Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat માં મેઘમહેર-જળાશયો છલકાયાં

Gujarat રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ-૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા:હાઈ એલર્ટ જાહેર ** ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૭ ટકાથી વધુ જળસંગ્રહ  રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૭૮ ટકાથી...
gujarat માં મેઘમહેર જળાશયો છલકાયાં
Advertisement
  • Gujarat રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ-૭૬ જળાશયો સંપૂર્ણ તેમજ ૪૬ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા:હાઈ એલર્ટ જાહેર
    **
  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૭ ટકાથી વધુ જળસંગ્રહ
  •  રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ
  •  ગત વર્ષે આજ દિવસે રાજ્યમાં કુલ ૭૬ ટકાની સામે અત્યારે ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો
    **

Gujarat રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ૭૬ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૬ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.

આ સિવાય રાજ્યના ૨૩ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૩૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૩૧ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

Advertisement

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૯૦,૫૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૦૭,૪૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૨.૭૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

Advertisement

આમ કુલ ૨૦૭ જળાશયોમાં ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૩.૩૮ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૩.૮૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે વણાકબોરી જળાશયમાં ૨.૮૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૮૭ લાખની જાવક,

ઉકાઈમાં ૨.૪૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૬ લાખની જાવક,

આજી-૪માં ૧.૬૩ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૬૩ લાખની જાવક,

કડાણામાં ૧.૫૦ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૨૫ લાખની જાવક 

ઉંડ-૧માં ૧.૧૯ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૧૯ લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

આ સિવાય વિવિધ ૯૪ જળાશયોમાં ૭૦ હજાર ક્યુસેકથી ૧,૦૦૦ હજાર ક્યુસેક સુધીની પાણીની આવક થઈ રહી છે.

આ ઉપરાંત મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૬૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૧ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સાથે ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૭૮ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

આ પણ વાંચો- Rajkot: શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ; લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી, ડેમ થયા ઓવરફ્લો

Tags :
Advertisement

Related News

featured-img
Top News

“સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે

featured-img
ગુજરાત

VADODARA : વડોદરાના આકાશમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમના કરતબ છવાયા

featured-img
Top News

Rajkot: રૂરલ LCB એ જુગારધામ ઝડપ્યું, કમઢિયા ભુવા તરીકે ઓળખાતા પ્રખ્યાત ભુવાની ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : રાત્રે પ્રસંગ પતાવીને પરત ફરતા સમયે સોનાની ચેઇનની તફડંચી

featured-img
Top News

Mahisagar: લુણાવાડા ભાજપના નગર યુવા મોરચા પ્રમુખ પ્રશાંત રાણા પર હુમલો

featured-img
Top News

Rajkot: જેતપુરની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચા માર્યા, ઘટના CCTVમાં કેદ

×

Live Tv

Trending News

.

×