Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ 3 ધારાસભ્યોએ કહ્યું કે 'અમે ભાજપને સમર્થન આપીશું'

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)નું આજે 1 દિવસ સત્ર શરુ થયું છે. ત્યારે 3 વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ ભાજપ (BJP)ને ટેકો જાહેર કર્યો છે. વાઘોડીયા, બાયડ અને ધાનેરાના 3 અપક્ષ ધારાસભ્યોએ મંગળવારે રાજ્યપાલ સમક્ષ જઇ ભાજપને સમર્થન આપ્યું છે.અમે ત્રણેય સભ્યો મૂળ ભાજપના જ હતાવિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી જ્યારે 3 અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા. વિધાનસભાના સ
આ 3 ધારાસભ્યોએ કહ્યું કે  અમે ભાજપને સમર્થન આપીશું
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)નું આજે 1 દિવસ સત્ર શરુ થયું છે. ત્યારે 3 વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા 3 ધારાસભ્યોએ ભાજપ (BJP)ને ટેકો જાહેર કર્યો છે. વાઘોડીયા, બાયડ અને ધાનેરાના 3 અપક્ષ ધારાસભ્યોએ મંગળવારે રાજ્યપાલ સમક્ષ જઇ ભાજપને સમર્થન આપ્યું છે.
અમે ત્રણેય સભ્યો મૂળ ભાજપના જ હતા
વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી જ્યારે 3 અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા. વિધાનસભાના સત્રના દિવસે વાઘોડીયા, બાયડ અને ધાનેરાના 3 અપક્ષ ધારાસભ્યોએ રાજ્યપાલ સમક્ષ જઇને ભાજપને સમર્થન આપ્યું હતું. આ અંગે બાયડના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે અમે ત્રણેય સભ્યો મૂળ ભાજપના જ હતા અને અમે લાગણીથી  ભાજપ સરકાર સાથે જોડાયા છીએ તેથી અમે સરકારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે, આ સરકાર પ્રજાનું હિત વિચારે છે અને સમગ્ર ગુજરાતનો જનમત ભાજપને મળ્યો છે.
 વિકાસના અને પ્રજાલક્ષી કર્યો થાય માટે સમર્થન જાહેર
આ અંગે વાઘોડીયાના  અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે પ્રજાની ઈચ્છા હતી અને તેમના માન ખાતર ચૂંટણી લડ્યો હતો. અમે અમારા કાર્યકરો અને સમર્થકો સાથે મિટિંગ કરીને નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમારા વિસ્તારમાં વિકાસના અને પ્રજાલક્ષી કર્યો થાય માટે સમર્થન જાહેર કર્યું છે.

વિપક્ષમાં રહીને પ્રજાલક્ષી કર્યો ન થઈ શકે. 
બીજી તરફ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ કહ્યું કે  પ્રજાએ વિકાસના કામો માટે ચૂંટ્યા હોય ત્યારે સરકારના ભાગરૂપે પ્રજાનું કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે  પ્રધાનમંત્રી, અમિત શાહ અને મુખ્યમંત્રીથી પ્રેરાઇને સરકારને સમર્થન જાહેર કર્યું છે.  પ્રજાને વિશ્વાસમાં લઇને સમર્થન સરકારને આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે  વિપક્ષમાં રહીને પ્રજાલક્ષી કર્યો ન થઈ શકે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.