Pavagadh: હિલ સ્ટેશનને પણ ભુલાવી દે એવો કુદરતી નજારો, વાદળોથી ઢંકાયો ડુંગર
Pavagadh: ગુજારાતમાં અત્યારે સર્વત્ર વરસાદ તઈ રહ્યો છે. યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે મેઘરાજાએ ધબ ધબાટી બોલાવી હતી જેને લઈ હાલ ડુંગરની ચો તરફ ધોધ શરૂ થયા છે. ધોધમાર વરસાદ વચ્ચે વાદળોનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. હિલ સ્ટેશનને પણ ભુલાવી દે એવો કુદરતી નજારો અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આ આહલાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. પાવાગઢ (Pavagadh) ખાતે આજે વહેલી સવારથી જ હીલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
યાત્રાધામ પાવાગઢનો ડુંગર વાદળોથી ઢંકાઈ ગયો
આ સાથે ડુંગરના ચારે તરફ લીલી ચાદર ઓઢી હોય અને વાદળો જાણે ડુંગરને અડીને જતા હોય સાથે જ પાવાગઢ ડુંગર વાદળોથી આચ્છાદિત થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. યાત્રાધામ પાવાગઢ ડુંગર વાદળોથી ઢંકાયું ગયું છે અને કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડુ પવનનો ચમકારો અહીંયા અવતા માઈ ભક્તો અનુભવી રહ્યા છે. સાથે જ ડુંગર સિવાય ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો ગુરૂવારે વરસેલા અનરાધાર વરસાદને પગલે પાવાગઢ ડુંગરના પગથિયાં ઉપર જાણે સાગર ગૂંગવતો હોય એમ પગથિયાં ઉપર વહેતા પાણીને લઈ જોવા મળ્યા હતા. દર્શનાર્થીઓએ આ માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાવાગઢનો ડૂંગર તો સોળે કળાએ ખીલી ઉઠ્યો
વરસાદ પડતાની સાથે જ પાવાગઢ (Pavagadh)માં અહ્લાદક વાતાવરણ જોવા મળતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાવાગઢનો ડૂંગર તો સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીં આવતા ભક્તોને માં કાળીના દર્શન સાથે અહ્લાદક પ્રકૃતિના દર્શન પણ કર્યા હતા. નોંધનીય છે કે, યાત્રાધામ પાવાગઢ ડુંગર વાદળોથી ઢંકાયું ગયું છે અને કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડુ પવનનો ચમકારો અહીંયા અવતા માઈ ભક્તો અનુભવી રહ્યા છે.