Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુરમાં ભાદર નદીમાં ઠલવાય છે કલરવાળુ પ્રદુષિત પાણી, ખરાબાની જમીન કે પછી પ્રદુષિત પાણીનું તળાવ ?

ભારતમાં નદીને માનો દરજ્જો આપવામાં આવ્યો છે.. પરંતુ કેટલાક ભ્રષ્ટાચારીઓના પાપને કારણે નદીઓ પ્રદુષિત થઇ રહી છે. ગુજરાત ફર્સ્ટ નદીઓને પ્રદુષિત કરનારા પાપીઓને ઉઘાડા પાડવા માટે મુહિમ ચલાવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમ જેતપુર પહોંચી હતી.. જ્યાં ભાદર નદીં કઇ હદ સુધી પ્રદુષિત કરવામાં આવી રહી છે તેના દ્રશ્યો પોતાના કેમેરામાં કંડાર્યા હતા. કલરવાળુ પ્રદુષિત પાણી નદીમાં પધર
જેતપુરમાં ભાદર નદીમાં ઠલવાય છે કલરવાળુ પ્રદુષિત પાણી  ખરાબાની જમીન કે પછી પ્રદુષિત પાણીનું તળાવ
ભારતમાં નદીને માનો દરજ્જો આપવામાં આવ્યો છે.. પરંતુ કેટલાક ભ્રષ્ટાચારીઓના પાપને કારણે નદીઓ પ્રદુષિત થઇ રહી છે. ગુજરાત ફર્સ્ટ નદીઓને પ્રદુષિત કરનારા પાપીઓને ઉઘાડા પાડવા માટે મુહિમ ચલાવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમ જેતપુર પહોંચી હતી.. જ્યાં ભાદર નદીં કઇ હદ સુધી પ્રદુષિત કરવામાં આવી રહી છે તેના દ્રશ્યો પોતાના કેમેરામાં કંડાર્યા હતા. 
કલરવાળુ પ્રદુષિત પાણી નદીમાં પધરાવી દેવામાં આવે છે 
જેતપુરમાં લગભગ 200 થી 250 જેટલા સાડીના કલરકામના યુનિટ દ્વારા કલરવાળુ પ્રદુષિત પાણી ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે, જેને કારણે ભાદર નદી અત્યંત પ્રદુષિત થઇ ચૂકી છે. ખાસ કરીને જાંબુડી -રબારીકા વચ્ચે આવા યુનિટ્સ આવેલા છે. 
                                         ખરાબાની 
પ્રદુષિત  પાણીના નિકાલ માટે ખરાબાની જમીનનો ઉપયોગ 
એટલુ જ નહીં કેટલીક જગ્યાએ કલરવાળા પ્રદુષિત  પાણીના નિકાલ માટે ખરાબાની જમીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.. અને ખરાબાની જમીનમાં કલરવાળા પ્રદુષિત પાણીના તળાવ બનાવાઇ દેવામાં આવ્યા છે.. 5 કિલ્લોમીટર મોટી પાઇપ લાઇન નાખી કેમિકલ વારુ પાણી સરકારી ખરાબાવાળી જમીનમાં ઠાલવવામાં આવી રહ્યું છે. આ કૃત્યને કારણે ભૂગર્ભજળ પ્રદુષિત થઇ રહ્યા છે.. અને આસપાસના ખેતરોમાં ઉગતા પાક પર પ્રતિકુળ અસર થઇ રહી છે. 

જાંબુડી-રબારીકા વચ્ચે આવેલા છે પ્રદુષણ ફેલાવનારા યુનિટ્સ 
જાંબુડી-રબારીકા વચ્ચે આવેલા સોફરમાંથી ખુલ્લે આમ પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે.  જાંબુડીના સરપંચ ચંદુભાઈ પટેલ જ સોફર ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આની સામે શા માટે આંખ આડા કાન કરી રહ્યું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.