Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સારો ફિઝિયોથેરેપિસ્ટ તે જ છે જેની વારંવાર દર્દીને જરુર ના પડે : PM MODI

અમદાવાદમાં યોજાઇ 60મી ફિઝીયોથેરેપી નેશનલ કોન્ફરન્સવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વીડિયો કોન્ફરન્સથી કર્યુ સંબોધનફિઝિયોથેરેપી કોન્ફરન્સમાં સીએમ ઉપસ્થિતવર્ક આઉટ ડોર ફીટ ઇન્ડિયા થીમ પર યોજાઇ મીટદેશ વિદેશના 2000 પ્રતિનિધિ કોન્ફરન્સમાં ઉપસ્થિતબે દિવસીય કોન્ફરન્સમાં 400 થી વધુ સંશોધન પેપર્સ રજૂ થશેગુજરાતમાં ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ (IAP) ની 60મી નેશનલ કોન્ફરન્સ (National Conference)નું
સારો ફિઝિયોથેરેપિસ્ટ તે જ છે જેની વારંવાર દર્દીને જરુર ના પડે   pm modi
  • અમદાવાદમાં યોજાઇ 60મી ફિઝીયોથેરેપી નેશનલ કોન્ફરન્સ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વીડિયો કોન્ફરન્સથી કર્યુ સંબોધન
  • ફિઝિયોથેરેપી કોન્ફરન્સમાં સીએમ ઉપસ્થિત
  • વર્ક આઉટ ડોર ફીટ ઇન્ડિયા થીમ પર યોજાઇ મીટ
  • દેશ વિદેશના 2000 પ્રતિનિધિ કોન્ફરન્સમાં ઉપસ્થિત
  • બે દિવસીય કોન્ફરન્સમાં 400 થી વધુ સંશોધન પેપર્સ રજૂ થશે
ગુજરાતમાં ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ (IAP) ની 60મી નેશનલ કોન્ફરન્સ (National Conference)નું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિને અચાનક ઈજા થાય છે ત્યારે તે તેના માટે માત્ર શારીરિક આઘાત જ નથી પરંતુ તે માનસિક આઘાત પણ છે. આવા સમયે ફિઝિયોથેરાપિસ્ટ તેની સારવાર જ નહીં પરંતુ તેને પ્રોત્સાહિત પણ કરે છે. ઘણી વાર મને તમારા વ્યવસાય અને તમારી વ્યાવસાયિકતામાંથી ઘણી પ્રેરણા પણ મળે છે. 

દેશમાં મજબૂત સામાજિક સુરક્ષા નેટ 
પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત યોજના અથવા સરકારની સામાજિક સુરક્ષા યોજના હેઠળ દેશમાં મજબૂત સામાજિક સુરક્ષા નેટ તૈયાર કરવામાં આવી છે. આજે આનાથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગ મોટા સપના જોઈ શકે છે અને તેને સાકાર કરવા માટે હિંમત એકત્ર કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આપણા દેશના ગરીબોને એક આધારની જરૂર છે, બેંક ખાતું ખોલાવવું હોય, શૌચાલય બનાવવું હોય કે લોકોને નળમાં પાણી પૂરું પાડવું હોય, અમે આવા અનેક અભિયાનો દ્વારા લોકોને સમર્થન આપ્યું છે.
Advertisement

સારા ફિઝિયોથેરાપિસ્ટ તે છે જેની દર્દીને વારંવાર જરૂર પડતી નથી
ગુજરાતમાં ઈન્ડિયન એસોસિએશન ઑફ ફિઝિયોથેરાપિસ્ટના 60માં રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે સારા ફિઝિયોથેરાપિસ્ટ તે છે જેની દર્દીને વારંવાર જરૂર પડતી નથી. આપણે કહી શકીએ કે અમારો ઉદ્દેશ્ય લોકોને સ્વ-નિર્ભર બનાવવાનો છે. આજે, જ્યારે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તમારા વ્યવસાયના લોકો સરળતાથી સમજી શકે છે કે આપણા દેશના ભવિષ્ય માટે તે શા માટે મહત્વપૂર્ણ છે. પીએમએ કહ્યું કે ઈજા હોય, પીડા હોય, યુવા હોય, રમતવીર હોય, વૃદ્ધ હોય કે ફિટનેસના શોખીન હોય, ફિઝિયોથેરાપિસ્ટ દરેક પરિસ્થિતિમાં દરેક ઉંમરના લોકોના સાથી બનીને તેમની સમસ્યાઓ દૂર કરે છે.
તમે મુશ્કેલ સમયમાં આશાનું પ્રતિક બનો છો
તમે મુશ્કેલ સમયમાં આશાનું પ્રતિક બનો છો. પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડિયન એસોસિયેશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટની 60મી નેશનલ કોન્ફરન્સ માટે આપ સૌને શુભકામનાઓ. મને ખુશી છે કે મેડિકલ ક્ષેત્રના આટલા બધા પ્રોફેસરો એક સાથે આવી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.