Rajkot: મનપા અને PGVCLની બેદરકારીએ લીધો નિર્દોષ યુવતીનો જીવ!
Rajkot: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ફરી એકવાર રાજકોટ (Rajkot) મનપાની બેદરકારીથી સામે આવી છે. રાજકોટ મનપાની બેદરકારીના કારણે એક યુવતીનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ (Rajkot)માં પણ અત્યારે વરસાદ થયો છે. નોંધનીય છે કે, અત્યારે વરસાદને લઈને મનપાની બેદરકારી જ નહીં પરંતુ ઘોર બેદરકારી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજકોટમાં તંત્રની બેદરકારીએ નિર્દોષ યુવતીનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે.
ક્યાં સુધી મનપાના પાપે લેવાતા રહેશે જીવ?
તમને જણાવી દઈએ કે, રાજકોટ મનપા (Rajkot Municipal Corporation) અને PGVCL (Paschim Gujarat Vij Company Ltd)ની પોલ ખૂલી છે. મનપા અને PGVCLની બેદરકારી સામાન્ય લોકો માટે જીવલેણ સાબિત થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટમાં રસ્તા પર વીજ વાયર અડી જતા એક યુવતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે વિગતો એવી સામે આવી રહીં છે કે, રોડ પર ભરાયેલા પાણીથી કરંટ આવ્યો હોવાનું સામે આવ્યું છે.
નાના મૌવા રોડ પર અમૃતસર હાટી પાસે બની ઘટના
આ ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં યુવતી વીજપોલને સ્પર્શી જતા કરંટ લાગ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, નાના મૌવા રોડ પર અમૃતસર હાટી પાસે આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નિરાલી કાકડીયા નામની યુવતીનું કરંટ લાગતા મોત થયું છે. જેથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આ યુવતનું તંત્રના પાપે અકાળે મોત થયું છે. જેથી પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.