Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇસ્કોન મંદિરમાં વસતા સાધુ સંતોને પ્રથમવાર નવા બારકોડ રેશનકાર્ડ અપાશે

(અહેવાલ - સંજય જોષી, અમદાવાદ) અમદાવાદ મા ઇસ્કોન મંદિર સકુંલ મા વસવાટ કરતા સાધુ-સંતો ને પ્રથમવાર નવા બારકોડ રેશનકાર્ડ આપવાની કવાયત હાથ ધરવામાં આવી. અમદાવાદ ના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી જશવંત જેગોડા ની સીધી દેખરેખ...
11:21 PM Apr 22, 2023 IST | Viral Joshi

(અહેવાલ - સંજય જોષી, અમદાવાદ)

અમદાવાદ મા ઇસ્કોન મંદિર સકુંલ મા વસવાટ કરતા સાધુ-સંતો ને પ્રથમવાર નવા બારકોડ રેશનકાર્ડ આપવાની કવાયત હાથ ધરવામાં આવી. અમદાવાદ ના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી જશવંત જેગોડા ની સીધી દેખરેખ હેઠળ એલિસબિજ ઝોન મા આવતા ઈસ્કોન મંદિર સકુંલ મા બારકોડ રેશનકાર્ડ માટે ના વિશેષ કેમ્પ નું આયોજન થયું હતું.

વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળશે

એલિસબિજ ઝોન ના મદદનીશ પુરવઠા નિયામક ડોક્ટર કીર્તિ પરમાર અને ઝોનલ ઓફિસર સહદેવસિંહ રાઠોડ ની પુરવઠા વિભાગ ની ટીમ એ નવા બારકોડ રેશનકાર્ડ માટે ની પ્રક્રિયા હાથ ધરી. ઈસ્કોન મંદિર ના કોમ્યુનિકેશન ડાયરેકટર હરેશ ગોવિંદ દાસ એ સકુંલ મા વસવાટ કરતા તમામ સાધુ-સંતો સહિત મંદિર સકુંલ મા રેશનકાર્ડ થી વંચિત તમામ ના નવા બારકોડ રેશનકાર્ડ માટે ના ઉપલબ્ધ પુરાવા ઓના આધારે ફોમઁ ભરાવ્યા હતા. નવા બારકોડ રેશનકાર્ડ થકી સાધુ સંતોને પણ ભારત સરકાર ની આયુષ્યમાન કાર્ડ સહિત ની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો આગામી સમય મા લાભ મેળવી શકે તે હેતુ થી આ વિશેષ કેમ્પ નું આયોજન દિવસ દરમ્યાન કરાયું હતું.

અન્ન સુરક્ષા યોજના હેઠળ આવરી લેવા કવાયત

 

 

આ પણ વાંચો : ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના રિમાન્ડ મંજુર

Tags :
AhmedabadGujaratGujarati NewsISKCON SaintsRation Cards
Next Article