Gujarat: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને કરી આગાહી, જાણો હજી કેટલા દિવસ આવશે વરસાદ
- રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે તેવી આગાહી
- ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- આજે સાબરકાંઠા, મહિસાગર, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા
Gujarat: ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત હોય તેવું હવામાન વિભાગની આગાહી પ્રમાણે લાગી રહ્યું છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત (North Gujarat) અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, મહિસાગર, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
- હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને કરી આગાહી
- રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે તેવી આગાહી
- ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- આજે સાબરકાંઠા, મહિસાગર, મહેસાણામાં ભારે વરસાદની શક્યતા
- આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં થશે વરસાદ…— Gujarat First (@GujaratFirst) September 8, 2024
આ પણ વાંચો: Ahmedabad: માત્ર જમવા જેવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી, જાણો શું છે હકીકત
રાજસ્થાન તરફ એક સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ બની
આગાહીની વાત કરવામાં આવે તો, આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ રાજસ્થાન તરફ એક સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે સાયક્લોનીક સર્ક્યુલેશનને કારણે વરસાદ થવાની સંભાવના વર્તાઈ રહીં છે. નોંધનીય છે કે, આ સિઝનમાં ગુજરાતમાં 49 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, હજુ પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી રહીં છે.
આ પણ વાંચો: US રાષ્ટ્રપતિ Joe Biden કામ પરથી રજા લેવાના મામલે ઘણા આગળ, આંકડો જાણીને તમે દંગ રહી જશો
આ સિઝનમાં ગુજરાતમાં 49 ટકા વધુ વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાત (Gujarat) રીજીયનમાં 28 અને સૌરાષ્ટ્ર કચ્છમાં 82 ટકા વધુ વરસાદ થયો છે. ભાદરવો મહિનો શરૂ થયો છે પરંતુ હજુ પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. હજી પણ આગામી 11 તારીખ સુધી વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકાઓમાં વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal Patel)ની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસર, પંચમહાલ, દાહોદ અને લીમખેડામાં હળવા વરસાદના ઝાપટા પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Deepika Padukone અને Ranveer Singh ના ઘરે 'લક્ષ્મી'નો જન્મ, ચાહકોએ અભિનંદન પાઠવ્યા...