Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પહેલા તબક્કાના મતદાન માટે તંત્ર સજ્જ, સુરતમાં 1903 ક્રિટીકલ મતદાન મથકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે ચૂંટણી તંત્ર સજ્જ થઇ ચુક્યું છે. 1લી ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન (Voting) યોજાશે જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકો પર મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરત તંત્રએ પણ 16 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.જિલ્લામાં ૪૬૨૩ મતદાન મથકો પત્રકાર પરિષદમાં સà«
પહેલા તબક્કાના મતદાન માટે તંત્ર સજ્જ  સુરતમાં 1903 ક્રિટીકલ મતદાન મથકો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે ચૂંટણી તંત્ર સજ્જ થઇ ચુક્યું છે. 1લી ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન (Voting) યોજાશે જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકો પર મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરત તંત્રએ પણ 16 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

જિલ્લામાં ૪૬૨૩ મતદાન મથકો 
પત્રકાર પરિષદમાં સુરત જિલ્લાની 16 વિધાનસભાઓની તૈયારીઓનું આખરી ચિત્ર રજુ કરતા સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં મતદારયાદીની આખરી સુધારણાના અંતે ૪૭,૪૫,૯૮૦ મતદારો નોંધાયેલા છે. જેઓ લોકશાહીના મહાપર્વમાં તા.૧લી ડિસેમ્બરના રોજ સવારે ૮.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે, જિલ્લામાં ૪૬૨૩ મતદાન મથકો હતા. જેમાં ૧૪ સહાયક મતદાન મથકોનો ઉમેરો થતા હવે ૪૬૩૭ મતદાન મથકોમાં મતદાન થયા છે. 
૧૯૦૩ ક્રિટીકલ મતદાન મથકો
તેમણે કહ્યું કે 16 વિધાનસભામાં 168  ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લામાં ૨૬૩૩ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. જે પૈકી ૧૯૦૩ ક્રિટીકલ મતદાન મથકો છે જેના ૫૨૬ લોકેશન પર માઈક્રો ઓબ્ઝર્વર, લાઇવ વેબકાસ્ટીંગ, સી.આર.પી.એફ તૈનાત રહેશે. ૧૬ વિધાનસભાઓમાં ૧૬ મોડેલ, ૧૬ દિવ્યાંગ મતદાન મથકો, ૧૧૨ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો તેમજ ૧૬ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં મજુરા વિધાનસભામાં એક યુવાઓ દ્વારા સંચાલિત મતદાન મથક તથા આદિવાસી વિસ્તાર એવા માંડવી અને માંગરોળ વિધાનસભામાં એક-એક ટ્રાયબલ પોલીંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે.
૪૫૯૬૮૫૬ મતદારો
તેમણે વધુમાં જણાવ્યું કે, સુવ્યવસ્થિત રીતે મતદાન થાય તે માટે વ્યવસ્થારૂપે ૭૩ જેટલા ગીચ વસ્તી ધરાવતા મતદાન મથકો પર એન.સી.સી. તથા એન.એસ.એસ.ના વોલેન્ટીયર ફરજ બજાવશે. ઉપરાંત આ મતદાન મથકો પર આજુબાજુના મહાનગરપાલિકાના પે એન્ડ પાર્કોમાં વિનામૂલ્યે વાહન પાર્કિંગ કરી શકશે. વિધાનસભાઓમાં ૭૫૭૮ બેલેટ યુનિટ, ૬૭૯૦ કંટ્રોલ યુનિટ, ૮૩૮૪ વીવીપેટની ફાળવણી થઇ ચુકી છે.જિલ્લામાં ૧૯૨૬૬ પોલીગ સ્ટાફ તથા ૨૫૨ પર માઈક્રો ઓબ્ઝર્વરોની નિમણુંકો કરવામાં આવી છે. આ ઉપરાંત ૪૫૯૬૮૫૬ મતદારોને મતદાર કાપલીઓનું વિતરણ કરવામાં આવી ચુકી છે. ૧૮૩૫૩૬ વોટર કાર્ડ ઈસ્યુ થયા છે જયારે બાકીના ૧૧૩૮૯ કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 
મત ગણતરી માટે પણ તૈયારી
જિલ્લા ચુંટણી અધિકારીએ મતગણતરી કેન્દ્રોની વિગતો આપતા જણાવ્યું કે, શહેરની એસ એન્ડ એસ.એસ. ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરીંગ કોલેજ મજુરાગેટ ખાતે ૧૦ વિધાનસભાઓની મતગણતરી થશે જેમાં ૧૬૮-ચોર્યાસી, ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૬૬-કતારગામ, ૧૬૭-સુરત પશ્વિમ, ૧૬૪- ઉધના, ૧૬૯-બારડોલી, ૧૭૦-મહુવા, ૧૫૮-કામરેજ, ૧૫૫-ઓલપાડ વિધાનસભાનો સમાવેશ થાય છે. જયારે સરદાર વલ્લ્ભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂડ ઓફ ટેક્નોલોજી, એસવીએનઆઈટી, ઈચ્છાનાથ ખાતે છ વિધાનસભાઓ જેમાં ૧૬૩-લિંબાયત, ૧૬૧-વરાછા રોડ, ૧૬૫-મજુરા, ૧૬૨-કરંજ, ૧૫૯-સુરત પૂર્વ, ૧૬૦-સુરત ઉત્તર વિધાનસભાઓની આગામી તા.૮મી ડિસેમ્બરે મતગણતરી થશે.


આચાર સંહિતાની ફરિયાદોનું નિરાકરણ 
આચારસંહિતાના ભંગની સામાન્ય નાગરિકો દ્વારા કરાયેલ ફરિયાદમાં DCC હેલ્પલાઈનમાં કુલ ૨૩૭૯ ફરિયાદ મળી હતી. અન્ય C-vigil અંતર્ગત મળેલી ૧૮૫૭નો નિકાલ કરાયો છે. રાષ્ટ્રીય ફરિયાદ નિવારણ પ્રણાલી(NGRS) અંતર્ગત મળેલી ૭૭૩ ફરિયાદનો નિકાલ કરાયો છે. જ્યારે ૩૭ ટોલ ફ્રી ફરિયાદો માંથી ૩૨ ફરિયાદનો નિકાલ થયો હોવાની વિગતો તેમણે આપી હતી. સુરત જિલ્લાના કુલ ૧૮,૨૮,૫૪૮ ઘરોમાં ૧૧,૬૪,૧૮૧ મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરવામાં આવ્યું છે જયારે અન્ય વિતરણ શરૂ છે.  
            
આર્થિક લેવડ દેવડના કિસ્સાની તપાસ
કલેકટરે જણાવ્યું કે, નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સુરતના ૧૬ વિધાનસભા મતવિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ૧૪૪ SST-સ્ટેટીક સર્વેલન્સ ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની ૭૧ ટીમોમાં ૨૦નો વધારો કરી ૯૧  ટીમો કરવામાં આવી છે. જયારે VST-વિડિયો સર્વેલન્સની ૩૮ ટીમ, VVT- વિડિઓ વ્યુઇંગની ૨૦ ટીમો પણ કામગીરી કરી રહી છે. 

 ૪.૭૬૫ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત નશાબંધી અધિનિયમ અન્વયે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં સ્ટેટીક સર્વેલન્સ, ફ્લાઈંગ સ્ટેટીક સર્વેલન્સ, અને પોલીસ દ્વારા ૬,૨૫,૫૦,૨૪૭ રોકડ રકમ, ૫,૭૩,૯૪,૮૭૯ રૂપિયાની જ્વેલરી તથા સુરત શહેરમાં પોલીસ દ્વારા ૧૬,૯૨૦ બોટલ જપ્ત કરી જેમાં ૪,૫૯૮ લીટર દારૂનો મુદ્દામાલ સિઝ કર્યો છે જેની કિંમત રૂ.૪૪,૦૬,૮૫૦ થાય છે જ્યારે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ૪૫,૦૦૪ બોટલ જપ્ત કરી જેમાં ૧૩,૪૫૬ લીટર દારૂ સિઝ કર્યો છે આમ રૂા.૮૪,૪૫,૯૨૨નો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાથે સુરત શહેર સહિત જિલ્લા માંથી ૪.૭૬૫ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપ્યું છે જેની કિંમત ૪.૮૫ કરોડ થાય છે. 
મતદાનની સુવિધા
સુરત જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના ૨૮૪ મતદારો દ્વારા વ્હીલચેર તથા ૧૮૯ મતદારોએ સહાયક મેળવવાની માંગણી કરી છે જયારે એક મતદારે વાહનની માંગણી કરી છે આમ કુલ ૪૭૪ જેટલા મતદારોની માંગણી મુજબ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તેઓને મતદાન કરવા માટેની સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.