Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં બાળકીઓ સાથેના દુષ્કર્મના કેસોમાં 398 ટકા વધારો

ગુજરાતમાં બાળકીઓ નથી સલામતબાળકી સાથે દુષ્કર્મ-છેડતીના કેસોમાં શરમજનક વધારોદુષ્કર્મના કેસોમાં 398 ટકા વધારોગુજરાતમાં વર્ષ 2014-15માં 613 કેસ દુષ્કર્મના નોંધાયાવર્ષ 2015-16માં 1609 કેસ પોક્સોના નોંધાયાવર્ષ 2016-17માં 1408 કેસ પોક્સોના નોંધાયાવર્ષ 2017-18માં 1698 કેસ પોક્સોના કેસ નોંધાયાવર્ષ 2018-19માં 2154 કેસ પોક્સોના પોલીસે નોંધ્યાવર્ષ 2019-20માં 2253 કેસ પોલીસે પોક્સોના કેસ નોંધ્યાવર્ષ 2020-21માં 2345 કેસ પોક્સો હેઠળ
રાજ્યમાં બાળકીઓ સાથેના દુષ્કર્મના કેસોમાં 398 ટકા વધારો
  • ગુજરાતમાં બાળકીઓ નથી સલામત
  • બાળકી સાથે દુષ્કર્મ-છેડતીના કેસોમાં શરમજનક વધારો
  • દુષ્કર્મના કેસોમાં 398 ટકા વધારો
  • ગુજરાતમાં વર્ષ 2014-15માં 613 કેસ દુષ્કર્મના નોંધાયા
  • વર્ષ 2015-16માં 1609 કેસ પોક્સોના નોંધાયા
  • વર્ષ 2016-17માં 1408 કેસ પોક્સોના નોંધાયા
  • વર્ષ 2017-18માં 1698 કેસ પોક્સોના કેસ નોંધાયા
  • વર્ષ 2018-19માં 2154 કેસ પોક્સોના પોલીસે નોંધ્યા
  • વર્ષ 2019-20માં 2253 કેસ પોલીસે પોક્સોના કેસ નોંધ્યા
  • વર્ષ 2020-21માં 2345 કેસ પોક્સો હેઠળ નોંધાયા
  • વર્ષ 2021-22માં 2443 કેસ પોક્સોના નોંધાયા
  • પોક્સોના કુલ 14,552 કેસો પૈકી માત્ર 231 કેસ પુરવાર
  • બાળકીઓની છેડતીના ગુનામાં સતત વધારો
રાજ્યમાં પોલીસ (Gujarat Police) તંત્ર દ્વારા સબ સલામતના બણગાં ફૂંકાઇ રહ્યા છે પણ રાજ્ય બાળકીઓની સુરક્ષામાં ઉણું ઉતર્યું હોવાના આંકડા બહાર આવી રહ્યા છે. રાજ્યમાં બાળકીઓ સલામત નથી તેવું જોવા મળી રહ્યું છે. બાળકીઓ સાથે દુષ્કર્મના કેસોમાં 398 ટકા વધારો જોવા મળ્યો છે.

છેડતી અને દુષ્કર્મના કેસોમાં શરમજનક વધારો 
રાજ્યમાં બાળકીઓ સાથે છેડતી અને દુષ્કર્મના કેસોમાં શરમજનક વધારો જોવા મળ્યો છે. બાળકીઓની છેડતીના ગુનામાં સતત વધારો થઇ રહ્યો છે. સલામત ગુજરાતના પોલીસ તંત્રના દાવાની વચ્ચે બાળકીઓ પર થયેલા અત્યાચારના આંકડા કંઇક જુદું જ ચિત્ર રજૂ કરી રહ્યા છે. રાજ્યમાં પોક્સોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. 

પોક્સો કેસમાં સતત વધારો
ગુજરાતમાં વર્ષ 2014-15માં 613 કેસ દુષ્કર્મના નોંધાયા છે જ્યારે  વર્ષ 2015-16માં 1609 કેસ પોક્સોના નોંધાયા છે.  વર્ષ 2016-17માં 1408 કેસ પોક્સોના નોંધાયા અને વર્ષ 2017-18માં 1698 કેસ પોક્સોના કેસ નોંધાયા છે.  વર્ષ 2018-19માં આ કેસ વધીને 2154 કેસ પોક્સોના પોલીસે નોંધ્યા છે જ્યારે વર્ષ 2019-20માં 2253 કેસ પોલીસે પોક્સોના કેસ નોંધ્યા છે.  વર્ષ 2020-21માં 2345 કેસ ગુજરાતમાં પોક્સો હેઠળ નોંધાયા છે. પોક્સોના કુલ 14,552 કેસો પૈકી માત્ર 231 કેસ પુરવાર થયા છે. 
આ આંકડા શમજનક 
રાજ્ય પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ માટે આ આંકડા શમજનક છે. પોલીસે બાળકીઓની સુરક્ષા માટે અત્યાર સુધી લીધેલા પગલાં કારગત નિવડ્યા ના હોય તેમ લાગી રહ્યું છે જેથી આ દિશામાં હવે ગંભીરતાથી કડક કાર્યવાહી કરવી જરુરી બની ગઇ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.