Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી માળિયાના ભાજપના ધારાસભ્યે ભાજપ શાસિત નગરપાલીકાની કાઢી ઝાટકણી

છેલ્લા કેટલાક સમયથી મોરબી (Morbi) નગરપાલિકા ઝૂલતા પુલ બાબતે ચર્ચામાં છે ત્યારે વધુ એક મુદ્દે નગરપાલિકા ચર્ચામાં આવી છે જેમાં મોરબી નગરપાલિકા રોજનું કમાઈને રોજ ખાતી હોય એવો ઘાટ સર્જાયો છે.ભાજપના મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ઓચિંતી રીવ્યુ મિટિંગમાં આવા અનેક ધડાકા થયા હતા.રીવ્યુ મિટિંગ યોજવામાં આવીજેમાં ગઈકાલે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સà
મોરબી માળિયાના ભાજપના ધારાસભ્યે ભાજપ શાસિત નગરપાલીકાની કાઢી ઝાટકણી
છેલ્લા કેટલાક સમયથી મોરબી (Morbi) નગરપાલિકા ઝૂલતા પુલ બાબતે ચર્ચામાં છે ત્યારે વધુ એક મુદ્દે નગરપાલિકા ચર્ચામાં આવી છે જેમાં મોરબી નગરપાલિકા રોજનું કમાઈને રોજ ખાતી હોય એવો ઘાટ સર્જાયો છે.ભાજપના મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ઓચિંતી રીવ્યુ મિટિંગમાં આવા અનેક ધડાકા થયા હતા.
રીવ્યુ મિટિંગ યોજવામાં આવી
જેમાં ગઈકાલે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષ સ્થાને અને મોરબી નગરપાલિકા વહીવટદાર એન.કે.મુછાર તેમજ મોરબી નગરપાલિકા ના ૩૯ સભ્યો ચેરમેન તેમજ અલગ અલગ વિભાગનાં કર્મચારી સાથે રીવ્યુ મિટિંગ યોજવામાં આવી હતી જેમાં મોરબી નગરપાલિકા પાસે સ્વ ભંડોળ નામે મીંડું હોવાનું અને હાલમાં રોજ કમાઈને રોજ ખાવાનો વારો આવ્યો હોય તે રીતે તંત્ર ચાલી રહ્યું છે તેમજ નગરપાલિકાનુ લાઈટ કનેક્શન પણ કટ થઈ જવાની તૈયારીમાં છે કેમ કે ચાર કરોડ જેટલું લાઈટ બિલ ભરવાનુ બાકી છે ત્યારે તમામ વિભાગના કર્મચારીઓ પાસે ખર્ચ ના આંકડા ની વિગતો જાણી તેમાં ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય તે બાબતે કાંતિલાલ અમૃતિયા દવારા સૂચન કરાયું હતું વધુમાં મોરબીમાં ૬૦૦૦ જેટલી LED લાઈટ્સ લગાવવામાં આવી હતી જેને લગાવી દેવાઈ છે પરંતુ જૂની લાઈટ્સ કયા છે તે રોશની વિભાગના કર્મચારી ને ખબર જ નથી અને એક બીજા પર  દોષના ટોપલા ઢોળી દેવાનું શરૂ કર્યું હતું.ત્યાર બાદ સફાઇ કર્મચારી બાબતે પણ મોટો ઘપલો બહાર આવ્યો હતો.જેમાં ૩૧ જેટલા સફાઈ કામદારોના ખોટા નામ ચડાવી પગાર મેળવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો .ત્યારે ગેરેજ વિભાગ ,ગટર વ્યવસ્થા તેમજ રોડ રસ્તાને ઓછા ખર્ચે અને વધુ સારા કેમ બનાવી શકાય તે માટે પણ ધારાસભ્યe જરૂરી સૂચનો આપ્યા હતા.
ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને બે મહિનાનો સમય આપવામાં આવ્યો
વધુમાં આ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓ ને બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે જો તે સમયગાળામ ખર્ચ બાબતે ઘટાડો નહિ આવે તો પાણીચુ પકડાવી દેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.જોકે હાલમાં મોરબી નગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારનુ બેલેન્સ નથી તેમજ અગાઉ બે ત્રણ વર્ષોના લાઈટ બિલ,તેમજ અન્ય ખર્ચાઓ મળી કરોડો રૂપિયા નું દેવું પણ મોરબી નગરપાલિકા પર છે તો આગામી સમયમાં જો લાઇટ બિલ નહિ ભરાય તો મોરબી નગરપાલિકાનું વીજ કનેકશન કટ થઈ જવાની અને અનેક કર્મચારીઓ ના પગાર ચુકવવામાં પણ વાંધા પડી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.