Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nadiad-કલેકટરશ્રીની જળ અને જાહેર સ્વચ્છતા અંગે બેઠક યોજાઈ

Nadiad- ખેડા જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ બેઠક યોજાઈ. જેમાં ઓગમેન્ટેશન કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ યોજનાઓની કામગીરી, રીજુવીનેશન હેન્ડ પંપ તથા મીની યોજના કાર્યક્રમ હેઠળ...
nadiad કલેકટરશ્રીની જળ અને જાહેર સ્વચ્છતા અંગે બેઠક યોજાઈ

Nadiad- ખેડા જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ બેઠક યોજાઈ. જેમાં ઓગમેન્ટેશન કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ યોજનાઓની કામગીરી, રીજુવીનેશન હેન્ડ પંપ તથા મીની યોજના કાર્યક્રમ હેઠળ સંબંધીત ગામની પાણી સમિતિ દ્વારા રજૂ થયેલ નવીન પાણી પુરવઠા યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી બાબતે, રીજનલ વોટર સપ્લાય અંતર્ગત કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ યોજનામાં ફાળવેલ ફંડની બહાલી, નલ સે જલ તથા ઓગમેન્ટેશન સ્કીમ હેઠળની યોજનાઓમાં લોક ફાળો સહિતના મુદ્દાઓ પર જરૂરી ચર્ચા કરી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.

Advertisement

Nadiadની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. વસાવા, યુનિટ મેનેજરશ્રી આઈ.જી.પટેલ, ઈનચાર્જ કાર્યપાલક ઇજનેર શ્રી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, શ્રી એસ કે વર્મા, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર શ્રી મુબીના શેખ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો- Heavy Rain : બોરસદમાં 4 કલાકમાં સાડા 12 ઈંચ વરસાદ...

Advertisement

Advertisement

.