Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે MoU થયા

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ અંગેના MoU રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન...
03:49 PM Aug 23, 2023 IST | Viral Joshi

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ અંગેના MoU રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.

સમિટ પૂર્વે MoU

આ વાઇબ્રન્ટ સમિટ દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમના ચોથા તબક્કામાં ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તા.23 ઓગસ્ટ બુધવારે એક MoU કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠામાં સ્થપાશે પ્લાનટ

શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ MoU અન્‍વયે રૂ. 2200 કરોડના રોકાણ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે એક હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે તેમજ સંભવત: 2026 સુધીમાં આ પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થઈ જશે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલીંગ, EV રિચાર્જ સ્ટેશન ક્ષેત્રે શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 800 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે બે હજાર લોકોને રોજગારી આ ક્ષેત્ર પૂરી પાડશે. તેમના આ પ્રોજેક્ટ આગામી 2027 સુધીમાં કાર્યરત થવાના છે.

રોજગારના અવસરો વધશે

રાજ્ય સરકાર સાથે કરેલા આ MoU અનુસાર શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ LNG રિગેસિફિકેશન ટર્મિનલ, એસેટ ઇન્ટીગ્રિટી રિજુવેનેશન અને ડેબોટલનેકિંગ પ્રોજેક્ટમાં રૂ. 500 કરોડનું રોકાણ કરવાની છે. આ પ્રોજેક્ટમાં 375 લોકોને રોજગાર અવસર મળતા થશે તથા આ પ્રોજેક્ટ પણ સંભવત: 2027 સુધીમાં વાણિજ્યિક ઉત્પાદન કરતો થઈ જશે. વાયબ્રન્‍ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની ત્રણ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. 3874 કરોડના રોકાણોના 14 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.

3500 કરોડનું રોકાણ

તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-2100, એન્‍જિનીયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-3085 સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.ચોથી કડીમાં એક જ દિવસમાં રૂ. 3500 કરોડના રોકાણો માટે શેલ એનર્જી ઇન્ડિયા પાઇવેટ લિમિટેડ દ્વારા MoU થયો છે. શેલ એનર્જી છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં બહુ સરળતા પૂર્વક પોતાનો વ્યવસાય કારોબાર વિસ્તારી શકી છે તેના મૂળમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશનની સક્રિય ભૂમિકા રહેલી છે તેની સરાહના શેલ ગ્રુપ ઓફ કંપનીઝ નાં ચેરમેન શ્રી નીતીન પ્રસાદે કરી હતી.

વિકાસની ગતિ વેગવંતી બને

ગુજરાત રિન્યુઅલ એનર્જી સેક્ટરમાં દેશમાં લીડિંગ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે તથા ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલીસીઝ અને બેસ્ટ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝને કારણે રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.

સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

રાજ્ય સરકાર વતી ઊર્જા વિભાગનાં અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા તથા શેલ એનર્જી વતી મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ સિંઘે MoU પર હસ્તાક્ષર કરીને પરસ્પર આદાન-પ્રદાન કર્યું હતું. આ MoU સાઇનીંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : CHANDRAYAAN-3 : મિશનની સફળતા માટે ભૂલકાઓની પ્રાર્થના, રાજ્યની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Electric Vehicle Recharge StationGovernment Of GujaratGujaratlngMoUShell Energy
Next Article