Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Modhera: દરેકની છત પર છે સોલાર પેનલ, ભારતનું પહેલું સૌર ઉર્જા સંચાલિત ગામ બન્યું

Modhera: ગુજરાત અત્યારે પ્રગતિના પંથે છે. ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. વાઈબ્રન્ટ બાદ ગુજરાતનો વિકાસ વાયુવેગ થઈ રહ્યો છે. ગુજરાતના દરેક ગામોમાં અત્યારે વિકાસ કરવા માટે ગુજરાત સરકારે યોજનાઓ બનાવી છે. પ્રધાનમંત્રી દ્વારા એક ઘોષણા કરવામાં આવી અને...
11:29 AM Jan 30, 2024 IST | VIMAL PRAJAPATI
Modhera

Modhera: ગુજરાત અત્યારે પ્રગતિના પંથે છે. ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. વાઈબ્રન્ટ બાદ ગુજરાતનો વિકાસ વાયુવેગ થઈ રહ્યો છે. ગુજરાતના દરેક ગામોમાં અત્યારે વિકાસ કરવા માટે ગુજરાત સરકારે યોજનાઓ બનાવી છે. પ્રધાનમંત્રી દ્વારા એક ઘોષણા કરવામાં આવી અને ગુજરાતના મોઢેરા ગામને ભારતનું પહેલું સૌર ઉર્જા સંચાલીત ગામ જાહેર કર્યું હતું. અહીં દરેક વ્યક્તિના ઘરે સોલાર પેનલો લાગેલી છે. એટલું જ નહીં અહીં લોકોના ઘરે લાઈટ બિલ પણ નથી આવતા.

આ ગામ સૌર ઉર્જા પર કામ કરવા માટે ખૂબ ચર્ચામાં

પ્રધાનમંત્રીએ 2022માં હહ્યું હતું કે, મોઢેરા, મહેસાણા અને ઉત્તર ગુજરાતના વિકાસમાં અત્યારે સૌર ઉર્જાનો સારો એવો ફાળો રહ્યો છે. આ ગામમાં તમામ પ્રકારના ઉપયોગ માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ ચાલુક્ય વંશ દરમિયાન બંધાયેલા સૂર્ય મંદિર માટે પ્રવાસનના દૃષ્ટિકોણથી ખૂબ ચર્ચામાં છે. પરંતુ આ ગામ સૌર ઉર્જા પર કામ કરવા માટે પણ ખૂબ ચર્ચામાં છે. હવે આ ગામ દેશનું પ્રથમ સંપૂર્ણ 24x7 સૌર ઉર્જા પર આધારિત ગામ તરીકે જાહેર થઈ ગયું છે.

પોતાની આગવી ઓળખ માટે જાણીતું છે આ ગામ

ઉલ્લેખનીય છે કે, આ એ જ ગામ છે જ્યા સૂર્યમંદિર આવેલું છે. જે પોતાની આગવી ઓળખ માટે પણ જાણીતું છે. એટલું જ નહીં પરંતુ અહીં વિશ્વભરના લોકો ફરવા માટે પણ આવતા હોય છે. આથી આ ગામનો પ્રવાસન તરીકે પણ સારો એવો વિકાસ થયો છે. ભારતમાં આવેલા ઉચ્ચ કોટીના સૂર્યમંદિરોની વાત કરવામાં આવે તો તેમાં મોઢેરાનું સૂર્ય મંદિર પોતાના આગવી બાંધકામ શૈલી માટે પણ જાણીતું છે.

આ પણ વાંચો: UNESCO World Heritage માટે ભારતે ‘મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ’ નું નામાંકન કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarati NewsLocal Gujarati NewsModheraModhera Sun TempleModheraSuryaMandir
Next Article