રાજ્યમાં આજે કોરોનાના 154 કેસ નોંધાયા, આજે પણ 80 કેસ સાથે અમદાવાદ સૌથી મોખરે
છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર ઓસર્યા બાદ લોકો અને તંત્ર બંન નિશ્ચિંત થયા હતા. જો કે હવે દૈનિક નોંધાતા કોરોના કેસના વધી રહેલા ગ્રાફની સાથે સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસોના લીધે લોકોમાં પણ હવે ચોથી લલહેરની આશંકાઓ ઉભી થઇ છે. આ તમામ સ્થિતિ વચ્ચે રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના કેસનો આંક 150નો આં
છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર ઓસર્યા બાદ લોકો અને તંત્ર બંન નિશ્ચિંત થયા હતા. જો કે હવે દૈનિક નોંધાતા કોરોના કેસના વધી રહેલા ગ્રાફની સાથે સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસોના લીધે લોકોમાં પણ હવે ચોથી લલહેરની આશંકાઓ ઉભી થઇ છે. આ તમામ સ્થિતિ વચ્ચે રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના કેસનો આંક 150નો આંક વટાવી ચૂક્યો છે.
આજે 154 કેસ નોંધાયા
રાજ્યના સ્વાથ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં 154 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જો કે એક સારી વાત એ છે કે આજે કોઇ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું નથી. જ્યારે આ 24 કલાકની અંદર 58 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે. આજે નોંધાયેલા નવા કેસ અને ડિસ્ચાર્જ બાદ વર્તમાન સમયે રાાજ્યની અંદર કોરોનાના 704 એક્ટિવ કેસ છે. જે તમામ લોકો સ્ટેબલ છે.
આજે પણ અમદાવાદ સૌથી મોખરે
મહાનગરો અને જીલ્લામાં નોંધાયેલા કેસની વાત કરીએ તો, આજે પણ અમદાવાદ શહેર આ યાદીમાં સૌથી મોખરે છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 80 કોરોના કેસ નોંધાયા છે. જો કે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. એટલે કે અમદાવાદ જિલ્લામાં આજે કુલ 82 કેસ નોંધાયા છે. તો આ તરફ વડોદરા શહેરમાં 22 અને સુરત શહેરમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે ગાધીનગમા 5 અને રાજકોટમાં 4 કેસ નોંધયા છે.
Advertisement