Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાલીતાણાના નાની રાજસ્થળી ગામે જનની જન્મભૂમિ કૃતજ્ઞતા સમારોહ યોજાયો

અહેવાલ---- કૃણાલ બારડ, ભાવનગર પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે માતૃપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને આર્થિક મદદ મળે તે માટે નાની રાજસ્થળી ગામના જગદીશભાઈ લુખી દ્વારા તેમના દાદીમા ગં,સ્વ જમનાબા હરીભાઈ લુખી જેમના 100 વર્ષ...
પાલીતાણાના નાની રાજસ્થળી ગામે જનની જન્મભૂમિ કૃતજ્ઞતા સમારોહ યોજાયો
Advertisement

અહેવાલ---- કૃણાલ બારડ, ભાવનગર

પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે માતૃપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને આર્થિક મદદ મળે તે માટે નાની રાજસ્થળી ગામના જગદીશભાઈ લુખી દ્વારા તેમના દાદીમા ગં,સ્વ જમનાબા હરીભાઈ લુખી જેમના 100 વર્ષ પૂર્ણ થતા જનની જન્મભૂમિ કૃતજ્ઞતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

જમનાબા અને શહીદ સન્માન પરિવારની ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે નગરયાત્રા

જેમાં જમનાબા અને શહીદ સન્માન પરિવારની ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી જેમા ઓલ ઇન્ડિયા એન્ટીટેરેરિજમ ફ્રન્ટના એમ.એસ બીટા ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે મોટી સંખ્યામાં શહીદ સન્માન પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ નગરયાત્રા કાર્યક્રમના સ્થળે પહોંચતા બહેનો દ્વારા તિરંગા મટકીઓ સાથે કાર્યક્રમ સ્થળ પર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમ.એસ બીટા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો દ્વારા એક સાથે રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.

યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત

અને ત્યારબાદ કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત તમામ લોકોનું લુખી પરિવાર દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શહીદ પરિવાર સન્માન દરમિયાન ભાવનગરના નેક નામદાર યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ શહીદ પરિવારજનોનું સ્વાગત સન્માન કર્યું હતું અને આવા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવા થકી જયવીર રાજસિંહ ગોહિલ દ્વારા જગદીશભાઈના લુખી પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ભવ્ય ભાતીગળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગાયક કલાકાર અપેક્ષા પંડ્યા , અને વિવેક સંચાલા દ્વારા રાષ્ટ્રભક્તિના ગીત તેમજ લોકગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી જેના કારણે પુરા ગ્રાઉન્ડ નો માહોલ ભક્તિમય વાતાવરણમાં જોવા મળ્યો હતો અને લોકો દ્વારા ઉલ્લાસભેર રૂપિયાનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો.

એકત્રિત થયેલી રકમને શહીદ પરિવારોને સરખે ભાગે વેચી દેવાયા

જેના કારણે કાર્યક્રમ પૂર્ણ થતા 9, લાખ રૂપિયાની રકમ એકત્રિત થઈ હતી. આ એકત્રિત થયેલી રકમને જગદીશભાઈ લુખી તેમજ તેમના પરિવાર દ્વારા શહીદ પરિવારોને સરખે ભાગે વેચી આપવામાં આવ્યા હતા જેના કારણે લોકમુકે ચર્ચા થવા પામતી હતી કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ આવા કાર્યક્રમમાં કરવામાં નહીં આવ્યા હોય જેવા કાર્યક્રમ નાનકડા એવા નાની રાજસ્થળી ગામમાં જગદીશભાઈ લુખીના પરિવાર દ્વારા કરવામાં આવ્યો જેના કારણે લોકોમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી.

આ પણ વાંચો----અંબાજી મંદિરમાં ઈન્ડિયા જીતેગાના નારા લગાવતા ભક્તો, ભારત વર્લ્ડ કપ ફાઈનલમાં વિજેતા બને તે માટે પુજા અર્ચના અને પ્રાર્થના કરી

Tags :
Advertisement

.

×