Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદારો, અમદાવાદ જિલ્લામાં છે સૌથી વધુ

વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદારોપ્રથમ તબક્કામાં 5115, બીજા તબક્કામાં 5242 શતાયુઅમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 1500 શતાયુ મતદારવડોદરામાં 716,ભાવનગરમાં 628 શતાયુ મતદારરાજકોટમાં 547,દાહોદમાં 531 શતાયુ મતદારોનર્મદામાં 69,પોરબંદરમાં 109, પાટણમાં 125 શતાયુ મતદારડાંગમાં સૌથી ઓછા 8, તાપીમાં 67 શતાયુ મતદારગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં થવાની છે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટà
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10 357 શતાયુ મતદારો  અમદાવાદ જિલ્લામાં છે સૌથી વધુ
  • વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદારો
  • પ્રથમ તબક્કામાં 5115, બીજા તબક્કામાં 5242 શતાયુ
  • અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 1500 શતાયુ મતદાર
  • વડોદરામાં 716,ભાવનગરમાં 628 શતાયુ મતદાર
  • રાજકોટમાં 547,દાહોદમાં 531 શતાયુ મતદારો
  • નર્મદામાં 69,પોરબંદરમાં 109, પાટણમાં 125 શતાયુ મતદાર
  • ડાંગમાં સૌથી ઓછા 8, તાપીમાં 67 શતાયુ મતદાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં થવાની છે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી થવાની છે. ત્યારે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી થશે, વળી તેનું પરિણામ 8 તારીખે જાહેર થશે. આ બન્ને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો ભાગ લેશે જેમાંથી 10,357 શતાયુ મતદાતા એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જિલ્લાઓમાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં લગભગ 5 કરોડ મતદાતાઓ ભાગ લેવાના છે. જેમાંથી 10,357 શતાયુ મતદાતા છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના જણાવ્યા અનુસાર, "રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે." રાજ્યમાં સૌથી વધુ શતાયુ મતદાતા અમદાવાદમાં છે. અહીં કુલ 1,500 શતાયુ મતદાતાઓ છે. આ ઉપરાંત વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ડાંગમાં છે. અહીં કુલ 08 શતાયુ મતદાતાઓ છે. ઉપરાંત તાપીમાં 67, નર્મદામાં 69, પોરબંદરમાં 109 તેમજ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે. 
આ જિલ્લામાં પણ છે શતાયુ મતદાતા
વળી આ ઉપરાંત બનાસકાંઠામાં 382, ગાંધીનગરમાં 260, મહેસાણામાં 238, અરવલ્લીમાં 200, સાબરકાંઠામાં 164 તેમજ પાટણ જિલ્લામાં 125 શતાયુ મતદારો નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 628, રાજકોટમાં 547, કચ્છમાં 444, જુનાગઢમાં 395, અમરેલીમાં 372, જામનગરમાં 298, ગીર સોમનાથમાં 278, સુરેન્દ્રનગરમાં 278, મોરબીમાં 175, દેવભૂમિ દ્વારકામાં 174, બોટાદમાં 168 તેમજ પોરબંદરમાં 109 શતાયુ મતદારો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં 716, દાહોદમાં 531, આણંદમાં 332, ભરૂચમાં 312, ખેડામાં 280, પંચમહાલમાં 237, છોટાઉદેપુરમાં 145, મહિસાગરમાં 132 તેમજ નર્મદા જિલ્લામાં 69 શતાયુ મતદારો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લામાં 422, વલસાડમાં 238, નવસારીમાં 133, તાપીમાં 67 તેમજ ડાંગ જિલ્લામાં 08 શતાયુ મતદારો નોંધાયા છે.
આ મતદાતાઓ ઘરે બેઠા કરી શકશે મતદાન
અમદાવાદમાં 100 વર્ષના સૌથી વધુ 1500 જેટલા મતદારો ઘરેથી મતદાન કરવાના છે. હાલમાં 80 વર્ષથી વધુ વયના 1.31 લાખથી વધુ મતદારો અમદાવાદમાં છે. ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓ કે જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે વરિષ્ઠ મતદારોએ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરવું હોય તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. જેમાં 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો ઉપરાંત, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મતદારોએ નિયત સમયમર્યાદામાં જરૂરી વિગતો સાથે ફોર્મ-12 ડી ભરીને આપ્યું છે, તેમને ઘરે બેઠા મતદાનનો લાભ મળશે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.