Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi ની અધ્યક્ષતામાં મળી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક, મંદિરના માસ્ટર પ્લાન અંગે થઈ ચર્ચા

ગાંધીનગર રાજભવન ખાતે મળી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક PM Modi એ શ્રી સોમનાથ મંદિર માસ્ટર પ્લાનની સમિક્ષા કરી વિશદ મદ્મનાભનની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિમણૂક Shree Somnath Trust: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મંદિર ટ્ર્સ્ટની...
pm modi ની અધ્યક્ષતામાં મળી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક  મંદિરના માસ્ટર પ્લાન અંગે થઈ ચર્ચા
  1. ગાંધીનગર રાજભવન ખાતે મળી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક
  2. PM Modi એ શ્રી સોમનાથ મંદિર માસ્ટર પ્લાનની સમિક્ષા કરી
  3. વિશદ મદ્મનાભનની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિમણૂક

Shree Somnath Trust: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી સોમનાથ મંદિર ટ્ર્સ્ટની બેઠક મળી હતી. નોંધનીય છે કે, આ બેઠક ગાંધીનગર રાજભવન ખાતે ગઈ રાતે મળી હતી અને આ બેઠક લાંબી ચાલી છે. વિગતે વાત કરવામાં તો અનેક સુવિધાઓને લઈને કેવા સુધારા થઈ શકે તે અંગે તેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ટ્રસ્ટ દ્વારા જે કાર્યો કરવામાં આવે તેની સમિક્ષા પણ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી અવતરણ દિવસની શુભેચ્છાઓ

મંદિરના વિકાસ કાર્યોના માસ્ટર પ્લાનને લઈ થઈ ચર્ચા

નોંધનીય છ કે, વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીએ સોમનાથ મંદિર માસ્ટર પ્લાન માટેની પણ સમિક્ષા કરી હતી. આ દરમિયાન સોમનાથ મંદિરના માસ્ટર પ્લાનનું પ્રેઝનેટેશન પણ વડાપ્રધાનને નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીની એક ખાલી જગ્યા પર નિયુક્તિને પણ વડાપ્રધાન દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પીએમ મોદીએ ટ્રસ્ટને ભેટમાં આપેલી ગણેશજીની 175 મૂર્તિઓા દર્શનના ટેબ્લલોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. નોંધનીય છે કે, મંદિરના વિકાસ માટેના કાર્યો અને તેના માસ્ટર પ્લાન વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Arasuri Ambaji Temple: 22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન, પાંચ દિવસમાં 1.90 કરોડની આવક

Advertisement

વિશદ મદ્મનાભનની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિમણૂક

મહત્વની વાત એ છે કે, યુવા ઉદ્યોગપતિ વિશદ મદ્મનાભન મફતલાલની પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ (Shree Somnath Trust)ના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિશદ પદ્મનાભન સદગુરુ સેવાસંધ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. નવીનફ્લોરાઇન ઇન્ટરનેશનલના ચેરમેન છે અને મફતલાલ ગ્રુપની વિવિધ કંપનીઓ અને સેવાકીય પ્રવુતિઓ સાથે સંકળાયેલ છે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને ટ્રસ્ટી પી.કે.લહેરી અને ટ્રસ્ટી કમ બિઝનેસમેન હર્ષવર્ધન નેવટિયા પણ હાજર રહ્યા હતાં.

આ પણ વાંચો: 3 વાર PM અને 4 વાર CM, સંઘર્ષથી ભરેલું PM MODI નું જીવન..

Tags :
Advertisement

.