ખાણ ખનિજ વિભાગની ગાડીમાં GPS લગાવનારા પૂર્વ પોલીસ કર્મી સહિત 2 ઝડપાયા, આવી રીત પાર પાડતા હતા મિશન
રાજ્યભરમાં ખનીજ માફિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ખનીજ માફિયા દ્વારા સતત ખનીજ ચોરી કરી અને ખાણ ખનીજ વિભાગને દોડતું કરી રહ્યું છે.ત્યારે અરવલ્લી (Arvalli) જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી હતી. જિલ્લાના મોડાસા (Modasa) ખાતે ખનીજ માફિયાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખનીજ ચોરી આચારવાનો કિસ્સો સામે આવ્યો હતો. અરવલ્લી જિલ્લા ખાણખનીજ વિભાગની સરકારી ગાડીમાં અજાણ્યા શખ્સોએ ગત 7 ફેબà
Advertisement
રાજ્યભરમાં ખનીજ માફિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ખનીજ માફિયા દ્વારા સતત ખનીજ ચોરી કરી અને ખાણ ખનીજ વિભાગને દોડતું કરી રહ્યું છે.ત્યારે અરવલ્લી (Arvalli) જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી હતી. જિલ્લાના મોડાસા (Modasa) ખાતે ખનીજ માફિયાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખનીજ ચોરી આચારવાનો કિસ્સો સામે આવ્યો હતો. અરવલ્લી જિલ્લા ખાણખનીજ વિભાગની સરકારી ગાડીમાં અજાણ્યા શખ્સોએ ગત 7 ફેબ્રુઆરીએ પોતાનો ઇરાદો પાર પાડવા GPS ટ્રેકર લગાવ્યું હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે (Police) અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
LCBએ આરોપીઓને દબોચ્યા
પોલીસે આ મામલે ગુનો નોંધી GPSમાં લગાવાયેલા બે સીમકાર્ડ જપ્ત કરી સિમકાર્ડની ડિટેઇલ મંગાવાઈ હતી અને જે આધારે શામળાજી નજીકના પૂર્વ પોલીસ કર્મી પ્રભુદાસ મેણાંત અને ઉપેન્દ્ર ડોડીયા નામના આરોપીઓની અટકાયત કરાઈ હતી.સમગ્ર ઘટનામાં માસ્ટર માઈન્ડ પૂર્વ પોલીસ કર્મી પ્રભુદાસ મેણાંત હોવાનું બહાર આવ્યું હતું આરોપીઓએ ખનીજ ચોરોને મદદ કરવા વૉટાઇપ ગ્રુપ પણ બનાવ્યું હતું જેના દ્વારા ખનીજ ચોરોને અધિકારીઓના લોકેશન અંગે માહિતી પુરી પડતા હતા ત્યારે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે બે આરોપીઓને દબોચી લઇ ખનીજ ચોરીના સમગ્ર રેકેટનો પરદાફાશ કર્યો છે અને આરોપીઓને જેલ હવાલે કર્યા છે.
અધિકારીઓની હિલચાલ ખનિજ ચોરો સુધી પહોંચાડતા
આ આરોપીઓ દ્વારા ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડીમાં જીપીએસ લગાવીને અધિકારી ક્યાં ક્યાં જાય છે તેના પર વોચ રાખવામાં આવતી હતી. વોટ્સ પર ગ્રુપ બનાવી ને ખનિજ ચોરો સુધી અધિકારીની હિલચાલ મોકલવામાં આવતી હતી. અધિકારીની ગાડી ની હિલચાલ પ્રમાણે ખનિજ ચોરી કરતા વાહનોને આબાદ ભગાડી દેવાનું ષડયંત્ર જોવા મળ્યું હતું.
પૂર્વ પોલીસકર્મી સહિત 2 ઝડપાયા, 1 ફરાર
પ્રભુદાસ ડોડીયાર નામનો આરોપી પૂર્વ પોલીસ કર્મી છે જે અમદાવાદ ખાતે ફરજ બજાવતો હતો. અગાઉ દારૂ કેસ માં તેને ફરજ પર થી દુર કરવામાં આવ્યો હતો ત્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા બંને ઈસમોએ ચબરાક દિમાગ વાપરીને સૌના હોંશ ઉડાવી દીધા હતા. ખનિજ ચોરી કરવા માટે કોઈપણ હદ સુધી જતા આ ઈસમોએ સિસ્ટમ માટે ખતરનાક બન્યા છે ત્યારે હજુ પણ એક આરોપી નિમેષ ગોર ને પકડવાનો બાકી છે ત્યારે જોવું રહ્યું કે જીપીએસ દ્વારા સરકારી ગાડીની હિલચાલ થી મદદ મેળવવાને ખનિજ ચોરો સામે કાર્યવાહી થશે કે નહીં તે મોટો સવાલ છે.
ડિઝલ ટેન્કની બાજુમાં GPS લગાડેલું હતું
ઉલ્લેખનીય છે કે ખાણખનીજ વિભાગનો સ્ટાફ મોડાસાથી માલપુરના ફરેડી તરફ સરકારી ગાડી લઈને માઇન્સ ચેકીંગ માટે નીકળ્યો હતો અને બાદમાં ધનસુરા તરફ સરકારી ગાડી જઈ રહી હતી. પરંતુ ખાણખનીજ વિભાગને ગેરકાયદે રસ્તામાં ખનીજ વહન કરતું એક પણ વાહન હાથ લાગ્યું ન હતું. ત્યાર બાદ ડ્રાઇવર ગાડીની સર્વિસ કરાવવા જતા પાટાની બાજુમાં અને ડિઝલ ટેન્કની બાજુમાં કાળા કલરનું જૂના ચુંબક વાળું જીપીએસ લગાડેલું મળી આવતા સમગ્ર રેકેટ બહાર આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.