Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દસમું નાપાસ લવરમૂંછિયા ભેજાભાજે ધડાધડ છાપી નકલી નોટો... અને પછી...

આજકાલ યુવાનો મહેનતકરીને આગળ વધવાની જગ્યાએ કારસ્તાન કરી શોર્ટકટ દ્વારા પોતાનું અને દેશનું નામ ડુબાડી રહ્યાં છે,આવો જ એક ગુનહો દેવગઢ બારિયામાંથી સામે આવ્યો છે યુવાને ઓનલાઇન ડુપ્લીકેટ નોટ બનાવવાની રીત જાણીદેવગઢબારિયા પોલીસે એક 18 વર્ષીય યુવકને ડુપ્લિકેટ 500ના દરની ચલણી નોટો સાથે બાતમી આધારે પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે, પોલીસે ડુપ્લીકેટ 500ના દરની ચલણની નોટો સહિત પ્રિન્ટર મશીન મો
દસમું નાપાસ લવરમૂંછિયા ભેજાભાજે ધડાધડ છાપી નકલી નોટો    અને પછી
આજકાલ યુવાનો મહેનતકરીને આગળ વધવાની જગ્યાએ કારસ્તાન કરી શોર્ટકટ દ્વારા પોતાનું અને દેશનું નામ ડુબાડી રહ્યાં છે,આવો જ એક ગુનહો દેવગઢ બારિયામાંથી સામે આવ્યો છે

 યુવાને ઓનલાઇન ડુપ્લીકેટ નોટ બનાવવાની રીત જાણી
દેવગઢબારિયા પોલીસે એક 18 વર્ષીય યુવકને ડુપ્લિકેટ 500ના દરની ચલણી નોટો સાથે બાતમી આધારે પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે, પોલીસે ડુપ્લીકેટ 500ના દરની ચલણની નોટો સહિત પ્રિન્ટર મશીન મોબાઈલ તેમજ એક અસલી 500ની નોટ સાથે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે, નવાઇની વાત એ છે કે પહેલાં આ યુવાને ઓનલાઇન ડુપ્લીકેટ નોટ બનાવવાની રીત જાણી ત્યાર બાદ 500ના દરની કલર પ્રિન્ટ કાઢી અને પછી નકલી નોટો છાપવાનું શરુ કર્યું
 
બાતમીના આધારે પોલીસે 18 વર્ષીય યુવકને દબોચી લીધો 
દેવગઢ બારીયામાં એક યુવક ડુપ્લીકેટ 500ના દરની નોટો લઈ ખરીદી કરવા આવવાની બાતમીના આધારે પોલીસે 18 વર્ષીય યુવકને દબોચી લીધો હતો, લઈ પૂછપરછ કરતા યુવકે તેનું નામ પ્રિયજિત સિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે સેવાનિયા તાલુકો દેવગઢબારિયા જિલ્લો દાહોદ છે.

એક જ સીરીયલ નંબરની કલર પ્રિન્ટ કાઢેલી 189 નંગ નોટો મળી
હાલ આરોપી દેવગઢ બારીયા નગરના શિવમ રેસીડેન્સીમાં ભાડાનું મકાનમાં રહે છે. પોલીસે ઘટના સ્થળે આરોપીની તપાસ હાથ ધરતા એ યુવકના ખિસ્સામાંથી 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટ મળી આવી હતી જેને લઇ તેને વધુ પૂછપરછ કરતા યુવકના ભાડાના મકાનમાં તપાસ કરતા ત્યાંથી પોલીસને 500ના દરની એક જ સીરીયલ નંબરની કલર પ્રિન્ટ કાઢેલી 189 નંગ નોટો મળી આવી હતી.
 
કલર પ્રિન્ટરનો ઉપયોગ કરી ડુપ્લીકેટ નોટો બનાવી 
પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા તેને ઓનલાઈન ડુપ્લીકેટ નોટ બનાવવાની રીત જાણી આ કલર પ્રિન્ટરનો ઉપયોગ કરી ડુપ્લીકેટ નોટો બનાવી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે એક 500ના દરની અસલી નોટ સહિત 189 ડુપ્લીકેટ નોટો તેમજ કલર પ્રિન્ટર મોબાઈલ ફોન કબજે લઈ તે યુવકની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હાલ દીવાળીના આડમાં  આવી કેટલી ડુપ્લીકેટ ચલણી નોટો બજારમાં ફરતી થશે તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.