વલસાડ જીલ્લાનું એવું ગામ, જ્યાં હજું પણ સચવાયા છે મહાભારત કાળના અવશેષ
વલસાડ (Valsad) જિલ્લાનો કપરાડા તાલુકો અંતરિયાળ પહાડી વિસ્તાર છે. સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના પહાડો અને જંગલોમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીઓના દેવી-દેવતાઓના સ્થાનક સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. જોકે આજે આપને વાત કરીશું વલસાડના અંતરિયાળ પહાડી અને જંગલ વિસ્તારમાં મહાભારત કાળ (Mahabharata Period) સાથે જોડાયેલ એક સ્થળ અને લોકોની માન્યતા વિષય પર આવો જોઈએ આ અહેવàª
Advertisement
વલસાડ (Valsad) જિલ્લાનો કપરાડા તાલુકો અંતરિયાળ પહાડી વિસ્તાર છે. સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકાના પહાડો અને જંગલોમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીઓના દેવી-દેવતાઓના સ્થાનક સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. જોકે આજે આપને વાત કરીશું વલસાડના અંતરિયાળ પહાડી અને જંગલ વિસ્તારમાં મહાભારત કાળ (Mahabharata Period) સાથે જોડાયેલ એક સ્થળ અને લોકોની માન્યતા વિષય પર આવો જોઈએ આ અહેવાલ..
ચોમાસામાં આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર
વલસાડ જિલ્લાનો આ કપરાડા તાલુકો અંતરિયાળ પહાડી અને જંગલો નો વિસ્તાર છે. આ વિસ્તારમાં નદી નાળાઓ ચોમાસા દરમિયાન છલકાય છે. ચોમાસામાં આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાથી કપરાડા ને ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે. મહત્વનું છે કે કપરાડા તાલુકામાં સંપૂર્ણ આદિવાસી વસ્તી છે અને આદિવાસીઓ પોતાના આસપાસના પહાડો, નદી નાળાઓ અને ડુંગરો સહિત આદિવાસીઓના આસ્થા સમાન માવલી માતા અને વાઘદેવતા સહિત ડુંગર દેવને પણ આદિવાસીઓ દેવની જેમ પૂજે છે. કપરાડાના આ પહાડી અને જંગલ વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીઓના આસ્થાના પ્રતીક ક્ષમા અનેક સ્થળો આવેલા છે. આ ઉપરાંત કેટલાક પૌરાણિક માન્યતા ધરાવતા સ્થળો પણ જોવા મળે છે.
રોહિયાળ તલાટ ગામ મહાભારત કાળ સાથે જોડાયેલુ સ્થળ
કપરાડાના રોહિયાળ તલાટ ગામમાં કોલક નદી કિનારે આવેલું આવું જ એક પૌરાણિક અને મહાભારત કાળ સાથે જોડાયેલુ એક અનોખું સ્થળ છે. આદિવાસીઓની આસ્થાનું આ સ્થળ આજે પણ ચમત્કાર થી ઓછું નથી. રોહિયાળ તલાટ ગામમાં કોલક નદી કિનારે એક પૌરાણિક જગ્યા આવેલી છે જે મહાભારત કાળ સાથે જોડાયેલી છે. કોલક નદીના કિનારેના પટમાં પથ્થરો વચ્ચે પૌરાણિક કુંડો આવેલા છે. આ વિશાળ કુંડો મહાભારત કાળ સાથે જોડાયેલા હોવાનુ અહીંના આદિવાસીઓ માને છે.
7 કુંડ આવેલા છે
રોહિયાળ તલાટ ગામ નજીકથી પસાર થતી કોલક નદી પથ્થરો અને ડુંગરો વચ્ચેથી વહે છે. કેટલીક જગ્યાએ નદીના પાણીના પ્રચંડ પ્રવાહ એ નદીના પટમાંથી પણ રસ્તો કર્યો છે. ત્યારે રોહિયાળ તલાટ ગામ નજીક કોલક નદીના પટમાં આવેલ કુંડોમાં
ધાર કુંડ જે (પાંડવ કુંડ) તરીકે ઓળખાય છે.
નદીના પટમાં આવેલા બે કુંડ જે (સવતી) તરીકે ઓળખાય છે.
બાદડી કુંડ
ભીમ કુંડ
રાઠી કુંડ
વજરી કુંડ
આમ કોલક નદીના પટમાં નાના મોટા 7 કુંડ આવેલા છે. આ કુંડ આ વિસ્તારના આદિવાસીઓ માટે આસ્થાનું પ્રતીક છે.
આદિવાસીઓ આ કુંડોને દેવી દેવતા તરીકે પૂજા કરે છે
અહીંના આદિવાસીઓ આ કુંડોને દેવી દેવતા તરીકે પૂજા કરે છે. આપને જણાવી દઈએ કે નદીના પટમાં પથ્થરો વચ્ચે દેખાતા વિશાળકુંડ મહાભારત કાળ સાથે જોડાયેલ હોવાની માન્યતા છે. અહીંના સ્થાનિક આદિવાસીઓ માને છે કે જ્યારે મહાભારત કાળ વખતે પાંડવો વનવાસ કાઢી રહ્યા હતા એ દરમિયાન પાંડવો અહીંથી પસાર થયા હતા અને આ જગ્યા પર જ્યાં અત્યારે કુંડ આવેલા છે આ કુંડોમાં પાંડવો એ સ્નાન કર્યું હતું અને અહીંયા વિશ્રામ કર્યો હતો. આથી આ કુંડોને અહીંના આદિવાસીઓ પેઢીઓની પેઢીઓથી અને પરંપરાગત રીતે પાંડવોના કુંડ તરીકે ઓળખે છે.
વિશાળ કુંડને આદિવાસીઓ ચમત્કારિક કુંડ માને છે
આ વિસ્તારના આદિવાસીઓ માટે આ કુંડો આસ્થાનું પ્રતિક માનવામાં આવી રહ્યા છે. આ જગ્યા પર એક પછી એક નાના મોટા સાત કુંડો આવેલા છે. મોટાભાગના કુંડમાં નીચેથી બીજા કુંડમાં જઈ શકાય છે. આ કુંડો એકબીજા સાથે જોડાયેલા છે. કોલક નદીના પટમાં પથ્થરોની વચ્ચે આ વિશાળ કુંડને આદિવાસીઓ ચમત્કારિક કુંડ માને છે કારણ કે આ કુંડમાં આજ સુધી પાણી ક્યારેય સુકાયું નથી. ઉનાળામાં અહીંના તમામ નદી નાળાઓ અને અન્ય જળ સ્ત્રોત એવા કુવાઓ સુકાઈ જાય છે. પરંતુ કોલક નદીના પટમાં આવેલા આ પૌરાણિક પાંડવ કુંડ ક્યારેય સુકાતા નથી. ઉનાળામાં કોલક નદી આખી સુકાઈ જાય છે. નદીના બંને કિનારા તરફના જંગલો પણ સુકાઈ જાય છે પરંતુ પાંડવ કુંડ તરીકે ઓળખાતા આ કુંડો ચમત્કારિક રીતે આખું વર્ષ પાણીથી છલો છલ રહે છે અને આખું વર્ષ આ કુંડો પાણીથી ભરાયેલા રહે છે. આથી આ કુંડોને ધૈરવી અને ચમત્કારી કુંડ તરીકે અહીંના આદિવાસીઓ દેવ તરીકે પૂજે છે. બાપ દાદા ની વખતથી ચાલતી આવતી માન્યતા અનુસાર આજે પણ આ વિસ્તારના આદિવાસીઓ આ કુંડોને દેવ તરીકે પૂજતા આવ્યા છે.
આ કુંડો ખૂબ જ ઊંડા છે અને રાઠી કુંડની તળિયે વિશાળ શિવલિંગ આવેલું છે
આ વિસ્તારના આદિવાસીઓનું માનવું છે કે આ કુંડો ખૂબ જ ઊંડા છે અને રાઠી કુંડની તળિયે વિશાળ શિવલિંગ આવેલું છે પરંતુ આજ સુધી આ કુંડોમાં પાણી ભરેલું જ રહેતું હોવાથી શિવલિંગને નરી આંખે જોઈ શકતા નથી જેથી થોડા સમય અગાઉ ગામના કેટલાક લોકોએ કુંડની નીચે તળિયે આવેલા વિશાળ શિવલિંગને જોવા અને દર્શન કરવા આ કુંડને ખાલી કરવા માટે અંદરથી પાણી બહાર ઉલેચવા માટેના પ્રયાસ કરેલા અને કુંડમાંથી પાણી બહાર કાઢવાના પ્રયાસ કરવા છતાં પણ આ કુંડો માંથી પાણી ઓછું થયું નહોતું પરંતુ જે લોકોએ આ કુંડમાંથી પાણી કાઢવાના પ્રયાસ કર્યા હતા તે લોકો બીમાર પડ્યા હોવાનું અહીંના આદિવાસીઓ જણાવી રહ્યા છે. આથી જે લોકોએ કુંડને ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો તે લોકો પર દેવનો પ્રકોપ વરસ્યો હતો અને તે બીમાર પડ્યા હતા આથી ત્યારબાદ થી આજ સુધી આ વિસ્તારના લોકોએ આ કુંડને ફરી વખત ખાલી કરવાનો ક્યારેય પ્રયાસ નથી કર્યો. અને પોતે તો પાણી નથી કાઢતા પરંતુ બહારથી આવતા વ્યક્તિ ઓને પણ કુંડમાંથી પાણી બહાર કાઢવા મનાઈ કરે છે.
પ્રકૃતિપુજક આદિવાસીઓના વિસ્તારમાં આવા અનેક સ્થળો
આમ કપરાડા ના જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલા નદી નાળાઓના કિનારે આદિવાસીઓના આસ્થાના પ્રતીક સમાન અનેક સ્થળો આવેલા છે. ત્યારે કપરાડા ના રોહિયાળ તલાટ ગામમાં નદીના પટમાં આવેલા આ કુંડો આજે પણ આસ્થા નું પ્રતીક માનવામાં આવે છે. અહીંના આદિવાસીઓ પેઢીઓથી આ કુંડોને પૌરાણિક માને છે મહાભારત કાળ વખતના કુંડો ને આદિવાસીઓ પાંડવ કુંડ તરીકે ઓળખે છે. આથી ક્યારે ખાલી ન થતા કુંડોમાં દેવીય શક્તિ હોવાનું માની આદિવાસીઓ સમયાંતરે તેની પૂજા અર્ચના પણ કરે છે. આમ પ્રકૃતિપુજક આદિવાસીઓના વિસ્તારમાં આવા અનેક સ્થળો છે જેને આદિવાસીઓ પૂરી શ્રદ્ધાપૂર્વક દેવી-દેવતાઓ તરીકે પૂજતા આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ