Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narmada: ધારાસભ્યની પોલીસ સાથે જપાજપી, બે આદિવાસી યુવાનોને માર મારવાની ઘટના

પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ‘તું...તું, મે...મે’ આદિવાસી પરિવારને લગાવી છે ન્યાય માટે ગુહાર માર મારવાથી બે આદિવાસી યુવકોનું થયું છે મોત Narmada: નર્મદા (Narmada)ના કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમ પર બે આદિવાસી યુવાનોનેં માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે...
narmada  ધારાસભ્યની પોલીસ સાથે જપાજપી  બે આદિવાસી યુવાનોને માર મારવાની ઘટના
  1. પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ‘તું...તું, મે...મે’
  2. આદિવાસી પરિવારને લગાવી છે ન્યાય માટે ગુહાર
  3. માર મારવાથી બે આદિવાસી યુવકોનું થયું છે મોત

Narmada: નર્મદા (Narmada)ના કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમ પર બે આદિવાસી યુવાનોનેં માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, આ ઘટનામાં ગઈ કાલે એક યુવાન મૃત્યુ પામ્યો હતો. જ્યારે અત્યારે બીજો આજે સવારે મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બીજા યુવાનની મોત થતાં રાજપીપળા સિવિલમાં મૃતદેહ લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ચૈતર વસાવા પી.એમ સ્થળે રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતાં.

Advertisement

આ પણ વાંચો: High Court : AMCનું સોગંદનામું, 1404 લારી-ગલ્લાં, 4986 ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કર્યાં

ધારાસભ્યની પોલીસ સાથે ઝપાઝપી થઈ હોવાનાં દૃશ્યો સર્જાયા

નોંધનીય છે કે, આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ‘તું...તું, મે...મે’ થઈ હતી. એટલું જ નહીં પરંતુ ધારાસભ્યની પોલીસ સાથે ઝપાઝપી થઈ હોવાનાં દૃશ્યો સર્જાયા હતાં. આદિવાસી પરિવારને ન્યાય માટે ગુહાર લગાવી છે. આ સાથે પરિવારે કહ્યું કે, ન્યાય આપવા એજન્સીનાં મુખ્ય માલિકો અને મારનારાનું નામ આપો નહીં તો અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીશું.’ નોંધનીય છે કે, અત્યારે મામલો વધારે વિવાદિત બની ગયો છે. આ ઘટના સાથ પર ભારે વિવાદિક દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

આ પણ વાંચો: Surat : PI ની હિંમત તો જુઓ, કટકી માટે સુપ્રીમ કોર્ટનો આદેશ ન માન્યો અને બિલ્ડરને ઉઠાવી લીધો

Advertisement

યુવાનોના કપડા કાઢી, આખી રાત ઢોર માર્યો

ધારાસભ્યએ કહ્યું કે, નર્મદા (Narmada)ના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે ત્યાં બાંધકામ કરનારી એજન્સીના માણસો દ્વારા કોઈ પણ વાંક વગર યુવાનોના કપડા કાઢી, આખી રાત ઢોર માર મારવામાં આવેલ છે, જેમાં એક યુવાનનું મૃત્યુ થયું છે,અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ganesh Gondal Case : ગણેશ જાડેજાને હજું પણ જેલમાં રહેવું પડશે! ચાર્જશીટે વધારી મુશ્કેલી

Tags :
Advertisement

.