Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશ અને વિદેશમાં બનેલી અકસ્માત અને કુદરતી આપદાની ઘટનાઓમાં સહાય અર્પણ કરતા મોરારીબાપુ

છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે 'સુરત અને બારડોલી' વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના 6 લોકોના મૃત્યુ થયા હતા. પૂજ્ય બાપુએ આ ઘટના તરફ...
દેશ અને વિદેશમાં બનેલી અકસ્માત અને કુદરતી આપદાની ઘટનાઓમાં સહાય અર્પણ કરતા મોરારીબાપુ

છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે 'સુરત અને બારડોલી' વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના 6 લોકોના મૃત્યુ થયા હતા. પૂજ્ય બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરી પ્રત્યેક મૃતકને રૂપિયા 11 હજાર લેખે કુલ મળીને રુપિયા 66 હજારની સહાય અર્પણ કરી છે. દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રીક્ષા પુલ પરથી નીચે પડી જતા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. આ મૃતકોને પણ પૂજ્ય બાપુ દ્વારા 33 હજાર રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.

Advertisement

થોડા દિવસો પહેલા સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થી દ્વારા આડેધડ અને અંધાધુંધ ગોળીબાર કરવાથી શિક્ષકો સહિત નવ લોકોના મૃત્યુ થયા હતાં. રામકથાના વિદેશ સ્થિત શ્રોતાઓ દ્વારા આ ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેની વિગતો મળેથી તેમને પણ પૂજ્ય બાપુ દ્વારા સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. આ ઉપરાંત આફ્રિકાના રવાન્ડામાં ભયાનક પુર આવવાથી 130 જેટલા લોકોના મોત નિપજયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા પૂજ્ય બાપુએ રવાન્ડા ખાતે રામકથા કરી હતી. રવાંડાની કુદરતી આપદાની ઘટનાની વિગતો પણ મેળવવામાં આવી છે અને નાઈરોબી - કેન્યા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા રવાન્ડાના પુરગ્રસ્ત લોકોને પણ સ્થાનિક ચલણમાં સહાય અર્પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો – પંચમહાલ : ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારોમાં નલ સે જલ યોજના માત્ર કાગળ પર, મહિલાઓ પરેશાન

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

Advertisement

Tags :
Advertisement

.