Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરડેરી ચૂંટણીની મતદાર યાદી મામલે પ્રાંત સમક્ષ સુનાવણીમાં ૭૦ થી વધુ વાંધા રજુ થયા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે આવકના સાધન સમાન સાબરડેરીની ચૂંટણીનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની ચગડોળે ચઢયો છે. ત્યારે કેટલાક મુદ્દે અરજદારોએ રાજય રજીસ્ટ્રાર અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જોકે તેનો નિર્ણય આવ્યો નથી ત્યારે હિંમતનગરના પ્રાંત...
સાબરડેરી ચૂંટણીની મતદાર યાદી મામલે પ્રાંત સમક્ષ સુનાવણીમાં ૭૦ થી વધુ વાંધા રજુ થયા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે આવકના સાધન સમાન સાબરડેરીની ચૂંટણીનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાની ચગડોળે ચઢયો છે. ત્યારે કેટલાક મુદ્દે અરજદારોએ રાજય રજીસ્ટ્રાર અને હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જોકે તેનો નિર્ણય આવ્યો નથી ત્યારે હિંમતનગરના પ્રાંત અધિકારીએ મતદાર યાદી અંગે વાંધા સુચનો મંગાવવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ હતુ. જેમાં વાંધા સુચનો રજુ કરવાની મંગળવારે અંતિમ મુદત અને સુનાવણી હતી ત્યારે તેમાં બંને જિલ્લામાંથી મળી અંદાજે ૭૦ થી વધુ વાંધા રજુ કરાયા હતા.

Advertisement

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારી દ્વારા સાબરડેરીની સુચિત મતદાર યાદી અંગે સાબરકાંઠા અને અરવલ્લીના નાગરિકોને અથવા તો સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા પદાધિકારીઓને વાંધો હોય તો તે રજુ કરવા માટે હિંમતનગર પ્રાંત અધિકારીએ થોડા દિવસ અગાઉ જાહેરનામું પ્રસિધ્ધ કરીને મતદાર યાદી અંગે વાંધા સુચનો મંગાવ્યા હતા. જેના ભાગરૂપે મંગળવારે વાંધો સુચનો રજુ કરવાની અને તે અંગે સાંભળવાની તક આપવા માટેની મુદત હોવાથી બંને જિલ્લાના સહકારી અગ્રણીઓએ પ્રાંત કચેરીમાં પહોંચી ગયા હતા.

Advertisement

જેમાં કેટલાક અગ્રણીઓએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે સાબરડેરીના નિયામક મંડળે જે મતદાર યાદીની દરખાસ્ત પ્રાંતને મોકલી આપી છે તેમાં નવા લગભગ ૩૦થી વધુ મતદારોનો ઉમેરો કરાયો છે. તો બીજી તરફ કેટલીક મંડળીઓનું મતદાર યાદીમાં નામ દાખલ કરાયા નથી જેને લઈને બંને જિલ્લામાં નારાજગી ફેલાઈ છે. દરમ્યાન મંગળવારે પ્રાંત કચેરીમાં વાંધા સુચનો રજુ કરનાર કેટલાક સહકારી અગ્રણીઓએ મિશ્ર સુર વ્યક્ત કર્યો હતો. જો કે કેટલાક અગ્રણીઓનું કહેવુ છે કે જો સરકાર ધારે તો લોકસભાની ચૂંટણી અગાઉ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મનદુખ અથવા તો રિસાયેલા સહકારી અગ્રણીઓને મનાવી લેવાની ત્રેવડ સહકારમાં બેઠેલા રાજકીય નેતાઓ પાસે છે અને તેઓ ડેમેજ કંટ્રોલ કરવા માટે સક્ષમ છે. છતાં આગામી દિવસોમાં સરકાર તરફથી કેવો નિર્ણય લેવાય છે તે જોવાનું રહયુ.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

Advertisement

આ પણ વાંચો -- Gujarat High Court : ગૃહસચિવે કરેલા સોગંદનામાં પર HC કેમ સખત નારાજ થઇ ?

Tags :
Advertisement

.