ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navratri 2024: સ્વામિનારાયણના સ્વામીના બફાટનો ચોતરફ વિરોધ, અનેક લોકો આ નિવેદનને વખોડ્યું

તમામ સમાજના સંતોનો અમે આદર કરીએ છીએ: યજ્ઞેશ દવે સંતના બફાટ સામે પરમ ધર્મ સંસદના પ્રવક્તા કિશોર દવેનું નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર કરાય છે વિરોધ Navratri 2024: ગુજરાતીઓના ગરબા અત્યારે જગતભરમાં પ્રખ્યાત છે. ગુજરાત સહિત વિશ્વભરમાં શક્તિ આરાધનાનાં...
08:51 PM Oct 05, 2024 IST | VIMAL PRAJAPATI
Navratri Swamy's disputed statement
  1. તમામ સમાજના સંતોનો અમે આદર કરીએ છીએ: યજ્ઞેશ દવે
  2. સંતના બફાટ સામે પરમ ધર્મ સંસદના પ્રવક્તા કિશોર દવેનું નિવેદન
  3. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર કરાય છે વિરોધ

Navratri 2024: ગુજરાતીઓના ગરબા અત્યારે જગતભરમાં પ્રખ્યાત છે. ગુજરાત સહિત વિશ્વભરમાં શક્તિ આરાધનાનાં મહાપર્વ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. માઈભક્તોમાં નવરાત્રિ (Navratri 2024)ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ચોતરફ આનંદ અને ઉલ્લાસનો માહોલ છે. આ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક સ્વામીનાં વક્તવ્યથી વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલ બફાટનો ચોતરફ વિરોધ ઉઠી રહ્યો છે. બ્રહ્મસમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘અમે તમામ સમાજના સંતોને આદર કરીએ છીએ.’

આ પણ વાંચો: 200 થી 300 જેટલા પેન્શનરોને નથી મળ્યું છેલ્લા બે માસથી પેન્શન, જાણો શું છે કારણે....

નવરાત્રી એ ભગવતીની ઉપાસનાનો સંદેશ આપે છેઃ કિશોર દવ

પરમ ધર્મ સંસદના પ્રવક્તા કિશોર દવેના જણાવ્યા અનુસાર, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નાણવારીએ વિવાદ સર્જવાની પ્રવૃત્તિઓ ઘટતી નથી અને સંપ્રદાયના વિચારોનો સતત વિરોધ કરવામાં આવે છે.’ કિશોર દવે આગળ કહ્યું કે, ‘નવરાત્રી એ ભગવતીની ઉપાસનાનો સંદેશ આપે છે,’ અને તે બફાટને હલકી ભાષામાં રજૂ કરવામાં આવી છે, જે માઇ ભકતોને ઠેસ પહોંચાડે છે.

આ પણ વાંચો: Gondal: પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની સાથે આધુનિકતાનો સમન્વય, જુઓ આ અદભુત તસવીરો

અખિલ ભારતીય ગુજરાતી સમાજના પ્રદેશ પ્રમુખુનું નિવેદન સામે આવ્યું

આ સાથે સાથે અખિલ ભારતીય ગુજરાતી સમાજના પ્રદેશ પ્રમુખુનું નિવેદન પણ સામે આવ્યું છે. અખિલ ભારતીય ગુજરાતી સમાજના પ્રદેશ પ્રમુખ રાજેન્દ્ર ટાંકે પણ કટકચીત નિવેદન કર્યું છે. જેમાં તેમણે સ્વામીના બફાટને યોગ્ય ગણાવ્યું નહીં અને સમાજમાં તેની અટક કરવા માટે કાયદાકીય પગલાં લેણારાની ચેતવણી આપી છે. ‘24 કલાકમાં માફી નહીં માંગે તો કાયદાકીય કાર્યવાહી કરાશે," તેમ ટાંકનું કહેવું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘સ્ત્રી પ્રત્યે બોલવું અશોભનીય છે’ અને નવરાત્રીનો "લવરાત્રી" તરીકેનો ઉલ્લેખ કરવો નિષેધી ગણવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat: ગરબાના રંગમાં ભંગ પડી શકે છે મેઘરાજા, અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી

Tags :
GujaratGujarati NewsNavratri 2024SwaminarayanSwaminarayan's SwamiSwamy's disputed statementSwamy's disputed statement News
Next Article