તાપી જીલ્લાના શિક્ષિત યુવાને ઉપાડી ગરીબ બાળકોના ભણતરની ભૂખ સંતોષવાની જવાબદારી
તાપી જિલ્લાના ગાળકુવા ખાતે થઈ રહ્યું છે રાત્રી ભણતર.100 થી વધુ બાળકોની ભણતરની ભુખને સંતોષવાની જવાબદારી ગામના શિક્ષિત યુવાને ઉપાડી.શહેરોમાં મોંઘા ટયુશન ક્લાસની ફી નહિભારી શકનાર ગરીબ આદિવાસી બાળકો માટે કાચા નળિયાંના મકાનમાં રાત્રી ભણતર.તાપી જિલ્લા (Tapi District)ના સોનગઢ તાલુકામાં આવેલ ગાળકૂવા ગામના એક શિક્ષક અને શિક્ષિત યુવાને અનોખી પ્રવૃત્તિ શરુ કરી છે. પોતાના ગામ સહિત આજુબાજુ ગામનàª
- તાપી જિલ્લાના ગાળકુવા ખાતે થઈ રહ્યું છે રાત્રી ભણતર.
- 100 થી વધુ બાળકોની ભણતરની ભુખને સંતોષવાની જવાબદારી ગામના શિક્ષિત યુવાને ઉપાડી.
- શહેરોમાં મોંઘા ટયુશન ક્લાસની ફી નહિભારી શકનાર ગરીબ આદિવાસી બાળકો માટે કાચા નળિયાંના મકાનમાં રાત્રી ભણતર.
તાપી જિલ્લા (Tapi District)ના સોનગઢ તાલુકામાં આવેલ ગાળકૂવા ગામના એક શિક્ષક અને શિક્ષિત યુવાને અનોખી પ્રવૃત્તિ શરુ કરી છે. પોતાના ગામ સહિત આજુબાજુ ગામના વિસ્તારમાં ભણતાં બાળકો અને સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરતાં યુવાનોની ભણતરની ભૂખને સમજી ગામનાં શિક્ષકે પોતાનું મકાન ગામમાં લાયબ્રેરી માટે સમર્પણ કર્યું તો બીજી તરફ ગામના શિક્ષિત યુવાને બાળકોના ભણતર કરવાની નેમ સાથે વિનામૂલ્યે બાળકો અને યુવાનો ને ભણવાનું બેડું ઉપાડ્યું છે.
લાયબ્રેરીમાં રાત્રી દરમિયાન 100 થી વધુ વિધાર્થીઓ ઉત્સાહભેર અભ્યાસ કરે છે
સોનગઢ તાલુકો જે સંપૂર્ણ આદીવાસી વિસ્તાર છે જેમાં સોનગઢના દક્ષિણ વિસ્તારમાં 90 થી વધુ ગામડાઓનો સમાવેશ થાય છે. આ સંપૂર્ણ વિસ્તારમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે વાંચવા માટેના સ્થાનની અછત હતી. જો કે સોનગઢ તાલુકાના દક્ષિણમાં 90 ગામોમાંથી એક ગામમાં વિદ્યાર્થીઓની ભણતરની ભૂખને સંતોષાઇ છે. સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં આવેલ ગાળકૂવા ગામમાં રાત્રી દરમિયાન ચાલતી લાયબ્રેરી શરુ કરાઇ છે જેમાં રાત્રી દરમિયાન 100 થી વધુ વિધાર્થીઓ ઉત્સાહભેર અભ્યાસ કરે છે. આ લાયબ્રેરીમાં ધોરણ -2 થી 10 સુધીના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી યુવાનો આવે છે. ગામના શિક્ષક અશોક ભાઇ ગામીતે પોતાનાં મકાન વિધાર્થીઓના ભવિષ્ય માટે સમર્પણ કર્યું છે. અને બીજી તરફ વિધાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બનવાનું બીડું અને રોજીંદા અભ્યાસ કરવાની જવબદારી ગામના શિક્ષિત યુવાન હાર્દિક ભાઇ એ ઉપાડી છે.
શિક્ષિત યુવાન પીરસે છે શિક્ષણનું ભાથુ
સોનગઢનાં ગાળકુવા ગામે કાચા મકાનમાં ગામના શિક્ષિત યુવાન દ્વારા લાયબ્રેરી ઉભી કરવામાં આવી છે જેમાં ગામ ના હાર્દિક ભાઈ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શાળા છૂટી ગયા બાદ સાંજ ના સમયે શિક્ષણનું ભાથું પીરસવામાં આવી રહ્યું છે સારી વાત તો એ છે કે શિક્ષણ આપનાર હાર્દિક ભાઈ સરકારી આઈટીઆઈ માં ફરજ બજાવે છે અને તેમણે સરકારી નોકરી મેળવવા અંતરિયાળ ગામમાં કોચિંગ વિના ભણતર પૂરું કર્યું છે જેની પ્રેરણા લઈ તેઓ આ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે...
પ્રેરણાદાયી કાર્ય
રાત્રી દરમિયાન લાઇબ્રેરીમાં શિક્ષણ આપનાર યુવાન હાર્દિક ભાઈ એ જણાવ્યું હતું કે ગાળકુવા ગામના વિદ્યાર્થીઓ એ ઉત્તમ કોચિંગ કલાસીસ માટે તાપી જિલ્લા ના વ્યારા શહેર સુધી આવું પડતું હોય છે અને માતા પિતા ખેતી અને પશુપાલન કરતા હોય જે કોચિંગ કલાસ ની ફી ભરપાઈ કરી શકતા નથી જેથી ગામ માં લાઈબ્રેરી ઉભી કરવામાં આવતું અહીં ગામ સહિત આજુબાજુ ગામ ના 100 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષણ મેળવી રહયા છે અને એક વિદ્યાર્થી તો કોન્સ્ટેબલ ની પરીક્ષા માં પાસ થઈ જતા અન્ય વિદ્યાર્થી પણ પ્રેરિત થઈ રહ્યા છે પણ તેઓની માંગ છે કે ગામમાં એક સારી લાઈબ્રેરી સરકારી તંત્ર ઉભી કરી આપે.
એક યુવાન કોન્સ્ટેબલ બન્યો
આ લાઈબ્રેરીમાં અભ્યાસ કરનાર દિપ્તેશ ભાઇ જણાવ્યું હતું કે હું છેલ્લાં ૧ વર્ષ થી અહી લાયબ્રેરીમાં અભ્યાસ કરવા આવું છું. અહી હાર્દિક ભાઇ અભ્યાસ કરાવે મારા માતા પિતા ખેતી કામ અને પશુ પાલન કરે ત્યારે હું વ્યારા જઈને મોંઘા કોચિંગ ક્લાસ કરી શકું તેવું પરિસ્થિતિ નથી એટલે હું અહી અભ્યાસ કરવા આવું છું અને મને ખૂબ લાભ થયો છે. મે આજે કોન્સ્ટેબલની પરિક્ષા પાસ કરી ને સફળતાં મેળવી છે ત્યારે અમે હવે સરકાર જોડે અપેક્ષા રાખીએ છે કે અમારા ગામમાં સારી લાયબ્રેરી બની જાય જેથી અમારા ગામનાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે..
સરાહનીય કાર્ય
આજના જમાના માં શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે ત્યારે કોઈ પણ શિક્ષક અથવા શિક્ષણ પૂરું પાડનાર વ્યક્તિ ફી લઈ શિક્ષણ પૂરું પાડે છે ત્યારે તાપી જિલ્લા ના આદિવાસી વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરી કરતા યુવાને જે બીડું ઉપાડ્યું છે એ ખરેખર સરાહનીય કહી શકાય તેમ છે. અન્ય વિસ્તારો માં પણ શિક્ષિત યુવાનો આ ગામ ના અનોખા શિક્ષણ ની પ્રેરણા લે તો મોંઘાદાટ કોચિંગ કલાસ માં જતા વિદ્યાર્થીઓ ને ગામ માં જ ઉત્તમ શિક્ષણ મળી રહેશે...
સારી લાયબ્રેરી બનાવવા માગ
ગાળકૂવા ગામની આ લાયબ્રેરી હાલ તો કાચી અને નળિયાં મકાનમાં ચાલી રહી છે ત્યારે આ આદીવાસી વિસ્તારમાં ઉત્સાહી વિદ્યાર્થીઓ એ ગુજરત ફર્સ્ટના માધ્યમથી જિલ્લા તંત્ર અને સરકાર જોડે માંગ કરી હતી કે અમારી આ લાયબ્રેરી સારી જિલ્લા તંત્ર અને સરકાર બનાવી આપે તો અમારા વિસ્તારનાં વિદ્યાર્થી સહિત અમે સારી રીતે અભ્યાસ કરી શકીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement