Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat માં ED નું મેગા સર્ચ ઓપરેશન, 23 સ્થળે દરોડા કરોડોની ટેક્સ ચોરીની આશંકા

ED Raid in Gujarat : શેલ કંપનીઓ ખોલીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી આકરવામાં આવી રહી હોવાના મામલે ઇડીએ ગુજરાતમાં તપાસ આદરી છે. ગુજરાતમાં એક સાથે અનેક સ્થળો પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઇડી દ્વારા મેગા ઓપરેશન શરૂ કરવામાં...
gujarat માં ed નું મેગા સર્ચ ઓપરેશન  23 સ્થળે દરોડા કરોડોની ટેક્સ ચોરીની આશંકા
Advertisement

ED Raid in Gujarat : શેલ કંપનીઓ ખોલીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી આકરવામાં આવી રહી હોવાના મામલે ઇડીએ ગુજરાતમાં તપાસ આદરી છે. ગુજરાતમાં એક સાથે અનેક સ્થળો પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ઇડી દ્વારા મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઇડીએ આ કેસમાં અનેક વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

Advertisement

આ પણ વાંચો ":Bhopal માં જુનિયર ઓડિટરના ઘરમાંથી મળ્યો 'કુબેરનો ખજાનો', અધિકારીઓ પણ ચોંક્યા

Advertisement

ED દ્વારા ગુજરાતના 23 સ્થળો પર દરોડા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કૂલ 23 સ્થળ પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત, વેરાવળ અને કોડિનાર સહિત અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ભાવનગરના અરહમ સ્ટીલ અને ઓમ કન્સ્ટ્રક્શનમાં તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે 200 થી વધારે નકલી કંપની (શેલ કંપની) ખોલીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કેસમાં ઇડીની ટીમે સપાટો બોલાવ્યો છે. પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ હવે કેન્દ્રીય એજન્સીઓએ તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધ હિન્દુના એક પત્રકાર સહિત અનેક લોકોની આ કેસમાં સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ થઇ છે.

Advertisement

આ પણ વાંચો ": Emergency ફિલ્મ વિવાદનો આવ્યો અંત,આ તારીખે સિનેમાઘરોમાં થશે રિલીઝ

શું છે સમગ્ર મામલો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા જીએસટી વિભાગની ફરિયાદના આધારે રાજ્યમાં અલગ અલગ 14 સ્થલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર અને જૂનાગઢ સહિત અનેક સ્થળો પર દરોડા પડ્યા હતા. જેમાં પ્રાથમિક રીતે 200 થી વધારે શેલ કંપનીઓ હોવાનું સામે આવ્યું હતું. આ શેલ કંપનીઓના આધારે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેમાં ધ હિન્દુ જેવા પ્રતિષ્ઠિત અખબારના એક પત્રકારની સંડોવણી પણ સામે આવી હતી. આવી કૂલ 12 બોગસ પેઢી ચલાવનારા 33 થી વધારે સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો ": અવિવાહિત મહિલાઓ Public Property છે, ઈસ્લામના વક્તાનો ફતવો

ઇડીએ કરોડો રૂપિયાની રકમ જપ્ત કરી

કાયદેસર રીતે નાણા જપ્ત કરવાનો ઇડી પાસે અધિકાર છે. SBI ના અધિકારીઓની હાજરીમાં PMLA અંતર્ગત આ રોકડ જપ્ત કરવામાં આવે છે. આ સમગ્ર જપ્ત થયેલી રકમને જપ્તી મેમો હેઠળ જપ્ત કરીને અન્ય એજન્સીને સોંપવામાં આવી છે. સાક્ષીઓની હાજરીમાં સમગ્ર રકમને સીલ કરીને સોંપી દેવાય છે. આ રકમ એસબીઆઇ બેંક પોતાની પાસે રાખે છે. આ રકમ ઇડીના પર્સનલ ડિપોઝીટ એકાઉન્ટમાં જમા કરે છે. કેસ ચાલે ત્યાં સુધી આ પૈસા જમા જ રહે છે. જો આરોપી પરનો દોષ સાબિત થાય તો આ સમગ્ર સંપત્તી કેન્દ્રની સંપત્તી બની જાય છે. નિર્દોષ છુટે તો માલિકને તે રકમ પરત કરવામાં આવે છે.

આ પણ વાંચો ":Bahraich Encounter : કેવી રીતે થયું બહરાઈચ એન્કાઉન્ટર, પોલીસે જણાવી સમગ્ર ઘટના

Tags :
Advertisement

Trending News

.

×