Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahesana: મહેસાણા RTO અને પોલીસની સંયુક્ત કામગીરી, અંડરએજ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલક સામે કાર્યવાહી

મહેસાણા આરટીઓ અને પોલીસ દ્વારા અન્ડરએજ ડ્રાઈવિંગ કરતા લોકો સામે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરટીઓ વિભાગે કુલ 33 કેસ નોંધી વાહન ચાલકોને 2.33 લાખનો દંડ ફટકાર્યો હતો.
mahesana  મહેસાણા rto અને પોલીસની સંયુક્ત કામગીરી  અંડરએજ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલક સામે કાર્યવાહી
Advertisement
  • મહેસાણા RTO ટીમ એક્શન મોડમાં
  • અંડરએજ ડ્રાઇવિંગ કરતા વિધાર્થીઓ સામે કાર્યવાહી
  • 33 કેસોમાં રૂ 2.33 લાખનો દંડ ફટકાર્યો

મહેસાણા આરટીઓ દ્વારા આજે અન્ડએજ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 16 વર્ષથી નાની ઉંમરનાં બાળકો એક્ટિવા ચલાવતા પકડાયા હતા. આરટીઓ દ્વારા વાહન ચાલકોનાં ડ્રાઈવિંગ લાયસન્સ ચેક કરવામાં આવતા 26 બાળકો અન્ડરએજ ડ્રાઈવિંગ કરતા બાળકો સામે કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કેટલાક બાળકો લાયસન્સ વગર બાઈક ચલાવતા પકડાયા હતા.જેઓ સામે આરટીઓ વિભાગ તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ 33 કેસમાં 2.33 લાખનો દંડ વસૂલ કર્યો હતો. તેમજ વાહનો જપ્ત કર્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Gandhinagar : વિધાનસભામાં ઊઠ્યો અમરેલી લેટરકાંડનો મુદ્દો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં કોંગ્રેસ પર પ્રહાર

Advertisement

પોલીસે વાલીઓ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી

મહેસાણા આરટીઓ દ્વારાકુલ 4 ટીમો બનાવી હતી. તેમજ પોલીસ વિભાગ દ્વારા વાલીઓ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકો ટ્રાફિકનાં નિયમોથી અજાણ હોવા છતાં માતા-પિતા દ્વારા તેઓને વાહન ચલાવવાની છૂટ આપી દેવામાં આવતી હોય છે. આવા વાલીઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

શાળામાં જઈ બાળકોને ટ્રાફિક નિયમો અંગે સમજ આપી

મહેસાણા આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિકનાં નિયમોને લઈ જાગૃતિ આવે તે માટે શાળાઓમાં જઈ બાળકોને ટ્રાફિક નિયમો અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ પોલીસ અને આરટીઓ દ્વારા વાલીઓને બાળકોને ઉંમર કરતા પહેલા વાહન ન આપવા સમજાવ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad : વટવા કેનાલ પાસે સિલાઈના કારખાનામાં લાગી વિકરાળ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

Tags :
Advertisement

Trending News

.

×