Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું Statue Of Unity તૂટી પડશે? જાણો તિરાડ વાળી તસવીર પાછળની હકીકત

9 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર થઈ તસવીર આ ફોટો બાબતે અત્યારે જિલ્લા કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી Raga For India નામના X યુઝર્સ સામે ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું Statue Of Unity Viral Photo Fact Check: સોશિયલ...
05:40 PM Sep 10, 2024 IST | VIMAL PRAJAPATI
Statue Of Unity
  1. 9 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર થઈ તસવીર
  2. આ ફોટો બાબતે અત્યારે જિલ્લા કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી
  3. Raga For India નામના X યુઝર્સ સામે ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું

Statue Of Unity Viral Photo Fact Check: સોશિયલ મીડિયામાં અત્યારે એક તસવીર વાયરલ થઈ રહ્યું જેમાં Statue Of Unity ના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે ‘‘કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઈ’’. આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Raga For India નામના યુઝરે 9 સપ્ટેમ્બરે શેર કર્યો હતો. જેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આ ફોટો બાબતે અત્યારે જિલ્લા કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ તસવીર છેક 2018 માં જ્યારે તે બની રહીં હતી ત્યારનો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓને ભારે હાલાકી, બાંકડા પર ચડી રહ્યાં છે બાટલા

Raga For India નામના X યુઝર્સ સામે નોંધાઈ ફરિયાદ

સ્વાભાવિક છે કે, આવી તસવીરો વાયરલ થવાથી પ્રવાસીઓમાં ભયનો માહોલ પણ સર્જાઈ શકે છે. જેના કારણે અત્યારે જિલ્લા કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે Raga For India નામના X યુઝર્સ સામે ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. આ તસવીર વાયરલ કરીને લોકોમાં ભયનો માહોલ ફેલાવવામાં માટે ખોટી અફવા ફેલામાં વી રહીં છે. તેની સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે. વધુમાં વાત કરીએ તો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન ખાતે Raga For India નામના યુઝર સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 353(1)(B) હેઠળ સરકાર તરફે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જો રામ કો લાયે હૈ.... ના ગીતકાર કન્હૈયા મિત્તલે કોંગ્રેસમાં જવાની ઈચ્છા પર જનતાની માગી માફી

વાયરલ તસવીર 2018ની હોવાનું સામે આવ્યું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ(L&T) ના નિષ્ણાંતોએ પણ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, જે તસ્વીર સોશિયલ મિડિયા પોસ્ટમાં વાયરલ થઈ રહી છે તે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચાલતુ હતુ ત્યારની મતલબ 2018 ની છે. વધુમાં તેમણે કહ્યું કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંપૂર્ણ સુરક્ષિત છે. નોંધનીય છે કે, વાયરલ થયેલી પોસ્ટ અને અન્ય તમામ પાસાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ એ ગહન અભ્યાસ અને તમામ પાસાઓને ધ્યાને રાખીને કાયદેસરની પોલીસ ફરીયાદ કરવાનું નક્કી કર્યુ હતુ.

આ પણ વાંચો: એક જ પરિવારના ચાર લોકોનાં સર્પદંશથી મોત, પિતાની હાલત નાજુક

Tags :
Fact CheckGujarati NewsGujarati SamacharNarmadaStatue of UnityStatue of Unity Viral PostStatue of Unity Viral Post Fact CheckVimal PrajapatiViral Post Fact Check
Next Article