 પ્રકારની સ્ટેશનરીનો ઉપયોગ થાય છે  જાણો રસપ્રદ માહિતી
  • એક મતદાન મથક માટે વપરાય છે 96 પ્રકારની સ્ટેશનરી
  • પોલિંગ પાર્ટીના સામાનમાં કુલ 270 વસ્તુઓ હોય છે
  • પીનથી લઇ પતરી સુધી, દિવાસળીનું બોક્સ, મિણબત્તી, લાખ સહિતની વસ્તુઓ પોલિંગ પાર્ટીને આપવામાંઆવે છે
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. ચૂંટણીની પ્રક્રિયાની રસપ્રદ માહિતી બહાર આવી છે કે એક મતદાન મથક માટે 96 પ્રકારની સ્ટેશનરી (Stationery) વપરાય છે. પોલિંગ પાર્ટીના સામાનમાં કુલ 270 ચીજ આપવામાં આવે છે. 
 
આવતીકાલે બીજા તબક્કાનું મતદાન
આવતીકાલે 5 ડિસેમ્બરે સોમવારે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણી તંત્ર દ્વારા આજ રવિવારે સવારના આઠ વાગ્યાથી શહેર અને જિલ્લાના નિયત રવાનગી મથકો ઉપરથી પોલિંગ પાર્ટીઓને રવાના કરવામાં આવી હતી. 
 
તમામ વ્યવસ્થા કરાઇ
તમામ બેઠકો માટે નિયત કરવામાં આવેલા રવાનગી કેન્દ્રો ખાતે સંબંધિત પ્રતિપ્રેષક અધિકારીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બૂથની સંખ્યા પ્રમાણે ટેબલો ઉપરથી ઇવીએમ, વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આની પ્રથમ પ્રક્રીયા ટીમનું ગઠન હોય છે. સંબંધિત આરઓ દ્વારા છેલ્લું રેન્ડમાઇઝેશન કરી પોલિંગ સ્ટાફને ડ્યુટી આપવામાં આવે છે અને તે પ્રમાણે ટીમના સભ્યોને એકત્ર કરી આ સામગ્રી આપવામાં આવે છે. કોઇ અનિવાર્ય સંજોગોમાં કોઇ કર્મચારી ગેરહાજર હોય તો તેના સ્થાને અનામત સ્ટાફમાંથી કોઇને ફરજ સોંપવામાં આવે છે. કુલ પોલિંગ સ્ટાફના ૧૦ ટકા સ્ટાફને અનામત રાખવામાં આવે છે.
 
પોલિંગ બૂથ માટે મહેનત 
આપણે ચારપાંચ મિનિટમાં મતદાન કરીને આપણી નૈતિક ફરજ નિભાવીએ છીએ. આપણી આ ફરજ માટે ઉભા કરવામાં આવતા બૂથ પાછળ કેટલી મહેનત કરવામાં આવે છે તે બાબતથી આપણે અજાણ છીએ. એક વાર પોલિંગ પાર્ટી બૂથ ઉપર પહોંચી જાય તે બાદ ત્યાં જ રાતવાસો કરતી હોય છે. એ દરમિયાન ચૂંટણી સામગ્રીઓની સુરક્ષા કરવાની હોય છે.
 
પોલિંગ પાર્ટીને 96 પ્રકારની સ્ટેશનરી અપાય છે
આ પોલિંગ પાર્ટી સાથે ઇવીએમ, વીવીપેટ સહિતની કુલ 96 પ્રકારની સ્ટેશનરી સામગ્રી હોય છે. જેની કુલ સંખ્યા 270 થાય છે. મજાની વાત એ છે કે, આ સામગ્રીમાં દિવાસળીની પેટી, મિણબત્તી, અવિલોપ્ય શ્યાહી, વિશિષ્ટ નિશાનીવાળા રબ્બરના સિક્કા, હરિફ ઉમેદવારોની યાદી, વિવિધ પ્રકારના કવર હોય છે. તેમાં 28 પ્રકારના વૈધાનિક કવર અને 15 પ્રકારના બિનવૈધાનિક કવરો હોય છે. આ ઉપરાંત વિવિધ નિશાનીવાળા પાટિયા જેમાં શાંતિ રાખો, લાઇનમાં ઉભા રહો, અંદર જવાનો માર્ગ, બહાર નિકળવાનો માર્ગ સહિતની સૂચના આપતા પાટિયાઓ મુખ્યત્વે હોય છે.
 
તમામ સામગ્રી અપાય છે
લેખન સામગ્રીમાં એક સામાન્ય પેન્સીલ, ત્રણ વાદળી અને એક લાલ મળી કુલ ચાર બોલપેન, આઠ કોરા કાગળ, ૨૫ નંગ પીન, સીલ મારવા માટેની લાખના ૬ ટૂકડા, ગમપેસ્ટ, પતરી, પાતળી વળ આપેલી સૂતળી ૨૦ મિટર, ધાતુની પટ્ટી, કાર્બન પેપર, એક ગાભો, રબર બેન્ડ, સેલોટેપ હોય છે.  
 
પિંક પેપર સીલ અપાય છે
વીવીપેટ સાથે મતદાન ટૂકડીને જાડા કાગળના બનેલા કવર, કાળા કાગળને સીલ કરવાનું પ્લાસ્ટિકનું બોક્સ, પ્લાસ્ટિક બોક્સને સીલ કરવા માટે પિંક પેપર સીલ, મોકપોલ સ્લીપ સ્ટેમ્પ, મત કેવી રીતે આપવો તે અંગેનું પોસ્ટર ઉપરાંત એક હેન્ડબૂક પણ આપવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.