Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી પુલ દુર્ઘટનામાં જૈનિશભાઇ સહિત 14 પરિવારજનોનો આબાદ બચાવ

રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત રાજકોટના જૈનિશભાઇ માટે સાચી સાબિત થઇ છે.. રાજકોટ શિલ્પન નોવા ફ્લેટના રહેવાસી જૈનીશભાઈ સહીત 14 પરીજનોનો ઝૂલતા પુલ પરથી આબાદ બચાવ થયો. જૈનિશભાઇ તેમના સ્વજનોને મળવા માટે મોરબી ગયા હતા.મોરબીમાં ઝૂલતો પુલ  ખુલ્લો મુકાયો હોવાનું જાણતા તેઓ પરિવારજનો સાથે ઝૂલતા પૂલ પર પહોંચ્યા હતા.. દરમ્યાન ટિકીટ લઇને તેઓ જેવા અંદર પહોંચ્યા કે પુલ પરનું દ્રશ્ય જોઇને જ તેઓ à
મોરબી પુલ દુર્ઘટનામાં જૈનિશભાઇ સહિત 14 પરિવારજનોનો આબાદ બચાવ
રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત રાજકોટના જૈનિશભાઇ માટે સાચી સાબિત થઇ છે.. રાજકોટ શિલ્પન નોવા ફ્લેટના રહેવાસી જૈનીશભાઈ સહીત 14 પરીજનોનો ઝૂલતા પુલ પરથી આબાદ બચાવ થયો. જૈનિશભાઇ તેમના સ્વજનોને મળવા માટે મોરબી ગયા હતા.
મોરબીમાં ઝૂલતો પુલ  ખુલ્લો મુકાયો હોવાનું જાણતા તેઓ પરિવારજનો સાથે ઝૂલતા પૂલ પર પહોંચ્યા હતા.. દરમ્યાન ટિકીટ લઇને તેઓ જેવા અંદર પહોંચ્યા કે પુલ પરનું દ્રશ્ય જોઇને જ તેઓ ચિંતામાં મુકાઇ ગયા..તેમનું માનીએ તો તે સમયે પુલ પર લગભગ 500 જેટલા લોકો હતા.. તેઓ માંડ 30થી 35 ફૂટ આગળ વધ્યા હશે ને પુલ તૂટી પડ્યો. જો કે સદનસીબે તેમનો અને તેમના તમામ પરિવારજનોનો બચાવ થયો છે.
પૂલ તૂટ્યો ત્યારે તેઓએ પુલની તૂટેલી ગ્રીલ પકડીને પોતાને  બચાવ્યા હતા. ગ્રીલના સહારે ધીમે ધીમે ઉપર પહોંચી તેમણે પોતાનો જીવ બચાવ્યો હતો.. આ તરફ જૈનિશભાઇનો પુત્ર તરીને કિનારા પર પહોંચ્યો હતો.. જૈનિશભાઇની પત્નીને તરતા નહોતું આવડતું પરંતુ પતિ અને પુત્રના સહારે તેઓ કિનારા પર પહોંચ્યા હતા. આ ઘટનામાં જૈનિશભાઇના તમામ પરિવારજનોનો બચાવ થયો હતો..ઘટના અંગે વાત કરતા તેઓ પુલ પર ક્ષમતાથી વધુ ભીડને જ આ ઘટના માટે કારણ ગણાવે છે.
Advertisement
Tags :
Advertisement

.