Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવલ્લી જીલ્લામાં ગત વર્ષ કરતાં 14 ટકા વધુ વાવેતર

અરવલ્લી જીલ્લામાં ગત વર્ષ કરતાં 14 ટકા વધુ વાવેતરસૌથી વધુ ૭૯ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર બીજા ક્રમે બટાકા અને ત્રીજા ક્રમે ચણાનું વાવેતર અરવલ્લી (Aravalli) જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતો (Farmer)એ સારા વાતાવરણને પગલે ગત વર્ષની સરખામણીએ 14 ટકા વધુ વાવેતર કરી સારા ઉત્પાદનની આશા રાખી રહયા છે. હાલ પાકની પરિસ્થિતિ જોતા ખેડૂતોને ચોમાસુ સીઝનમાં વધુ વરસાદ થી થયેલા નુકશાનીની ભરપાઈ પણ આ સીઝનમા
અરવલ્લી જીલ્લામાં ગત વર્ષ કરતાં 14 ટકા વધુ વાવેતર
  • અરવલ્લી જીલ્લામાં ગત વર્ષ કરતાં 14 ટકા વધુ વાવેતર
  • સૌથી વધુ ૭૯ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર 
  • બીજા ક્રમે બટાકા અને ત્રીજા ક્રમે ચણાનું વાવેતર 
અરવલ્લી (Aravalli) જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતો (Farmer)એ સારા વાતાવરણને પગલે ગત વર્ષની સરખામણીએ 14 ટકા વધુ વાવેતર કરી સારા ઉત્પાદનની આશા રાખી રહયા છે. હાલ પાકની પરિસ્થિતિ જોતા ખેડૂતોને ચોમાસુ સીઝનમાં વધુ વરસાદ થી થયેલા નુકશાનીની ભરપાઈ પણ આ સીઝનમાં થવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે.

 1.42 લાખ હેક્ટર જમીનમાં ઘઉં , મકાઈ , ચણા ,બટાકા સહિતના જુદા જુદા પાકોનું વાવેતર 
અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સીઝનમાં ખેડૂતોએ 1.42 લાખ હેક્ટર જમીનમાં ઘઉં , મકાઈ , ચણા ,બટાકા સહિતના જુદા જુદા પાકોનું વાવેતર કર્યું છે. ગત ખરીફ સીઝનમાં જિલ્લામાં વધુ વરસાદને પગલે જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખેડૂતોને પાકમાં નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે ચાલુ સીઝનમાં સારા વાતાવરણ અને ઠંડીને પગલે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશા સાથે ગયા વર્ષની સરખામણીમાં 14 ટકા વધુ વાવેતર કરી સારા ઉત્પાદની આશા ખેડૂતો રાખી રહયા છે સાથે સારો ભાવ મળશે તો વર્ષ દરમિયાનના તહેવારો પણ સારી રીતે ઉજવી શકવાની આશા શૈલેષભાઇ પટેલ નામના ખેડૂતે વ્યક્ત કરી હતી 

ચાલુ સાલ ૨૦૨૨ - ૨૩ માં કેટલું વાવેતર થયું 
જિલ્લામાં ચાલુ શિયાળુ 2022 - 23 વર્ષ સીઝનમાં સૌથી વધુ ઘઉં અને ત્યારબાદ બીજા ક્રમે બટાકા અને ત્યાર બાદ ચણા જેવા પાકોનું વધુ વાવેતર થયું છે જેમાં 79517 હેક્ટર જમીનમાં ઘઉં , 19238 હેક્ટર જમીનમાં બટાકા , 11371 હેક્ટર ચણા , 7525  હેક્ટરમાં મકાઈ , 3115 હેક્ટરમાં રાયડો , 2375 હેક્ટરમાં વરિયાળી જેવા પાકોનું વાવેતર કરાયું છે કરાયું છે.
ગયા વર્ષે ૨૦૨૧-૨૨માં કેટલું વાવેતર હતું 
જયારે  ગત વર્ષ 2021- 22 ની વાત કરીએ તો રવિ સીઝનમાં 65915 હેકટર જમીનમાં ઘઉં , 17513 હેક્ટરમાં બટાકા , 21076 હેક્ટરમાં ચણા , 6879 હેક્ટરમાં મકાઈ , 2154 હેક્ટરમાં રાયડો , 1935 હેક્ટરમાં વરિયાળી જેવા પાકોનું વાવેતર થયું  હતું 
જિલ્લા ખેતીવાડી અધિકારી શું કહે છે 
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પી બી પરમારે જણાવ્યું હતું કે જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં 14 ટકા વધુ વાવેતર પાછળ ગત ચોમાસુ સીઝનમાં પડેલા સારા વરસાદને પગલે સામાન્ય રીતે રવિ સીઝનમાં  દર વર્ષે 1.31 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ વાવેતર થાય છે પરંતુ  આ વખતે વધારાની 11 હજાર હેક્ટર જમીનમાં વધુ વાવેતર થયું છે. જેમાં ચણામાં  ગયાં વર્ષે નુકશાન સહન કરી ચૂકેલા ખેડૂતો આ વર્ષે ઘઉંના પાક તરફ વળ્યાં છે  ત્યારે આ વર્ષે વધુ વાવેતર થતા જિલ્લામાં સારું ઉત્પાદન થવાની આશા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.