Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: આગાહીના પગલે આજે પણ મેઘાની ઇનિંગ યથાવત, શહેર વરસાદી માહોલમાં ફેરવાયું

Surat: રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરતમાં અત્યારે ભારે વરસાદ થયો છે. આજે સવારે પણ સુરતમાં પણ મેઘાની જોરદાર ઇનિંગ જોવા મળી છે. આજે વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો....
surat  આગાહીના પગલે આજે પણ મેઘાની ઇનિંગ યથાવત  શહેર વરસાદી માહોલમાં ફેરવાયું

Surat: રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરતમાં અત્યારે ભારે વરસાદ થયો છે. આજે સવારે પણ સુરતમાં પણ મેઘાની જોરદાર ઇનિંગ જોવા મળી છે. આજે વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શહેર વરસાદી માહોલમાં ફેરવાયું છે. આ સાથે સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

Advertisement

કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ

હવામાન વિભાગની આગાહીના પગલે આજે પણ સુરતમાં મેઘાની ઇનિંગ યથાવત જોવા મળી છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. વિગતે વાત કરવામાં આવે તો, સુરત જિલ્લામાં અષાઢમાં આનરાધર વરસાદ થઈ રહ્યો છે. આ સાથે જિલ્લામાં ગઈકાલ સવારે 6 વાગ્યાંથી આજે સવારે 6 વાગ્યાં સુધી ભારે વરસાદ થયો છે. સુરતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે.

તાલુકોવરસાદ
બારડોલી4.25 ઇંચ
કામરેજ6.5 ઇંચ
પલસાણા6.76 ઇંચ
ઓલપાડ4.28 ઇંચ
મહુવા5 ઇંચ
ઉમરપાડા4 ઇંચ
સુરત સીટી6 ઇંચ
ચોર્યાસી2 ઇંચ
માંડવી1.6 ઇંચ
માંગરોળ2 ઇંચ

પલસાણા અને કામરેજમાં  સૌથી વધારે વરસાદ

નોંધનીય છે કે, પલસાણા અને કામરેજમાં સુરતમાં અત્યારે ભારે વરસાદ થયો છે. કારણે અહીં ક્રમશઃ 6.76 ઈંચ અને 6.5 ઈંચ વરસાદ થયો છે. જે સુરત જિલ્લામાં સૌથી વધારે થયો છે. આ આંકડાની વાત કરવામાં આવે તો, કાલે સવાર 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં આટલો વરસાદ પડ્યો છે. આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે, અત્યારે હજી પણ વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો તેમાં પણ સારી એવી પાણીની આવક જોવા મળી છે.

Advertisement

ઉકાઈ ડેમ
હાલની સપાટી313.45 ફુટ
ઇનફલો31206 ક્યુસેક
આઉટફ્લો600 ક્યુસેક
રૂલ લેવલ333 ફુટ
ભયજનક સપાટી345 ફુટ

ધોરાજીનું પાટણવાવ બેટમાં ફેરવાયું

સુરતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં દરેક તાલુકામાં સારો એવો વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ક્યાંક જનજીનવને પણ અસર થઈ રહીં છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને અત્યારે થોડી વધારે અસર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે રાજકોટમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને ધોરાજીમાં અત્યારે અતિભારે વરસાદ થયો છે.

આ પણ વાંચો: Rajkot: ધોરાજીમાં ફરી વરસાદની એન્ટ્રી, પાટણવાવ બેટમાં ફેરવાઈ ગયું

આ પણ વાંચો: Surat: જોત જોતામાં દીવાલ થઈ ગઈ ધરાશાયી, ઘટના સિસિટિવીમાં થઈ કેદ

આ પણ વાંચો: Amreli: ધૂધળા વિકાસની નિશાની! 23 વર્ષથી લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે ખાંભાનું એસટી ડેપો

Advertisement
Tags :
Advertisement

.