રાજ્યમાં કોરોનાના નવા 7 કેસ, સૌથી વધુ આ મહાનગર કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમા 29 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 07 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 45 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 07 કેસમાંવડોદરા 05, અમદાવાદ 01, કચ્છ 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી 03 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જà«
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમા 29 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 07 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 45 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા 07 કેસમાંવડોદરા 05, અમદાવાદ 01, કચ્છ 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી 03 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
કોર્પોરેશનનો હેલ્થ વિભાગ પર એલર્ટ થયો છે
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને સાવચેતી રાખવા માટે તમામ સત્તામંડળોને સૂચના આપવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરમાં પણ એએમસીએ કોરોનાની એસઓપીના પાલનને લઇને તૈયારીઑ આરંભી દીધી છે. જેના પગલે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ પર એલર્ટ થયો છે. તેમજ એકશન પ્લાન પણ તૈયાર કર્યો છે.
કોરોના સામે લડવા તંત્ર સજ્જ
ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement