Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદી સિંહ છે અને કેજરીવાલે સિંહની બોડમાં હાથ નાંખ્યો છે, જાણો કોણે કહ્યું

કેજરીવાલને જેઠાભાઇ ભરવાડનો ખુલ્લો પડકાર કેજરીવાલમાં હિંમત હોય તો શહેરા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી બતાવેઅરવિંદ કેજરીવાલે સિંહની બોડમાં હાથ નાખ્યો છે નરેન્દ્ર મોદી સિંહ છેગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election ) માટે આક્રમક પ્રચાર થઇ રહ્યો છે ત્યારે પંચમહાલના શહેરા બેઠકના ભાજપ (BJP)ના ઉમેદવાર જેઠા ભરવાડે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ને ખુલ્લી ચેલેન્જ આપી હતી. à
નરેન્દ્ર મોદી સિંહ છે અને કેજરીવાલે સિંહની બોડમાં હાથ નાંખ્યો છે  જાણો કોણે કહ્યું
  • કેજરીવાલને જેઠાભાઇ ભરવાડનો ખુલ્લો પડકાર 
  • કેજરીવાલમાં હિંમત હોય તો શહેરા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી બતાવે
  • અરવિંદ કેજરીવાલે સિંહની બોડમાં હાથ નાખ્યો છે 
  • નરેન્દ્ર મોદી સિંહ છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election ) માટે આક્રમક પ્રચાર થઇ રહ્યો છે ત્યારે પંચમહાલના શહેરા બેઠકના ભાજપ (BJP)ના ઉમેદવાર જેઠા ભરવાડે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે પડકાર ફેંક્યો હતો કે અરવિંદ કેજરીવાલમાં હિંમત હોય તો શહેરા બેઠક પર ચૂંટણી લડીને બતાવે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સિંહ છે અને કેજરીવાલે સિંહની બોડમાં હાથ નાંખ્યો છે. 
શહેરામાં આક્રમક ચૂંટણી પ્રચાર 
ગુજરાતની ચૂંટણીનો રાજકીય રંગ હવે જામી રહ્યો છે અને ઉમેદવારો પોતાના હરીફ ઉમેદવારો સામે હાકોટા પડકારા કરતા જોવા મળે છે. આવું જ કંઇક સાંભળવા મળ્યું શહેરા વિધાનસભા બેઠક પર. પંચમહાલની હાઇપ્રોફાઇલ વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી જેઠા ભરવાડ ચૂંટણી લડી રહ્યા છે. 

જે.પી.નડ્ડાએ સંબોધી જાહેરસભા 
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા જેઠા ભરવાડના પ્રચાર માટે મંગળવારે શહેરા આવ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાત મોડેલની ગંગોત્રી ગુજરાત છે. સૌની તસવીર અને તકદીર બદલવાનું કામ ભાજપે કર્યું છે. જેઠાભાઇને જીતાડવાનું આપણું રાષ્ટ્રીય કર્તવ્ય છે. તેમણે કહ્યું કે 27 સંગઠન ક્ષેત્રો બનાવ્યા છે જે આદિવાસી ભાઇ બહેનોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે જેને યાદ રાખવા સાચવવા એ અમારી જવાબદારી છે. ગરીબોને ફ્રી સારવાર મળે એની ચિંતા મોદીજીએ કરી છે અને 50 કરોડ લોકોને વર્ષનું 5 લાખ આરોગ્ય કવચ આપવામાં આવ્યું છે. 200 મેડિકલ કોલેજ ખોલાઇ છે અને ગોધરામાં પણ મેડીકલ કોલેજ ખોલવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ ભારતમાં વેક્સીનનું સુરક્ષા કવચ આપ્યું છે. ડબલ એન્જિન સરકાર છે જેથી ખેડુતોને 15 લાખ કરોડ વ્યાજ મુક્ત લોન મળી છે. 
શું કહ્યું જેઠા ભરવાડે 
આ સભામાં શહેરા બેઠકના ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ વિવાદીત બોલ બોલ્યા હતા. તેમણે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને પડકાર ફેંક્યો હતો કે કેજરીવાલમાં હિંમત હોય તો શહેરા બેઠક પર ચૂંટણી લડીને બતાવે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ દેશના ભાગલા પાડી રહ્યા છે અને ખાલીસ્તાની વિચારધારા ધરાવે છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સિંહ છે અને કેજરીવાલે સિંહની બોડમાં હાથ નાંખ્યો છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.