Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મતદાન માટે અમદાવાદના વહિવટી તંત્રએ પૂર્ણ કરી તમામ તૈયારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જ્યારે આગામી 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે.મતદાન માટે અમદાવાદ (Ahmedabad) કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદમાં 5599 બૂથ ઉભા કરાશે5 ડિસેમ્બરે બીજા તબક્કામાં અમદાવાદની 21 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. આજે સાંજે 5 વાગે પ્રચાર  પડઘમ શાંત થઇ રહ્યા છે ત્યારે તંત્રએ પણ તમામ તૈયાર
મતદાન માટે અમદાવાદના વહિવટી તંત્રએ પૂર્ણ કરી તમામ  તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જ્યારે આગામી 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે.મતદાન માટે અમદાવાદ (Ahmedabad) કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 
અમદાવાદમાં 5599 બૂથ ઉભા કરાશે
5 ડિસેમ્બરે બીજા તબક્કામાં અમદાવાદની 21 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. આજે સાંજે 5 વાગે પ્રચાર  પડઘમ શાંત થઇ રહ્યા છે ત્યારે તંત્રએ પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમદાવાદમાં 21 વિધાનસભા બેઠકોમાં મતદાન માટે  5599 બુથની વ્યવસ્થા કરાઈ છે. દરેક વિધાનસભામાં 7 સખી બુથનું પણ આયોજન કરાયુ છે.સખી બુથ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. 
તમામ તૈયારીઓ પૂર્ણ
આ સાથે Evm મશીન, પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પણ પૂર્ણ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે જેથી તેમને કોઈ તકલીફ ન પડે.આ વખતે સૌ પ્રથમ વખત દિવ્યાંગો માટે અલગ પ્રકારની એપ્લિકેશન પણ તૈયાર કરાય છે જેમાં દિવ્યાંગો દ્વારા ચૂંટણીના દિવસે તેમનું નામ નોંધાતા તેમને તેમના ઘરેથી લઈ જવાની વ્યવસ્થા તથા વ્હીલચેરમાં કોઈપણ બૂથ પર જવા માટેની વ્યવસ્થા પણ કરાઈ છે. .. 
2800 વેબ કાસ્ટિંગ થશે
જ્યારે 2800 જેટલા બુથ પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. કોઈ પણ ફરિયાદ આવશે તેની વેબ કાસ્ટિંગ દ્વારા ત્વરિત નિકાલ કરવામાં આવશે. તમામ લોકોએ મત આપવો જોઈએ તેવી અમદાવાદ કલેકટરે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ દ્વારા મતદારોને અપિલ કરી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.