Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narendra Modi-એની વાત જ કંઇ ઓર છે !!!

Narendra Modi વડાપ્રધાન બન્યા તે પહેલાં કેવા હતા અને મુખ્યપ્રધાન બન્યા તે પહેલાં કેવા હતા એની રિયલ સ્ટોરી તો સાહેબ ક્યારેક આત્મકથા લખે ત્યારે ખબર પડે, પણ ભારતની સવાસો કરોડ જનતામાંના એક તરીકે મોદી જે છે એ જોઈએ.    એકએક...
narendra modi એની વાત જ કંઇ ઓર છે

Narendra Modi વડાપ્રધાન બન્યા તે પહેલાં કેવા હતા અને મુખ્યપ્રધાન બન્યા તે પહેલાં કેવા હતા એની રિયલ સ્ટોરી તો સાહેબ ક્યારેક આત્મકથા લખે ત્યારે ખબર પડે, પણ ભારતની સવાસો કરોડ જનતામાંના એક તરીકે મોદી જે છે એ જોઈએ.   

Advertisement

એકએક મિનિટ એમના માટે કામની

નરેન્દ્ર મોદીના જાહેર જીવનને ઑબ્ઝર્વ કરતાં ઊડીને આંખે વળગે એવી સૌથી મોટી વાત એ છે કે એ જબરસ્ત મહેનત કરે છે. ભારે કામગરા છે. છેલ્લા અઠવાડિયામાં તમે પોતે કેટલીવાર બીજા લોકોને કહ્યું કે આ અઠવાડિયે મારી પાસે ટાઇમ નથી, નેક્સ્ટ વીક. પણ મોદી પાસે ટાઇમ જ ટાઇમ છે. દિવસનો એકેએક કલાક જ નહીં, એકએક મિનિટ એમના માટે કામની છે. કામ સિવાયની ગપ્પાંબાજી માટે એમની પાસે ફુરસદ નથી.

ટાઇમ મેનેજમેન્ટની વાતોનાં વડાં તળ્યા વિના મોદી શિખવાડે છે કે આપણા જેવા લોકો પાસે અત્યારે કામ કરવા માટે જેટલો સમય છે એના કરતાં ડબલ સમય કાઢી શકીએ એમ છીએ, જો બીજી બિનફળદ્રુપ પ્રવૃત્તિઓમાથી બહાર નીકળી જઈએ તો.

Advertisement

ચમચામંડળને દૂર રાખે છે

મોદીને મોદી બનાવતી, એક વાત એ છે કે પોતાના ટીકાકારો પર પ્રહાર કરવામાં, એમની સાથે જીભાજોડી કરવામાં એ ઝાઝો સમય વેડફતા નથી. ક્યારેક કોઈ કટ લગાવી દીધી તો પૂરતું છે.

સાથોસાથ તેઓ પોતાના ચમચામંડળને દૂર રાખે છે. ગુજરાતમાં કેશુભાઈ, શંકરસિંહ વગેરે રોજ દરબારો ભરતા. મોદી પોતાની કુર્નિશ બજાવનારાઓને સો વેંત દૂર રાખે છે. મસ્કાબાજોથી માણસનું પર્સેપ્શન ખોરવાઈ જતું હોય છે. મોદી બરાબર સમજે છે આ વાત. અને ટીકાકારોથી માંડીને ગાળો ભાંડવાવાળાઓને મોઢે ન લગાય એ પણ તેઓ સમજે છે.

Advertisement

વિરોધીઓના મુદ્દામાં જો કાંઈ દમ હોય તો સ્વીકારી લેવાનો, વગર કન્સલ્ટિંગ ફીએ આવી સલાહ કોણ આપે? પણ એમની સાથે જીભાજોડીમાં ઊતરીને ટાઇમ વેસ્ટ નહીં કરવાનો. ક્યારેક મન થાય ત્યારે અને પેલો બહુ ચડી વાગ્યો હોય ત્યારે એક આડા હાથની એવી ઝીંકી દેવાની કે સાત પેઢી સુધી યાદ રાખે અને એની આસપાસ ઊભી થઈ ગયેલી ટોળકી પણ સાનમાં સમજી જાય.

નિરીક્ષણશક્તિ અને ગ્રહણશક્તિ બેઉ ધારદાર

મોદીની એ વાત સરસ કે એ શીખતા રહે છે. ગુજરાતમાં હતા ત્યારે શરૂઆતમાં એમની હિન્દીમાં ગુજરાતી છાંટવાળી એક્સન્ટ ઉમેરાતી. દિલ્હી જતાં પહેલાં મોદી વાજપેયીને પણ ટક્કર મારે એવા શુદ્ધ હિંદી ઉચ્ચારો કરતા થઈ ગયા. તે વખતે એમનું ઇંગ્લિશ પણ ગુજરાતી મીડિયમવાળું હતું.

છેલ્લા એક-સવા વર્ષમાં એમને અંગ્રેજીમાં ટી.વી. ઇન્ટરવ્યૂ આપતાં સાંભળો કે પ્રવચન કરતાં સાંભળો ત્યારે લાગે કે એમને રેપિડેક્સ વાંચવાનો ટાઇમ ક્યારે મળતો હશે! પણ એમની નિરીક્ષણશક્તિ અને ગ્રહણશક્તિ બેઉ ધારદાર છે. પોતાની આસપાસના તેજસ્વી બ્યુરોક્રેટ્સ વગેરેને ઑબ્ઝર્વ કરીને એ હવે સચોટ ઇમ્પેકેબલ અંગ્રેજી બોલતા થઈ ગયા છે. સાંભળો તો નવાઈ લાગે કે ગુજરાતીભાઈ આવા ભારેખમ અંગ્રેજી શબ્દોને કેટલી સરળતાથી અપનાવતા થઈ ગયા છે.

સોશ્યલ મીડિયાનો આટલો વિશાળ ઉપયોગ કરનાર એ સૌપ્રથમ અને સૌથી જાણકાર નેતા. કમ્પ્યૂટરનું ઑબ્સેશન છેક નાઇન્ટીઝથી. ગુજરાતમાં જે ઝડપે સરકારી કામકાજનું કમ્પ્યૂટરીકરણ થયું તે મોદીના રાજમાં થયું.

સાદગીનો દંભ નથી

મોદી પર્સનલી સાદા માણસ છે. એમની લાઇફસ્ટાઇલ સિમ્પલ છે, પણ તેઓ સાદગીનો દંભ નથી કરતા. હું તો બાબુભાઈ જશભાઈ પટેલની જેમ ખાદીની થેલીમાં સામાન ભરીને એસ.ટી.માં ટ્રાવેલ કરીશ કે કેજરીવાલની જેમ હું પણ પીએમના તોતિંગ બંગલાને બદલે કોઈ સાદી ખોલીમાં રહેવા જઈશ કે મમતા બેનર્જીની જેમ પગમાં બ્લ્યુ પટ્ટીવાળી રબરની સ્લિપર પહેરીશ એવા ગાંધીવાદી કે સામ્યવાદી દેખાડાઓથી એ દૂર રહે છે. પહેર્યો હવે જાને, દસ લાખનો સૂટ પહેર્યો, અને આ લે શરીર પરથી કાઢીને કરોડોમાં વેચી પણ કાઢ્યો. મોદીને ખબર છે કે આ સાદગીના દંભીડાઓનાં ઊતરેલાં કપડાં વાસણવાળીને વેચશે તો સરખી તપેલીય ન આવે અને પોતે વેચે તો… તમે જોઈ લીધું.

ઇન્દિરા ગાંધી કાંડા પર એચ.એમ.ટી.ની બસો રૂપિયાવાળી ઘડિયાળ પહેરતાં અને કરોડો રૂપિયા ઘરભેગા કરતાં. મોદી પાસે એમની નોકરીના પગાર સિવાય અને જૂની બચતમાંથી લીધેલાં સરકારી યોજનાનાં ઇન્વેસ્ટમેન્ટ સિવાય બીજું કાંઈ નથી. ગાંધીનગર છોડતી વખતે એમણે મુખ્યમંત્રી તરીકેના તેર વર્ષના પગારમાંથી બચેલી એકવીસ લાખ રૂપિયા કરતાં વધુની રકમ ચોથા વર્ગના કર્મચારીઓની છોકરીઓના ભણવા માટે વહેંચી દીધી.

મોદી નિઃસ્પૃહ છે 

મોંઘાં કપડાં, કિંમતી ચશ્માં, કોસ્ટલી શૂઝ વગેરે વાપરતા હોવા છતાં મોદી નિઃસ્પૃહ છે જે એમની બિહેવિયરમાં, લાઇફસ્ટાઇલમાં ટપકે છે. કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા, લાર્જ ફાર્મ હાઉસીઝ અને અઢળક બીજી સંપત્તિ ધરાવતા રાજકારણીઓમાંના મોદી નથી.

એમની સારી વાત એ છે કે એ સ્ટાઇલિશ છે. ચંદ્રશેખર પણ વડાપ્રધાન હતા- લઘરવઘર દાઢીવાળા. મોદીની દાઢીનું ટ્રિમિંગ તમે જોયું? આઠ-આઠ દિવસ માટે પરદેશ જતા હશે ત્યારે દાઢી માટે સાથે કોઈને લઈ જતા હશે કે ટ્રિમર વસાવી લીધું હશે! સેલ્ફી પાડતા થઈ ગયા છે.

કમ્પ્યૂટરનું ઑબ્સેશન

સોશ્યલ મીડિયાનો આટલો વિશાળ ઉપયોગ કરનાર એ સૌપ્રથમ અને સૌથી જાણકાર નેતા. કમ્પ્યૂટરનું ઑબ્સેશન છેક નાઇન્ટીઝથી. ગુજરાતમાં જે ઝડપે સરકારી કામકાજનું કમ્પ્યૂટરીકરણ થયું તે મોદીના રાજમાં થયું. મૉડર્ન માણસ છે. સમય કરતાં આગળ વિચારે છે ને સમયની સાથે ચાલે છે.

 ઇન્ડિયાનું પોટેન્શ્યલ એમને ખબર છે. વડા પ્રધાન મોદી વિદેશી યાત્રાઓ કરતા રહે છે એવી ટીકાઓ કરનારા (અને એ વિશે ફેસબુક/ટ્વિટર પર જોક્સ લખનારા) લોકોને એ ધ્યાને લેતા જ નથી. મોદીના કારણે  ફોરેનની પ્રેસમાં, વિદેશી રાષ્ટ્રોમાં, ત્યાંના રાજકારણીઓમાં, ત્યાંની પ્રજામાં ભારત માટેનું પર્સેપ્શન બદલાઈ રહ્યું છે અને કેટલીક બાબતોમાં બદલાઈ ગયું છે.

ભારત પુંગી વગાડતા ગારુડીઓનો દેશ નથી, રસ્તે ચાલતા હાથી પર બેઠેલા મહાવતોનો દેશ નથી એની ખબર પડવા માંડી છે ઇન્ટરનેશનલ કમ્યુનિટીને. ત્યાંના લોકો હવે ભારતને ઝૂકીઝૂકીને સલામ કરતા થઈ ગયા છે. આ બધું મોદીના કારણે.

બીજી એ વાત  મોદીની એ ગમે કે એમણે મીડિયાને કટ ટુ સાઇઝ કરી નાખ્યું. દિલીપ પાડગાંવકર નામના એક એડિટરે તો રાજીવ ગાંધીના જમાનામાં જાહેર કરી દીધેલું: “મારો જૉબ ઇમ્પોર્ટન્સમાં નેક્સ્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર છે.” પોતાના છાપાના તંત્રીલેખો વાંચીને દિલ્હીમાં નીતિઓ ઘડાય છે એવું માનનારા અંગ્રેજી છાપાના માલિકો પણ સીધાદોર થઈ ગયા છે. આ જ લોકોએ 2002 પછીના ગાળામાં મોદીને મા-બહેનની સંભળાવવાનું જ બાકી રાખ્યું હતું, છતાં દેશની ઉન્નતિ માટે જૂના ઘાવ ભૂલીને અનેક ટી.વી. પત્રકારો સાથે તેમ જ તોતિંગ મીડિયા હાઉસોના માલિકો સાથે એમણે દોસ્તી કરી લીધી.

ગાંધીનગર હતા ત્યારે કહેતા કે કેન્દ્રમાંથી (એ વખતે વાજપેયીની સરકાર હતી) આદેશ આવશે તો બે ઘડીમાં હાથમાં થેલી લઈને કાંકરિયા (હેડગેવાર ભવન) પાછો જતો રહીશ.

ચુનંદા માણસોની ટીમ બનાવતાં આવડે છે

મોદી પોતાની આસપાસ પોતાનાથી વધુ પ્રતિભાશાળી લોકો હોય તો ઇન્ફિરિયોરિટી નથી અનુભવતા. એમને ચુનંદા માણસોની ટીમ બનાવતાં આવડે છે. બધાને ઇન્સ્પાયર કરીને એમની પાસે કામ કઢાવતાં આવડે છે અને એ લોકોને અકાઉન્ટેબલ બનાવતાં પણ આવડે છે. કોઈને એમની જવાબદારીમાંથી છટકવા દેતા નથી.

એમની ખોરાકની હેબિટ્સ

આપણા જીવનમાં જો આ એક જ વાત ઉમેરાઈ જાય તો આપણે અડધા મોદી બની જઈએ. શાક, દાળ, રોટલી, સલાડ, છાશ- આ જ લંચ, ડિનર પણ સાદું. પ્લસ નહીં કોઈ વ્યસન, નહીં કોઈ જીભની લાલચો. નેહરુ-વાજપેયી શરાબ-કબાબના માણસ હતા તે બધા જાણે છે. મોદીને તો સિગરેટનું પણ વ્યસન નથી. 

Narendra Modi  લાઇફમાં બિલકુલ ઇન્સિક્યોર્ડ નથી. કાલ ઊઠીને સત્તા પરથી ફેંકાઈ જઈશ તો—એવો સહેજ પણ ભય નથી, કારણકે એમને સત્તા દ્વારા કશું ભેગું કરીને ગળે બાંધીને ક્યાંય લઈ જવું નથી. ગાંધીનગર હતા ત્યારે કહેતા કે કેન્દ્રમાંથી (એ વખતે વાજપેયીની સરકાર હતી) આદેશ આવશે તો બે ઘડીમાં હાથમાં થેલી લઈને કાંકરિયા (હેડગેવાર ભવન) પાછો જતો રહીશ.

સત્તા પર ટકી રહેવા જે છટપટાહટો કરવી પડે છે તે મોદીએ નથી કરવી પડતી, કારણ કે એમને ખબર છે કે કાલ ઊઠીને સાત, રેસકોર્સ રોડ પરથી નીકળી જવાનું આવશે તો દિલ્હીમાં પણ કાંકરિયાની જેમ ઝંડેવાલામાં આર.એસ.એસ.નું કેન્દ્ર છે, જ્યાં દસ બાય દસની એક રૂમ તો ગમે ત્યારે કોઈ પણ ખાલી કરી આપશે.

મોદીના જીવનમાં દેખાતાં ગુણો આપણામાં ઊતર્યા પછી આપણે કદાચ મોદી ન બની શકીએ, પણ જે છીએ એના કરતાં વધારે સારા તો ચોક્કસ બની શકીએ

આ પણ વાંચો-PM Modi ની અધ્યક્ષતામાં મળી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક, મંદિરના માસ્ટર પ્લાન અંગે થઈ ચર્ચા

Tags :
Advertisement

.