Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છના ખેડૂતો માટે નર્મદાનું પાણી છોડાયું, 5 દિવસમાં કચ્છ પહોંચશે

અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ કચ્છ (Kutchh) જિલ્લાની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલમાં 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતોને ખેતી માટે પાણી મળે તે માટે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં સલીમગઢ થી 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે...
08:26 PM Aug 19, 2023 IST | Vipul Pandya
અહેવાલ--કૌશિક છાયા, ક્ચ્છ
કચ્છ (Kutchh) જિલ્લાની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલમાં 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતોને ખેતી માટે પાણી મળે તે માટે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં સલીમગઢ થી 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જે આગામી પાંચ દિવસ સુધીમાં કચ્છ પહોંચશે.
 આગામી દિવસોમાં  ૧૦૦૦ ક્યુસેક પાણી આવવાની શક્યતા
રાજસ્થાન તરફ જતી કેનાલમાં નર્મદાના પાણીનો જથ્થો વધતાં વધારાનું પાણી કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં વહેતું કરાશે. આગામી દિવસોમાં  ૧૦૦૦ ક્યુસેક પાણી આવવાની શક્યતા છે.  નર્મદા કેનાલમાં પાણી મુદ્દે કચ્છના કિસાનોની રજૂઆતના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ શાખાની નર્મદા નહેરમાં ફરી એકવખત નર્મદાના નિર વહેતા કરાયા છે.
કિસાનોએ નર્મદા નહેરમાં પાણી છોડવા માંગ કરી હતી
ચાલુ વર્ષે થયેલા વ્યાપક વરસાદના પગલે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૨ સુધી પહોંચી છે. લાંબા સમયથી તળિયાઝાટક થઈ ગયેલી કચ્છ શાખાની નહેરમાં પાણી છોડવાની માંગ પ્રબળ બની હતી. કચ્છમાં પાછોતરા વરસાદમાં વિલંબ થતાં ખેતરમાં ઊભેલા પાક માટે પાણીની ખેંચ ઊભી થઈ છે. પોતાના પાકને બચાવી લેવા મરણિયા પ્રયાસો કરતા કિસાનોએ નર્મદા નહેરમાં પાણી છોડવા માંગ કરી હતી.
કચ્છના લાગણી અને માંગણી સરકાર સુધી પહોચી છે અને આખરે કચ્છ શાળાની નહેરમાં સલીમગઢ ખાતેથી ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યાં  છે. નર્મદાની પાણી કેનાલમાં માં વહેતા થયા છે.
 ૩૦૦ ક્યુસેક પાણી આગામી પાંચ દિવસમાં કચ્છની કેનાલમાં પહોંચશે
 ૩૦૦ ક્યુસેક પાણી આગામી પાંચ દિવસમાં કચ્છની કેનાલમાં પહોંચશે. આ ઉપરાંત વધારાના પાણીની માંગ પણ સંતોષાય તેવા સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે. મોડી સાંજ સુધી કચ્છ શાખાની નહેરમાં ૧ હજાર ક્યુસેક પાણી વહેતું થાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સલીમગઢ ખાતે આવેલા જીરો પોઈન્ટ પરથી ગત ૨૦મી જુલાઈથી કચ્છ કેનાલમાં પાણી શરૂ કરાયું હતું. જે ૨૩૭ સુધી ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ૨૪૭થી ૧૭૮ સુધી ૧૦૦ ક્યુસેક પાણી ચાલુ રખાયું હતું જે બાદમાં બંધ કરી દેવાયું હતું. સરદાર સરોવર ડેમમાં પાણી હોવા છતાં કચ્છના કિસાનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા હતા. સરકારે કિસાનોની લાગણી અને માગણીને ધ્યાને લઈ કચ્છ શાખાની નહેરમાં હાલે ૩૦૦ ક્યુસેક પાણી છોડયું છે જે આગામી પાંચ દિવસમાં કચ્છ પહોંચશે તેવી સંભાવના છે. જોકે કચ્છના કિસાનોએ કચ્છ શાખાની નહેરમાં ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવાની માંગ છે.
આ પણ વાંચો---આણંદના ઐયાશ કલેકટરને બ્લેકમેલ કરવા 3 વખત યુવતીઓ મોકલાઈ, મહિલા અધિકારી સહિત કાવતરું રચનારી ટોળકીનો પર્દાફાશ
Tags :
FarmersKutchhNarmada canalNarmada water
Next Article