Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલ પોલીસ દ્વારા નવતર પ્રયાસ : પાવાગઢ ખાતે માઈ ભક્તો માટે પોલીસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ  પંચમહાલ પોલીસ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવા માં આવ્યો છે. આજ રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવા માં આવ્યું હતું. આ કેમ્પ જાહેર જનતા માટે રાખવા માં...
પંચમહાલ પોલીસ દ્વારા નવતર પ્રયાસ   પાવાગઢ ખાતે માઈ ભક્તો માટે પોલીસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 
પંચમહાલ પોલીસ દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવા માં આવ્યો છે. આજ રોજ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવા માં આવ્યું હતું. આ કેમ્પ જાહેર જનતા માટે રાખવા માં આવ્યો હતો જેમા દરેક રોગોનું ફ્રી માં નિદાન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા પોલીસ પોતાની સામાજિક જવાબદારીના ભાગ રૂપે લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રયત્નશીલ બની માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખ્યાલ રાખી રહી છે પરંતુ લોકોના આરોગ્યની ચિંતા પણ હવે પોલીસ કરી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ પંચમહાલ પોલીસ દ્વારા પૂરું પાડવા માં આવી રહ્યું છે.પંચમહાલ પોલીસ દ્વારા આયોજિક આ મેડિકલ કેમ્પમાં વિવિધ રોગો સંબંધી તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી આવેલ માઈ ભક્તોએ આ મેડિકલ કેમ્પ માં ચેકીંગ કર્યું હતું અને પોલીસ દ્વારા આ કેમ્પની સરાહના પણ કરી હતી.
Image preview
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા. માતાજીના દર્શન માટે આવેલા ભક્તોએ દર્શન કર્યા પછી મંદિર પરિસરમાં ગરબે ઘૂમી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન માટે દૂર દૂર થી આવી પહોંચ્યા હતા અને મતાજીના જયઘોષ થી મંદિર પરિસરને ગુંજવી દીધું હતું.
Image preview
બીજી તરફ રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતાં હોવાથી પંચમહાલ પોલીસ દ્વારા પ્રથમવાર હાલોલ મેડિકલ એસોસિએશન અને તાજપુરા આઈ હોસ્પિટલના સહયોગ થકી નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક  સર્વ રોગ  નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
Image preview
જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. દરમિયાન આંખના નંબર ચેક કરવા સાથે જ સ્થળ ઉપર જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ચશ્માં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસવડા,હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. વિજય પટેલ  સહિત ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢ દર્શન માટે આવેલા મુલાકાતીઓએ પોલીસની કાયદો વ્યવસ્થાની જવાબદારી ઉપરાંત જનતાના આરોગ્ય સુખાકારીની ભાવના અને કાર્ય ને બિરદાવ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.