Morbi : મચ્છુ-3 ડેમમાં માતા અને પુત્રીએ ઝંપલાવ્યું, માતાનો આબાદ બચાવ
- Morbi માં માતા અને પુત્રીએ મચ્છુ-3 ડેમમાં ઝંપલાવ્યું
- માતાનો બચાવ થયો જ્યારે પુત્રીનું ડૂબી જતા મોત થયું
- માતા કંચનબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા
- પુત્રી કુંજનનું ડૂબી જવાથી મોત નીપજ્યું, પોલીસે તપાસ હાથ ધરી
મોરબીમાં (Morbi) માતા અને પુત્રીએ મચ્છુ-3 ડેમમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં માતાનો બચાવ થયો છે જ્યારે, પુત્રીનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત માતાને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવી છે. આ મામલે, પોલીસે મૃતક 19 વર્ષીય યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Jamnagar : ખરેખર...આની પણ ચોરી થાય! ચોરની કરતૂત જાણી આશ્ચર્ય પામશો! જુઓ Video
મચ્છુ 3 ડેમમાં માતા-પુત્રીએ ઝુંપલાવ્યું
પ્રાથમિક મહિતી અનુસાર, મોરબીમાં આવેલા મચ્છુ 3 ડેમમાં (Machhu 3 Dam) માતા અને પુત્રીએ ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા માતાને બચાવી લેવામાં આવી હતી. પરંતુ, પુત્રીનું ડેમમાં ડૂબી જવાની મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત માતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પોલીસે યુવતીનો મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - junagadh: રમતગમત સમારોહ પહેલા છબરડો, આમંત્રણ પત્રિકામાં MLA ના નામ જ બદલી દીધા
પુત્રીનું મોત, માતા સારવાર હેઠળ
મોરબી તાલુકા પોલીસની (Morbi Taluka Police) પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવતીની ઓળખ 19 વર્ષીય કુંજન વિનોદભાઈ બોપલીયા તરીકે થઈ છે. જ્યારે, બચી ગયેલ માતાની ઓળખ 50 વર્ષીય કંચનબેન વિનોદભાઈ બોપલીયા તરીકે થઈ છે. માતા અને પુત્રીએ આપઘાત કરવાનો પ્રયાસ કયાં કારણોસર કર્યો તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, ઘટના પાછળ ઘર કંકાસ હોવાના પ્રાથમિક અનુમાન છે. જો કે, આ મામલે મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gondal : જુના માર્કેટિંગ યાર્ડની ઘટના, સળગતી કાર 100 ફૂટ સુધી દોડી અને..! જુઓ Video