શક્તિપીઠ અંબાજી ખાતે આજથી દેવી ભાગવત કથા
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્àª
Advertisement
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે,એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે .અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે.વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
પોથી યાત્રા યોજાઇ
શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં વ્યાસ પીઠાચાર્ય પરમ પૂજ્ય શ્રી માઈ ધર્મચાર્ય શ્રી હરેન્દ્ર બાલેંદુ ભગવતી કેસર ભવાની મહારાજ (શ્રી માઈ મંદિર નડિયાદ વાળા) દ્વારા તારીખ 6 ફેબ્રુઆરી થી તારીખ 14 ફેબ્રુઆરી સુધી 25 પોથી પારાયણ સાથે શ્રીમદ દેવી ભાગવત કથા અંબાજી મંદિરના ચાચર ચોકમાં આજથી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેડબ્રહ્મા રોડ પર આવેલા ડીકે ત્રિવેદી રેસીડેન્સથી જીતેન્દ્રભાઈ ડી પરિવાર દ્વારા પોથી યાત્રા શરૂ થઈ હતી જે અંબાજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.
મહિલાઓ દ્વારા માતાજીની આરાધના પણ કરવામાં આવી
અંબાજીના દાનવીર શ્રી જીતેન્દ્રભાઈ ડી ત્રિવેદી અને ત્રિવેદી માર્બલ પરિવાર દ્વારા પોથી યાત્રા બપોરે શરૂ થઈ હતી. મોટી સંખ્યામાં પોથી યાત્રામાં લોકો જોડાયા હતા. મહિલાઓ દ્વારા માતાજીની આરાધના પણ કરવામાં આવી હતી. પોથી યાત્રા અંબાજીના માર્ગો પર ઘુમી ત્યારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પરામ્બા શ્રી માઈ તથા શ્રી આદ્ય માઈ જગતગુરુ, પરમ પૂજ્ય 1008 શ્રી કનિષ્ઠ કેશવ મહારાજ તથા પરમ પૂજ્ય 1008 શ્રી શ્રી માઈ બ્રહ્મલિન શ્રી માઈ જગતગુરુ ભગવતી કેશવભવાની મહારાજની અસીમ કૃપા અને અમર આશીર્વાદ થી 25 વર્ષ બાદ શ્રી અંબાજી ધામમાં મા અંબાના ચાચર ચોકમાં શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન 25 પોથી પારાયણ સાથે આજથી શરૂ થનાર છે ત્યારે અંબાજી ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને ભક્તો બપોરે પોથી યાત્રા સહિત કથામાં ભક્તો હાજરી આપી અને ભગવાનની આરાધના કરતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિર ખાતે પોથીયાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
6/2/23 થી 14/2/23 સુધી અંબાજી મંદિર ખાતે બપોરે કથા
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શ્રીમદ દેવી ભાગવત કથાનો પ્રારંભ થયો છે તે અગાઉ પોથીયાત્રા ડીકે ત્રિવેદી રેસીડેન્સથી અંબાજી મંદિર સુધી યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અંબાજી આનંદ ગરબા મંડળની બહેનો અને ત્રિવેદી પરિવાર આ પોથીયાત્રા મા ગરબે ઘૂમી અંબાજી મંદિર સુધી આવ્યા હતા. અંબાજી પીઆઇ ધવલ પટેલે પણ પોથી યાત્રામા હાજરી આપી હતી. ડી કે ત્રિવેદી રેસીડેન્સ ખાતે પોથી યાત્રા શરૂ થાય તે અગાઉ માતાજીની આરતી કરવામાં આવી હતી. પોથીયાત્રા અંબાજીના માર્ગો પર ફરી અંબાજી મંદિર સુધી પહોંચી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.