Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી મંદિર ખાતે ગબ્બરની પરિક્રમા કાર્યક્રમ લઈને મિટિંગનું આયોજન

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji)ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ અંબાજી ધામ અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી ગબ્બર ખાતે વર્ષે દહાડે લાખો કરોડો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર પર નાના મોટા 358 સુવર્ણ à
અંબાજી મંદિર ખાતે ગબ્બરની પરિક્રમા કાર્યક્રમ લઈને મિટિંગનું આયોજન
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji)ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ અંબાજી ધામ અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી ગબ્બર ખાતે વર્ષે દહાડે લાખો કરોડો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર પર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગામી 12 થી 16 ફેબ્રુઆરીના રોજ ગબ્બર ખાતે પરિક્રમા નો કાર્યક્રમ યોજાનાર છે ત્યારે આજરોજ અંબાજી મંદિરનાં મીટીંગ હોલમાં બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને જાહેર મીટીંગ યોજાઇ હતી અને આ મિટિંગમાં આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા અપાઈ હતી.
 12 થી 16 ફેબ્રુઆરીના રોજ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર પરિક્રમા
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા આગામી 12 થી 16 ફેબ્રુઆરીના રોજ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર પરિક્રમા યોજાનાર છે. અંબાજી મંદિર ના મીટીંગ હોલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ અને અંબાજી મંદિરના વહીવટદાર રિદ્ધિ વર્મા ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી જેમાં અંબાજી મંદિરના કર્મચારીઓ,અધિકારીઓ, ગ્રામજનો અને વેપારી મંડળ સહિત સર્વ સમાજના લોકો હાજર રહ્યા હતા. અંબાજી મંદિરના ચેરમેન આનંદ પટેલે જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમા ની જેમ અંબાજીના ગબ્બર ખાતે પણ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર પાંચ દિવસ સુધી પરિક્રમા યોજાવા જઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં માઇ ભક્તો અને અંબાજી ગામના લોકો અને આસપાસ ના ગામોમાં રહેતા લોકો દર્શનનો લાભ લે તેવી પણ વિનંતી કરાઈ હતી. પાંચ દિવસ ચાલનારા કાર્યક્રમ માટે વિવિધ કમિટીની પણ રચવામાં આવી છે. મીની ભાદરવી કુંભ આગામી દિવસોમાં ગબ્બર પર્વતની તળેટીમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

ગુજરાતભરમાંથી વિવિધ આનંદ ગરબા મંડળો આવવાના છે
પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી વિવિધ આનંદ ગરબા મંડળો આવવાના છે સાથે સાથે ગુજરાતની અલગ અલગ ભજન મંડળીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાની છે તો બીજી તરફ પાંચ દિવસના આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યાત્રિકો માટે રાખવામાં આવ્યા છે. ગબ્બર ખાતે મહા શક્તિ યજ્ઞ પણ યોજાવાનો છે. ગબ્બર તળેટીમાં આવેલા 51 શક્તિપીઠ પર માર્ગ પર આવેલા 50 માતાજીના મંદિરોમાં માતાજીની પાદુકાઓ ઢોલ નગારા સાથે લઈ જવામાં આવશે. યાત્રિકો બસ લઈને આ કાર્યક્રમમાં આવવા માંગતા હશે તો આ કાર્યક્રમની અમુક રકમ માં તેમને લાભ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.