Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

 માળીયા(મી) ના જસાપર ગામના ગુમ આધેડ ૧૭૮૦ કિમી દૂર હિમાચલ પ્રદેશથી મળી આવ્યા

અહેવાલ-ૃ---ભાસ્કર જોશી, મોરબી  માળિયા તાલુકાના જસાપર ગામના માનસિક અસ્વસ્થ આધેડ આશરે  છેલ્લા છ એક મહિનાથી લાપતા હતા. દરમિયાન તેમનો પતો હિમાચલ પ્રદેશથી મળી આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ હિમાચલમાં હોવાની જાણકારી મળી હતી જેથી ગામના યુવાનોએ પહોંચીને તેમને ગામમાં...
 માળીયા મી  ના જસાપર ગામના ગુમ આધેડ ૧૭૮૦ કિમી દૂર હિમાચલ પ્રદેશથી મળી આવ્યા
અહેવાલ-ૃ---ભાસ્કર જોશી, મોરબી 
માળિયા તાલુકાના જસાપર ગામના માનસિક અસ્વસ્થ આધેડ આશરે  છેલ્લા છ એક મહિનાથી લાપતા હતા. દરમિયાન તેમનો પતો હિમાચલ પ્રદેશથી મળી આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ હિમાચલમાં હોવાની જાણકારી મળી હતી જેથી ગામના યુવાનોએ પહોંચીને તેમને ગામમાં પરત લાવ્યા હતા.
આર્મી જવાન ગુજરાતના હોવાથી ભાષા સમજી ગયા
તેમણે આર્મી જવાન પાસે ખાવાનું માંગ્યું તો આર્મી જવાન ગુજરાતના હોવાથી ભાષા સમજી ગયા અને નામ સરનામું પૂછી મેસેજ અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.  તારીખ 02/06/2023 ના રોજ સોશીયલ મીડિયામાં એક ફોટા સાથે નો એક મેસેજ વાયરલ થયો જેમાં લખ્યું હતું કે "આ ભાઈ હિમાચલ પ્રદેશના કીનોર જિલ્લા ના પુહ તાલુકા માં રસ્તા પર રોડ પર ચાલતા જતા હતા તે જગ્યાએ મારી ડયૂટી છે ત્યારે આ ભાઈએ મારી પાસે ખાવાનું માંગ્યું તો આર્મી મેન ગુજરાતી હતા અને ભાષા સમજી ગયા એટલે તેને ખાવા પીવા આપ્યું અને તેને તેનું નામ સરનામું પુછ્યું તો આ માનસિક અસ્વસ્થ આધેડે  પોતાનું નામ આપી પોતે જસાપર ગામ તાલુકો માળિયા મી અને મોરબી જિલ્લો જણાવ્યું હતું  એટલે તે આર્મીમેને આ મેસેજ ગુજરાત ના ગ્રુપ માં વાયરલ કર્યો અને તે મેસેજ વાયરલ થતા જસાપર ગામના ગ્રુપમાં આવ્યો તે મેસેજમાં ગુજરાતી આર્મી જવાન ના નંબર હતા.
જસાપર ગામના યુવાનોએ  તેનો સંપર્ક સાધ્યો
જસાપર ગામના યુવાનોએ સંપર્ક સાધ્યો હતો અને આર્મીજવાન સાથે વાત કરી આર્મી જવાને જણાવ્યું કે આ ભાઈ ભાગ ભાગ કરે છે ઉભા રહેતા નથી એક તરફ ચાઈના બોર્ડર છે અને એક તરફ બર્ફીલો પહાડી વિસ્તાર છે. આ ભાઈ ચાલ્યા ગયા તો આનો પતો નહી લાગે એટલે જસાપર ગામના નિર્મલભાઈ કાનગડે તેને ત્યાંના પોલીસ સ્ટેશને સોંપવાનું જણાવેલ તો આર્મી જવાને ત્યાં પોલીસ સ્ટેશનમાં  તેમને સોંપેલ અને ત્યાંના પોલીસ સ્ટેશનના થાણા અધિકારીએ જસાપર ગામના યુવાનોને જણાવેલ કે તમે લોકો લેવા આવતા હોય તો હું આને ત્રણ ચાર દિવસ મારા પોલીસ સ્ટેશનમાં રાખું છું .
  ગામના યુવાનો પહોંચ્યા
બસ તે જ રાત્રે જસાપર ગામના યુવાનો આધેડને લેવા માટેના આયોજન કરવા ભેગા થયા હતા. તેમને લેવા જવા માટે ચાર વ્યક્તિ તૈયાર થયા જેમાં ધીરુભાઈ એચ કાનગડ ,નિર્મળભાઈ એમ કાનગડ અને રાજેશભાઈ એમ ચાવડા, વનરાજભાઈ એમ ચાવડા નામના આહીર યુવાનો તારીખ 03/06/23 ના રોજ સવારે પોતાની કાર લઈને આધેડને લેવા જવા માટે રવાના થયા અને તારીખ 08/06/23 ના રોજ આધેડને જસાપર ખાતે પરત લાવ્યા  હતા.
આર્મી મેન, પોલીસ, સોશિયલ મીડિયા યુવાનોની મહેનત રંગ લાવી
ત્યાંના ખરાબ અને અતિ ભયંકર પહાડી રસ્તા અને હવામાન અને જસાપર ગામથી 1780 કિમિ દૂર હોવા છતાં આ ચાર આહીર યુવાનો એ ત્યાંથી આધેડને  પરત લાવી અને સાર્થક કરી બતાવ્યું હતું તેમજ આર્મી જવાન રાશિકભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર ના વતની અને હાલ હિમાચલ પ્રદેશમાં પૂહ તાલુકામાં આર્મી  માં ફરજ બજાવે છે તેમજ આ સમગ્ર કામગીરીમાં આર્મી મેન, ત્યાંની સ્થાનિક પોલીસ, સોશિયલ મીડિયા અને જશાપર ગામના યુવાનો ની મહેનત રંગ લાવી હતી જેના પરિણામ સ્વરૂપે ગુમ થયેલ આધેડ પોતાના ગામથી ૧૭૮૦ કિલોમીટર દૂરથી હેમખેમ મળી આવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.