Surat: આગાહીના પગલે આજે પણ મેઘાની ઇનિંગ યથાવત, શહેર વરસાદી માહોલમાં ફેરવાયું
Surat: રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરતમાં અત્યારે ભારે વરસાદ થયો છે. આજે સવારે પણ સુરતમાં પણ મેઘાની જોરદાર ઇનિંગ જોવા મળી છે. આજે વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શહેર વરસાદી માહોલમાં ફેરવાયું છે. આ સાથે સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ
હવામાન વિભાગની આગાહીના પગલે આજે પણ સુરતમાં મેઘાની ઇનિંગ યથાવત જોવા મળી છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. વિગતે વાત કરવામાં આવે તો, સુરત જિલ્લામાં અષાઢમાં આનરાધર વરસાદ થઈ રહ્યો છે. આ સાથે જિલ્લામાં ગઈકાલ સવારે 6 વાગ્યાંથી આજે સવારે 6 વાગ્યાં સુધી ભારે વરસાદ થયો છે. સુરતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે.
તાલુકો | વરસાદ |
બારડોલી | 4.25 ઇંચ |
કામરેજ | 6.5 ઇંચ |
પલસાણા | 6.76 ઇંચ |
ઓલપાડ | 4.28 ઇંચ |
મહુવા | 5 ઇંચ |
ઉમરપાડા | 4 ઇંચ |
સુરત સીટી | 6 ઇંચ |
ચોર્યાસી | 2 ઇંચ |
માંડવી | 1.6 ઇંચ |
માંગરોળ | 2 ઇંચ |
પલસાણા અને કામરેજમાં સૌથી વધારે વરસાદ
નોંધનીય છે કે, પલસાણા અને કામરેજમાં સુરતમાં અત્યારે ભારે વરસાદ થયો છે. કારણે અહીં ક્રમશઃ 6.76 ઈંચ અને 6.5 ઈંચ વરસાદ થયો છે. જે સુરત જિલ્લામાં સૌથી વધારે થયો છે. આ આંકડાની વાત કરવામાં આવે તો, કાલે સવાર 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં આટલો વરસાદ પડ્યો છે. આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે, અત્યારે હજી પણ વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો તેમાં પણ સારી એવી પાણીની આવક જોવા મળી છે.
ઉકાઈ ડેમ | |
હાલની સપાટી | 313.45 ફુટ |
ઇનફલો | 31206 ક્યુસેક |
આઉટફ્લો | 600 ક્યુસેક |
રૂલ લેવલ | 333 ફુટ |
ભયજનક સપાટી | 345 ફુટ |
ધોરાજીનું પાટણવાવ બેટમાં ફેરવાયું
સુરતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં દરેક તાલુકામાં સારો એવો વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ક્યાંક જનજીનવને પણ અસર થઈ રહીં છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને અત્યારે થોડી વધારે અસર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે રાજકોટમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને ધોરાજીમાં અત્યારે અતિભારે વરસાદ થયો છે.