Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ બેઠક ઉપર 'સાહેબ' સામે ચૂંટણી જંગ લડશે તેમનો જ પૂર્વ ડ્રાયવર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોચક અને રસપ્રદ કહી શકાય તેવા સમાચારો પણ મળતા રહે છે. ચૂંટણીમાં દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોવાથી ક્યારેક એવું પણ જોવા મળે છે કે બે સગા ભાઇ આમને સામને ચૂંટણી લડી રહ્યા હોય તો ક્યાંક પિતા પુત્ર અને ક્યાંક નણંદ ભાભી પણ આમને સામને હોય. આવો જ રસપ્રદ કિસ્સો અમરેલી બેઠક (Amareli seat) પર જોવા મળ્યો છે. અમરેલી વિધાનસભા બેઠક àª
આ બેઠક ઉપર  સાહેબ  સામે ચૂંટણી જંગ લડશે તેમનો જ પૂર્વ ડ્રાયવર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોચક અને રસપ્રદ કહી શકાય તેવા સમાચારો પણ મળતા રહે છે. ચૂંટણીમાં દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોવાથી ક્યારેક એવું પણ જોવા મળે છે કે બે સગા ભાઇ આમને સામને ચૂંટણી લડી રહ્યા હોય તો ક્યાંક પિતા પુત્ર અને ક્યાંક નણંદ ભાભી પણ આમને સામને હોય. આવો જ રસપ્રદ કિસ્સો અમરેલી બેઠક (Amareli seat) પર જોવા મળ્યો છે. અમરેલી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) સામે તેમનો જ પૂર્વ ડ્રાયવર ચૂંટણી લડી રહ્યો છે. 

વિધાનસભાની ચૂંટણીનો જંગ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી રહી છે. પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થયા બાદ ઉમેદવારોને ફોર્મ પણ ભરી દીધા છે અને ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરુ થઇ ગયો છે. મતદારોને અવનવા વચનો આપીને નેતાઓ ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યા છે ત્યારે ચૂંટણીના જંગમાં રોચક અને રસપ્રદ કહી શકાય તેવી ઘટનાઓ પણ જોવા મળી રહી છે. 
અમરેલીમાં પરેશ ધાનાણી સામે તેમનો જ પૂર્વ ડ્રાયવર
વાત છે અમરેલી વિધાનસભા બેઠકની. આ બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. પરેશ ધાનાણી સક્ષમ ઉમેદવાર છે પણ તેમની સામે અપક્ષ ચૂંટણી લડી રહેલા એક ઉમેદવાર વિનોદભાઇ બાબુભાઇ ચાવડાનો ભૂતકાળ રોચક છે. વિનોદ પરેશ ધાનાણીની ગાડીના અગાઉ ડ્રાયવર રહી ચૂક્યા છે. વિનોદ ચાવડાએ અપક્ષ તરીકે તેમના જ પૂર્વ 'સાહેબ' પરેશ ધાનાણીની સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. 

 વિનોદ પણ કોંગ્રેસી વિચારધારાવાળા
અમરેલીના ખીજડીયા ગામના રહેવાસી વિનોદભાઇ ચાવડા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના વર્ષો સુધી ડ્રાયવર હતા. તેમણે 9 વર્ષ સુધી પરેશ ધાનાણીની ગાડી ચલાવી હતી. તેઓ પણ મૂળભુત રીતે કોંગ્રેસી વિચારધારા સાથે સંકળાયેલા છે. આમ છતાં તેઓ હવે તેમના ભુતકાળના સાહેબ પરેશ ધાનાણીની સામે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.  
 શું કહ્યું વિનોદભાઇએ
ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લયુઝિવ વાતચીતમાં વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે તેઓ પરેશ ધાનાણીના 9 વર્ષ સુધી ડ્રાયવર તરીકે હતા. પરેશભાઇ તેમના મોટાભાઇ જેવા છે અને બાપ દિકરાની જેમ રહે છે. વિનોદભાઇએ કહ્યું કે તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે પણ આ ચૂંટણીમાં તેમણે પરેશ ધાનાણી સામે જ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. 

ઓબીસીને ટિકીટ કેમ ના આપી
પરેશ ધાનાણી સામે કેમ અપક્ષ તરીકે ચૂંટણી લડો છો તેવા સવાલના જવાબમાં વિનોદભાઇએ જણાવ્યું કે તેમનું માનવું છે કે અમરેલીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એસસી, એસટી કે ઓબીસી ઉમેદવારને ટિકિટ આપી નથી અને તેઓ ઓબીસીમાંથી આવે છે તેથી તેમણે ઓબીસી ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને કોઇ પણ પક્ષમાંથી નહીં પણ અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વિનોદભાઇએ એમ પણ કહ્યું કે ફોર્મ ભર્યા બાદ પરેશભાઇને આ અંગે જાણ થઇ તો પરેશભાઇએ પણ તેમને આશિર્વાદ આપ્યા છે. 

 આ જંગ રોચક બની રહેશે 
પરેશ ધાનાણીની સામે તેમના જ પૂર્વ ડ્રાઇવરે ચૂંટણી જંગમાં ઝંપલાવતા વિધાનસભાની ચૂંટણી જંગમાં બંને વચ્ચેનો મુકાબલો ભારે રસપ્રદ રહેશે તે વાત ચોક્કસ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.